અયોધ્યા ચુકાદો : સુન્ની વક્ફ બોર્ડ પુર્નવિચાર અરજી નહીં કરે, પાંચ એકર જમીન લેશે : સૂત્ર

News18 Gujarati
Updated: November 26, 2019, 2:31 PM IST
અયોધ્યા ચુકાદો : સુન્ની વક્ફ બોર્ડ પુર્નવિચાર અરજી નહીં કરે, પાંચ એકર જમીન લેશે : સૂત્ર
ઝફર ફારુકી (ફાઇલ તસવીર)

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મસ્જિદ માટે આપવામાં આવનારી જમીન પણ લેવામાં આવશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મસ્જિદની જમીન પર ઇસ્લામિક યુનિવર્સિટીનું નિર્માણ થશે.

  • Share this:
લખનઉ : અયોધ્યા જમીન વિવાદ (Ayodhya Land Dispute) અંગે નવમી નવેમ્બરના રોજ આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે મંગળવારે ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં મુસ્લિમોના સૌથી મોટા પક્ષકાર સુન્ની વક્ફ બોર્ડ (Sunni Central Waqf Board)ની મહત્વની બેઠક મળી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બઠક શરૂ થતાં જ ધમાલ થઈ હતી. બેઠકમાં ચેરમેનના નિર્ણયનો સભ્યોએ વિરોધ કર્યો હતો. છતાં માનવામાં આવી રહ્યું છે કે અયોધ્યા કેસમાં રિવ્યૂ પિટિશન દાખલ ન કરવા પર સહમતિ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મસ્જિદ માટે આપવામાં આવનારી જમીન પણ લેવામાં આવશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મસ્જિદની જમીન પર ઇસ્લામિક યુનિવર્સિટીનું નિર્માણ થશે.

આઠમાંથી છ સભ્યો ચેરમેનના પક્ષમાં : સૂત્ર

બોર્ડમાં આઠમાંથી છ સભ્યો ચેરમેનની સાથે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે ઇમરાન માબૂદ અને અબ્દુલ રઝાક ચેરમેનના નિર્ણયની વિરુદ્ધ છે. લખનઉમાં જ વક્ફ બોર્ડની ઑફિસમાં આયોજીત બેઠકમાં બોર્ડના આઠમાંથી સાત સભ્યો હાજર છે. ચેરમેન ઝફર ફારુકી ઉપરાંત અબ્દુલ રઝાક, અદનાન ફારુખ શાહ, ખુશનૂદ મિયાં, જુનૈદ સિદ્દીકી, મોહમ્મદ જુનીદ અને મોહમ્મદ અબરાર અહમદ બેઠકમાં હાજર છે. બોર્ડના એકમાત્ર સભ્ય ઇમરાન માબૂદ ખાને બેઠકનો બહિષ્કાર કર્યો છે.

Video : મન કી બાત: પીએમ મોદીએ NCC દિવસની પાઠવી શુભેચ્છા, અયોધ્યા વિશે કરી આ વાત

બોર્ડની બેઠકમાં બાબરી મસ્જિદનું નામ વક્ફ પ્રોપર્ટીમાંથી હટાવવું, યુર્નવિચાર અરજી દાખલ કરવી તેમજ પાંચ એકર જમીન લેવા સંદર્ભે ચર્ચા કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે પુર્નવિચાર અરજી દાખલ કરવાનું મન બનાવી લીધું છે, જ્યારે સુન્ની વક્ફ બોર્ડના ચેરમેન જુફર ફારુકીએ કહ્યુ છે કે તેઓ પુર્નવિચાર અરજી દાખલ નહીં કરે. જોકે, તેમના માટે આ કામ સહેલું નહીં હોય, કારણ કે આ માટે બોર્ડના અન્ય સભ્યોની સહમતિ પણ જરૂરી છે.

સુન્ની વક્ફ બોર્ડે પોતાને તમામ સભ્યોને લખનઉ બોલાવ્યા છે. બેઠક બાદ નક્કી થશે કે સુન્ની વક્ફ બોર્ડ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આગળ શું કરશે. આ બેઠકમાં ચાર મુદ્દે વાતચીત થશે.આ પણ વાંચો : AIMPLBને બેઠક બાદ મદનીએ કહ્યુ- અયોધ્યા મામલામાં સુપ્રીમના ચુકાદા વિરુદ્ધ અપીલ કરીશું

1) પુર્નવિચાર અરજી

આ બેઠકમાં સુન્ની વક્ફ બોર્ડ નક્કી કરશે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં પુર્નવિચાર અરજી કરવી કે નહીં. બોર્ડના ચેરમેન જુફર ફારુકી પહેલા જ કહી ચુક્યા છે કે તેઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ પુર્નવિચાર અરજી નહીં કરે.

2) મસ્જિદની જમીન લેવી કે નહીં

આજની બેઠકમાં સુન્ની વક્ફ બોર્ડ એ નિર્ણય લેશે કે સુપ્રીમ કોર્ટે મસ્જિદ માટે જે પાંચ એકર જમીન આપવાની વાત કરી છે તે લેવી કે નહીં. જોકે, સુન્ની વક્ફ બોર્ડના ચેરમેન પહેલા જ મસ્જિદની જમીન લેવાની વાત કરી ચુક્યા છે.

3) પાંચ એક જમીન પર મસ્જિદ બનાવવી કે નહીં

બેઠકમાં એ વાત પર પણ ચર્ચા કરવામાં આવશે કે પાંચ એકર જમીન મળશે તેના પર શું બનાવવું. સુન્ની વક્ફ બોર્ડના ચેરમેનના કહેવા પ્રમાણે પાંચ એકર જમીન પર શું બનાવવું તે અંગે લોકોના અભિપ્રાયો મળી રહ્યા છે. અહીં મસ્જિદ ઉપરાંત હોસ્પિટલ કે યુનિવર્સિટી બનાવવાના પ્રસ્તાવો મળી રહ્યા છે.

4) વક્ફ બોર્ડના દસ્તાવેજમાંથી બાબરી મસ્જિદનું નામ હટાવવું

બેઠક દરમિયાન વક્ફ બોર્ડના દસ્તાવેજોમાંથી બાબરી મસ્જિદનું નામ હટાવવા ઉપર પર મહોર લાગી શકે છે. સુન્ની વક્ફ બોર્ડ દસ્તાવેજ રજિસ્ટર કલમ 37માં એક લાખ 23 હજારથી વધારે વક્ફ સંપત્તિ નોંધાયેલી છે. સર્વે વક્ફ કમિશનર વિભાગે 75 વર્ષ પહેલા વર્ષ 1944માં સુન્ની વક્ફ બોર્ડના દસ્તાવેજમાં બાબરી મસ્જિદનું નામ નોંધાવ્યું હતું.
First published: November 26, 2019, 2:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading