હવે ‘લૉકડાઉન’માં ગયો સૂરજ, સખત ઠંડી, ભૂકંપ અને દુષ્કાળની આશંકા - વૈજ્ઞાનિક

News18 Gujarati
Updated: May 14, 2020, 7:10 PM IST
હવે ‘લૉકડાઉન’માં ગયો સૂરજ, સખત ઠંડી, ભૂકંપ અને દુષ્કાળની આશંકા - વૈજ્ઞાનિક
હવે ‘લૉકડાઉન’માં ગયો સૂરજ, સખત ઠંડી, ભૂકંપ અને દુષ્કાળની આશંકા - વૈજ્ઞાનિક

વૈજ્ઞાનિકોએ સૂરજને (Sun)લઈને એક મોટી જાણકારી આપી

  • Share this:
લંડન : વૈજ્ઞાનિકોએ સૂરજને (Sun)લઈને એક મોટી જાણકારી આપી છે. વૈજ્ઞાનિકોના મતે સૂરજ પણ લૉકડાઉનમાં (lockdown) ચાલ્યો ગયો છે. તેના કારણે ભીષણ ઠંડી, ભૂકંપ અને દુષ્કાળની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સૂરજનું લૉકડાઉનમાં જવાના પીરિયડને વૈજ્ઞાનિક સોલર મિનિમમ (Solar Minimum) નામ આપે છે. આ દરમિયાન સૂરજની સપાટી પર એક્ટિવિટી આશ્ચર્યજનક રીતે ઓછી થઈ જાય છે. એક્સપર્ટ જણાવી રહ્યા છે આપણે એ આ ગાળામાં જઈ રહ્યા છીએ, જ્યાં સૂરજના કિરણોમાં ભયાનક મંદી જોવા મળશે. આ રેકોર્ડ સ્તરની મંદી હશે, જેમાં સનસ્પૉટ બિલકુલ ગાયબ થઈ જશે.

ધ સનના એક રિપોર્ટ પ્રમામે એસ્ટ્રોનૉમર ડૉ ટોની ફિલીપ્સે કહ્યું છે કે અમે સોલર મિનિમમ તરફ જઈ રહ્યા છીએ અને આ વખતે તે ખૂબ ઊંડો રહેવાનો છે. તેમણે કહ્યું કે સનસ્પૉટ બતાવે છે કે પાછળની સદીઓની સરખામણીમાં આ ગાળો ખૂબ ઊંડો રહેશે. આ દરમિયાન સૂરજનું મૈગ્નેટિક ફીલ્ડ ખૂબ નબળું થઈ જશે, જેના કારણે સોલર સિસ્ટમમાં વધારે કૉસ્મિક રે આવી જશે.

આ પણ વાંચો - ચાર તબક્કામાં ટીમ ઇન્ડિયા કરશે મેદાનમાં વાપસી, બીસીસીઆઈની તૈયારી પૂરી

ટોની ફિલીપ્સે કહ્યું કે વધારે માત્રામાં કૉસ્મિક રે એસ્ટ્રોનૉટ્સના સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. આ પૃથ્વીના ઉપરી વાતાવરણના ઈલેક્ટ્રો કેમિસ્ટ્રીને પ્રભાવિત કરશે. તેના કારણે વિજળીઓ ચમકશે.

નાસાના વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે કે, આ ડાલ્ટન મિનિમમ જેવું હોઈ શકે છે. ડાલ્ટન મિનિમમ 1790 થી 1830ની વચ્ચે આવ્યું હતું. આ દરમિયાન ભીષણ ઠંડી પડી હતી. પાકને ખુબ મોટું નુકસાન થયું હતું. દુષ્કાળ અને ભયંકર જ્વાળામુખી ફૂટ્યા હતા. આ દરમિયાન 20 વર્ષોમાં તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું હતું. તેના કારણે દુનિયાની સામે અન્નનું સંકટ ઊભું થયું હતું.10 એપ્રિલ 1815ના રોજ 2000 વર્ષોમાં બીજી સૌથી વધારે જ્વાળામુખી ફૂટ્યા હતા. ઈન્ડોનેશિયામાં તેના કારણે લગભગ 71 હજાર લોકોના મોત થયા હતા. તે જ રીતે 1816 માં ગરમી પડી જ ન હતી. તે વર્ષને 1800 અને ઠંડીથી મોત નામ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન જુલાઈ મહિનામાં ફક્ત બરફ પડ્યો હતો.
First published: May 14, 2020, 7:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading