Home /News /national-international /સુનંદા પુષ્કરની હત્યામાં સોનિયા પણ શામેલઃ સુભ્રમ્ણયમ સ્વામી

સુનંદા પુષ્કરની હત્યામાં સોનિયા પણ શામેલઃ સુભ્રમ્ણયમ સ્વામી

રાજસ્થાન# બીજેપી નેતા સુભ્રમ્ણયમ સ્વામીએ હાઇપ્રોફાઇલ સુનંદા પુષ્કર હત્યાકાંડમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી શામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.

રાજસ્થાન# બીજેપી નેતા સુભ્રમ્ણયમ સ્વામીએ હાઇપ્રોફાઇલ સુનંદા પુષ્કર હત્યાકાંડમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી શામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.

  • News18
  • Last Updated :
રાજસ્થાન# બીજેપી નેતા સુભ્રમ્ણયમ સ્વામીએ હાઇપ્રોફાઇલ સુનંદા પુષ્કર હત્યાકાંડમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી શામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.

સ્વામીએ શનિવારે જયપુરમાં કહ્યું છે કે, સુનંદા પુષ્કારને ઝેર આપીને મારવામાં આવી છે અને આ ષડયંત્રમાં સોનિયા ગાંધી પણ શામેલ છે. FBIની રિપોર્ટ બાદ સ્વામીએ કહ્યું કે, તે પણ સેક્શન 120 (બી) હેઠળ ગુનાહિત ષડયંત્રનો ભાગ છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કર મામલામાં દિલ્હી પોલીસને શુક્રવારે એફબીઆઇના લેબ રિપોર્ટ પર એમ્સ મેડિકલ બોર્ડનો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. સુનંદા પુષ્કરના આંતરડાના નમૂનાને ગત વર્ષે ફેબ્રુઆરીમાં વોશિંગટન ડીસી સ્થિત એફબીઆઇ લેબમાં મોકલાયો હતો. પોલીસના અનુસાર સુનંદાનુ મૃત્યુ ઝેરના કારણે થયું હતુ. આ વાતનો ખુલાસો એમ્સ દ્વારા ફાઇનલ રિપોર્ટ મળ્યા બાદ થયો છે.

જો સૂત્રોનું માનીયે તો, ટૂંક સમયમાં જ આ મામલામાં સુનંદા પુષ્કરના પતિ અને કોંગ્રેસ નેતા શશિ થરૂરની પુછપરછ થઇ શકે છે. દિલ્હી પોલીસ કમિશ્નર બી.એસ.બસ્સીએ કહ્યું છે કે, અત્યાર સુધી પ્રાપ્ત પુરાવાના આધારે સુનંદાનું મૃ્ત્યુ સ્વભાવિક છે નહીં. અમે સુનંદા પુષ્કરની રિપોર્ટની તપાસ કરી રહ્યાં છે, રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરીશું.
First published:

Tags: અધ્યક્ષ, આરોપ, બીજેપી નેતા, સોનિયા ગાંધી, હત્યાકાંડ

विज्ञापन
विज्ञापन