BJPમાં જોડાયા બાદ સન્ની દેઓલે કહ્યુ- 'પાપા અટલજી સાથે હતા, હું મોદીજી સાથે જોડાયો'

News18 Gujarati
Updated: April 23, 2019, 1:09 PM IST
BJPમાં જોડાયા બાદ સન્ની દેઓલે કહ્યુ- 'પાપા અટલજી સાથે હતા, હું મોદીજી સાથે જોડાયો'
સની દેઓલ બીજેપીમાં સામેલ થવાની અટકળો ઘણા દિવસોથી ચાલી રહી હતી

સની દેઓલ બીજેપીમાં સામેલ થવાની અટકળો ઘણા દિવસોથી ચાલી રહી હતી

  • Share this:
બોલિવૂડ અભિનેતા સન્ની દેઓલ બીજેપીમાં જોડાઈ ગયા છે. અહેવાલ છે કે બીજેપી સન્નીને પંજાબની ગુરદાસપુરથી ટિકિટ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, સની દેઓલ બીજેપીમાં સામેલ થવાની અટકળો ઘણા દિવસોથી ચાલી રહી હતી.

સન્ની દેઓલે 19 એપ્રિલે પુણે એરપોર્ટ પર બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ એવી શક્યતા જોવામાં આવતી હતો કે સન્ની અમૃતસર બેઠકથી ચૂંટણી લડી શકે છે. જ્યારે આ વિશે સન્ની દેઓલના પ્રવક્તા સાથે વાત કરી તો તેઓએ મુલાકાતની વાત તો સ્વીકારી પરંતુ સન્ની કોઈ પાર્ટીમાં જોડાવા વિશે કોઈ જવાબ નહોતો આપ્યો.

બીજેપીમાં જોડાયા બાદ સન્ની દેઓલે કહ્યું કે, જે રીતે મારા પિતાએ અટલજી સાથે કામ અને સહયોગ આપ્યો એવી જ રીતે હું આજે મોદીજી સાથે કામ કરવા અને સહયોગ કરવા આવ્યો છું. મારું કામ બોલશે.આ પણ વાંચો, માયાવતી બનશે PMના સવાલ પર રામગોપાલ યાદવે કહ્યું- મને મૂર્ખ સમજ્યો છે શું?

જ્યારે બ્લેંકના પ્રમોશન દરમિયાન દિલ્હી ટાઈમ્સની સન્ની સાથે વાત થઈ તો તેઓએ ભવિષ્યમાં કોઈ પણ પાર્ટીમાં જોડાવાની શક્યતાઓનો ઇન્કાર કરી દીધો હતો.

જ્યારે સન્નીને પૂછવામાં આવ્યું કે તેમના પિતા અને બોલીવુડ એક્ટર ધમેન્દ્રએ હેમા માલિની માટે મથુરામાં પ્રચાર કર્યો તો શું તેઓ પણ કેમ્પેનિંગ કરેશે? તેની પર સન્નીએ જવાબ આપ્યો કે, મેં પહેલા ચૂંટણી પ્રચાર કર્યો છે. પરંતુ આ વખતે પ્રચારને લઈને મેં કોઈ નિર્ણય નથી લીધો. સાથોસાથ કઈ પાર્ટીને સપોર્ટ કરું છું એ મારી અંગત પસંદ છે.
First published: April 23, 2019, 12:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading