સુનંદા પુષ્કરની હત્યા થઈ હતીઃ દિલ્હી પોલીસના ગુપ્ત રિપોર્ટમાં ખુલાસો

News18 Gujarati
Updated: March 13, 2018, 10:13 AM IST
સુનંદા પુષ્કરની હત્યા થઈ હતીઃ દિલ્હી પોલીસના ગુપ્ત રિપોર્ટમાં ખુલાસો
સુનંદા પુષ્કર
News18 Gujarati
Updated: March 13, 2018, 10:13 AM IST
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરે આત્મહત્યા કરી ન હતી પરંતુ તેમની હત્યા કરવામાં આવી હતી. આ અંગે તપાસ કરનાર એસડીએમ તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારી પોતાના ગુપ્ત રિપોર્ટમાં આ પરિણામ સુધી પહોંચ્યા હતા.

ડીસીપી બીએસ જાયસવાલે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, ઘટનાસ્થળની તપાસ કરનાર વસંત વિહારના એસડીએમ આલોક શર્માએ કહ્યું હતું કે, આ આત્મહત્યાનો કેસ નથી. આના આધારે તેમણે સરોજિની નગરના એસએચઓને આને હત્યાનો કેસ માનીને તપાસ આગળ વધારવાનો આદેશ કર્યો હતો.

એસડીએમ શર્માના તારણ ઉપરાંત પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે આ હત્યાનો કેસ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, 'મારા મત પ્રમાણે આ મોત પોઇઝનિંગને કારણે થયું છે. આ એલ્પ્રાલોઝમ પોઇઝનિંગનો કેસ છે. શરીર પર મળેલા ઈજાના નિશાન મારપીટના કારણે હોઈ શકે છે. ઇજા નંબર 10 એ ઇન્જેક્શનને કારણે થઈ છે, જે તાજી છે. જ્યારે ઇજા નંબર 12 દાંતથી બચકુ ભરવાને કારણે થઈ છે.'

નોંધનીય છે કે સુનંદા પુષ્કરનો મૃતદેહ 17 જાન્યુઆરી 2014ના રોજ દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો. સુનંદાનો મૃતદેહ હોટલના એક બેડરૂમમાંથી મળી આવ્યો હતો. દિલ્હી પોલીસે તપાસ બાદ હત્યાની ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં તેમના પતિ શશિ થરૂરની પૂછપરછ પણ કરવામાં આવી ચુકી છે. બીજેપીના નેતા તેમજ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ કેસમાં એસઆઈટીની દેખરેખમાં તપાસ કરવાની માંગણી કરી હતી. જોકે, દિલ્હી હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.
First published: March 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर