Home /News /national-international /

ગૂગલના CEO સુંદર પિચાઈ અમેરિકાને સમર્પિત છે, ચીનને નહીં : ટ્રમ્પ

ગૂગલના CEO સુંદર પિચાઈ અમેરિકાને સમર્પિત છે, ચીનને નહીં : ટ્રમ્પ

સુંદર પિચાઇ

મહિનાની શરૂઆતમાં ટ્રમ્પે ચીનમાં ગૂગલની બિઝનેસ પ્રવૃત્તિઓથી ચીનના લશ્કરને ફાયદો મળી રહ્યાનો આક્ષેપ લગાવ્યો હતો.

    વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું કે, ગૂગલના સીઈઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) સુંદર પિચાઇ સંપૂર્ણ રીતે અમેરિકાને સમર્પિત છે. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે સુંદર પિચાઇ પર ચીનની આર્મીને મદદ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો.

    અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ટ્વિટ કરીને લખ્યું કે, "મેં હમણા @Googleના પ્રમુખ @sundarpichai સાથે મુલાકાત કરી હતી. તેઓ બહુ સારું કામ કરી રહ્યા છે. મુલાકાત દરમિયાન તેમણે મને ભારપૂર્વક કહ્યું હતું કે તેઓ ફક્ત અમેરિકન આર્મીને સમર્પિત છે, ચીનની આર્મીને નહીં."

    ઉલ્લેખનીય છે કે મહિનાની શરૂઆતમાં ટ્રમ્પે ચીનમાં ગૂગલની બિઝનેસ પ્રવૃત્તિઓથી ચીનના લશ્કરને ફાયદો મળી રહ્યાનો આક્ષેપ લગાવ્યો હતો.

    અમેરિકન આર્મીના ટોચના અધિકારીએ પણ અમેરિકાની ટેક કંપનીઓને અપીલ કરી હતી કે તેઓ નેક્સ્ટ જનરેશન 5જી ટેક્નોલોજી પર વધારે કામ કરે જેના કારણે અમેરિકાએ ચીનની કંપનીઓ જેવી કે હુવાઈ પર આધાર રાખવો ન પડે.

    ટ્રમ્પ અને સુંદર પિચાઈ વચ્ચેની બેઠક અંગે ગૂગલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "બંને નેતાઓ વચ્ચે બેઠક સકારાત્મક રહી હતી. બેઠક દરમિયાન અમેરિકન વર્કફોર્સ, નવી ટેક્નોલોજી અને સરકાર સાથે રહીને કામ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી."

    આ પણ વાંચો : ટ્રમ્પ અને નોર્થ કોરિયા વચ્ચે ફરી સંબંધ સુધર્યા, USએ પ્રતિબંધો હટાવ્યા

    આ પહેલા ગૂગલના સીઈઓ સુંદર પીચાઈએ દાવો કર્યો હતો કે, ગૂગલનો ચીનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહયોગ ફક્ત શૈક્ષકિણ સ્તર સુધી સીમિત છે. અમેરિકન આર્મીના જનરલ ડન્ફર્ડે તાજેતરમાં સેનેટ સમક્ષ એવી આશંકા વ્યક્ત કરી હતી કે ચીનમાં ગૂગલના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામને કારણે તેની આર્મીને મદદ મળી રહી છે.

    જે બાદમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એક ટ્વિટ કરીને કહ્યું હતું કે ગૂગલ અમેરિકાના બદલે ચીનને મદદ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગૂગલે ગત વર્ષે પેન્ટાગોનના આર્ટિફિશિયલ ટૂલ 'પ્રોજેક્ટ મોવેન'ને મદદ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આ બદલ કોંગ્રેસના બંને પક્ષોએ ગૂગલની ટીકા કરી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: 5G, Artificial Intelligence, Donald trump, US, ગૂગલ, સુંદર પિચાઇ

    આગામી સમાચાર