Home /News /national-international /ગંભીર છબરડો: શિક્ષક ભરતી પરીક્ષાના એડમિટ કાર્ડમાં સની લિયોનનો અભદ્ર ફોટો છાપી દીધો, સરકારે આપ્યા તપાસના આદેશ

ગંભીર છબરડો: શિક્ષક ભરતી પરીક્ષાના એડમિટ કાર્ડમાં સની લિયોનનો અભદ્ર ફોટો છાપી દીધો, સરકારે આપ્યા તપાસના આદેશ

એડમિટ કાર્ડ પર સની લિયોનનો ફોટો

કર્ણાટક શિક્ષક ભરતી પરીક્ષામાંથી એક અત્યંત અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. પરીક્ષા આપવા ગયેલા એક ઉમેદવારના એડમિટ કાર્ડ પર બોલિવૂડ અભિનેત્રી સની લિયોનની એડલ્ટ તસ્વીર છપાઈ હતી.

    શિવમોગા: કર્ણાટક શિક્ષક ભરતી પરીક્ષામાંથી એક અત્યંત અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. પરીક્ષા આપવા ગયેલા એક ઉમેદવારના એડમિટ કાર્ડ પર બોલિવૂડ અભિનેત્રી સની લિયોનની એડલ્ટ તસ્વીર છપાઈ હતી. હવે આ કથિત એડમિટ કાર્ડનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલાની ગંભીરતા જોતા રાજ્યના શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા છે.

    આ પણ વાંચો: કોંગ્રેસને મોટી રાહત, ટ્વિટ હેન્ડલ બ્લોક કરવાના આદેશને કર્ણાટક હાઈકોર્ટે રદ કર્યો

    કર્ણાટક કોંગ્રેસના સોશિયલ મીડિયા ચેરપર્સન બીઆર નાયડૂએ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર કથિત રીતે એડમિટ કાર્ડનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, રાજ્યના શિક્ષણ વિભાગે ઉમેદવારોને ફોટોની જગ્યાએ હોલ ટિકિટ પર પૂર્વ એડલ્ટ સ્ટારની તસ્વીર છાપી દીધી છે. નાયડૂએ કન્નડમાં ટ્વિટ કરતા લખ્યું છે કે, શિક્ષક ભરતી હોલ ટિકિટમાં ઉમેદવારની ફોટોની જગ્યાએ શિક્ષણ વિભાગે બ્લૂ ફિલ્મ અભિનેત્રી સની લિયોનનો ફોટો છાપી દીધો છે. આપણે આવી પાર્ટી સાથે શું અપેક્ષા રાખી શકીએ, જે વિધાનસભાની અંદર બ્લૂ ફિલ્મ જોતી હોય.



    નાયડૂના આરોપ પર પ્રતિક્રિયા આપતા કર્ણાટકના શિક્ષણ મંત્રી બીસી નાગેશના કાર્યાલયે એક નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં કહેવાયુ છે કે, ઉમેદવારનો એક ફોટો અપલોડ કરવાનો હોય છે. ત્યાર બાદ સિસ્ટમ તે ફોટોને લે છે, જેને તે અપલોડ કરે છે. જ્યારે અમે ઉમેદવારને પૂછ્યું કે, તેણે પોતાના એડમિટ કાર્ડ પર સની લિયોનનો ફોટો લગાવ્યો છે, તો તેણે કહ્યુ કે, તેમના પતિના મિત્રએ તેમની જાણકારી અપલોડ કરી હતી.

    ઘટનાની જાણકારી રાખતા શિક્ષણ વિભાગના એક અધિકારીએ કહ્યું કે, ઉમેદવારને પોતાની અરજી, દસ્તાવેજ અને ફોટો અપલોડ કરવા માટે કોઈ અન્ય વ્યક્તિ પાસેથી મદદ માગી હતી. શિક્ષણ મંત્રીના નિવેદન અનુસાર, ઉમેદવારને ફોર્મ તેમના પતિના એક મિત્રએ ભર્યું હતું. ઉમેદવાર ચિકમગલૂર જિલ્લાના રહેવાસી હોવાનું કહેવાય છે. તેણે શિવમોગામાં શિક્ષકના પદ માટે અરજી કરી હતી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Sunny Leone

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन