Home /News /national-international /

મોટો ખતરો! વર્ષોથી નદીમાં દટાયેલો હતો લાખો કિલો બારૂદ, સેનાના પણ હોશ ઉડી ગયા!

મોટો ખતરો! વર્ષોથી નદીમાં દટાયેલો હતો લાખો કિલો બારૂદ, સેનાના પણ હોશ ઉડી ગયા!

જો વિસ્ફોટ થાય તો, પાણી લગભગ 300 મીટર સુધી ઉછળી શકે છે.

સંરક્ષણ મંત્રાલયે આ વિસ્ફોટકોને લઈને ઘણી ચિંતા વ્યક્ત કરી છે. તેઓ કહે છે કે, નદીની સામે ગેસ અને તેલના ગોડાઉન છે. જો ભૂલથી પણ આ વિસ્ફોટકો ફૂટી જાય તો ભયંકર તબાહી સર્જાઈ શકે છે

    દુનિયામાં આવા ઘણા રહસ્યો સામે આવે છે, જેનાથી લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. કેટલીકવાર ખતરનાક વસ્તુઓ પણ અચાનક લોકોની નજર સામે આવી જાય છે. આવી જ એક શોધ તાજેતરમાં ઈંગ્લેન્ડની થેમ્સ નદી (Thames River, England) માં બની હતી. એવું સામે આવ્યું છે કે, 77 વર્ષ પહેલા થેમ્સ નદીમાં લગભગ 1400 ટન ગનપાઉડર ભરેલું જહાજ ડૂબી ગયું હતું. પરંતુ હવે આ જહાજ લોકોના જીવનું દુશ્મન બની ગયું છે. આ જહાજને કારણે હવે અહીં ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે છે.

    શું આ બારૂદ ગમે ત્યારે ફાટી શકે છે?

    આ સમાચાર સામે આવ્યા બાદ તરત જ The Royal Navy ને મદદ માટે બોલાવવામાં આવી હતી. તપાસમાં એ વાત સામે આવી છે કે, જે જહાજ ડૂબી ગયું હતું તેમાં લગભગ 14 લાખ ટન બારૂદ લોડ કરવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, હવે આ બારૂદ ગમે ત્યારે ફાટી શકે છે. આ વિસ્ફોટકના નિકાલ માટે અંડરવોટર ડિમોલિશન એક્સપર્ટને બોલાવવામાં આવ્યા છે. આટલા વર્ષોથી પાણીમાં ડૂબેલા આ વિસ્ફોટકોનો ટૂંક સમયમાં નિકાલ કરવામાં આવશે તેવી અપેક્ષા છે.

    જો વિસ્ફોટ થશે તો મોટી તારાજી સર્જાઈ શકે છે

    સંરક્ષણ મંત્રાલયે આ વિસ્ફોટકોને લઈને ઘણી ચિંતા વ્યક્ત કરી છે. તેઓ કહે છે કે, નદીની સામે ગેસ અને તેલના ગોડાઉન છે. જો ભૂલથી પણ આ વિસ્ફોટકો ફૂટી જાય તો ભયંકર તબાહી સર્જાઈ શકે છે. ડેઈલી ટેલિગ્રાફના અહેવાલ મુજબ, જો વિસ્ફોટ થાય તો, પાણી લગભગ 300 મીટર સુધી ઉછળી શકે છે. આ સિવાય લગભગ 5 મીટર ઊંચા મોજા ઉછળશે.

    આ પણ વાંચોWeather Alert : વરસાદ અને હિમવર્ષાને લીધે નવા વર્ષે ઠંડી વધશે, આ રાજ્યોમાં કોલ્ડવેવની આગાહી

    સુરક્ષા તંત્રનો જીવ તાળવે ચોંટ્યો

    આ ઘટનામાં The SS Richard Montgomery નામનું યુએસ લિબર્ટી શિપ છે. તે 1943 માં બનાવવામાં આવ્યું હતું. તે ફ્લોરિડામાં બનાવવામાં આવ્યું હતું. આ જહાજ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન થેમ્સ નદીમાં ડૂબી ગયું હતું. હવે આ જહાજના વિસ્ફોટના સમાચાર બાદ તેની પર 24 કલાક સુધી સતત દેખરેખમાં રાખવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી તે સ્પષ્ટ ન થાય કે બધુ સુરક્ષિત છે ત્યાં સુધી તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Rest of The world News, World news, World News in gujarati

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन