રાજસ્થાનનું ધોલપુર દેશનું હોટેસ્ટ સિટી; તાપમાનનો પારો 50 ડિગ્રીએ પહોંચ્યો

News18 Gujarati
Updated: June 9, 2019, 7:50 PM IST
રાજસ્થાનનું ધોલપુર દેશનું હોટેસ્ટ સિટી; તાપમાનનો પારો 50 ડિગ્રીએ પહોંચ્યો
પ્રતિકાત્મક તસવીર

પ્રદેશમાં પડી રહેલી ગરમીએ રવિવારે નવો રેકોર્ડ નોંધાવ્યો છે. ધોલપુરમાં તાપમાનનો પારો 50 ડિગ્રીએ પહોંચ્યો હતો

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : આગની ભઠ્ઠીની જેમ શેકાઈ રહેલા રાજસ્થાનમાં રવિવારે ગરમીના તમામ રેકોર્ડ તૂટ્યા છે. રાજસ્થાનના ધોલપુરમાં રવિવારે તાપમાનનો પારો 50 ડિગ્રીએ પહોંચ્યો હતો. ધોલપુર છેલ્લા ચાર દિવસથી રાજસ્થાનનું સૌથી ગરમ સ્થળ રહ્યું છે. રવિવારે પાંચમાં દિવસે પણ તાપમાનનો પારો 50 ડિગ્રીએ પહોંચ્યો હતો. નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

દેશનું સૌથી ગરમ શહેર
છેલ્લા ચાર દિવસથી આગની ભઠ્ઠી બનેલા ધોલપુરમાં તાપમાનનો પારો 50 ડિગ્રીએ પહોંચ્યો હતો. સિંચાઈ વિભાગના આંકડા મુજબ ધોલપુરમાં રવિવારે બપોરે ત્રણ વાગ્યે તાપમાનનો પારો 50 ડિગ્રીએ પહોંચ્યો હતો. ધોલુપરમાં અત્યારસુધીમાં સૌથી વધુ ગરમી છે. ગત વર્ષે ધોલપુર 49 ડિગ્રીએ પહોંચ્યું હતું.

આ પણ વાંચો :  આનંદો! 12-13 જૂનના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

રાજસ્થાનમાં ભીષણ ગરમી
રાજસ્થાન ભીષણ ગરમીનો સામનો કરી રહ્યું છે. રવિવારે બપોરે 2.30 વાગ્યે રાજસ્થાનના શ્રીગંગા નગરમાં તાપમાનનો પારો 48.00 ડિગ્રીએ પહોંચ્યો હતો. જે સિઝનની સૌથી વધુ ગરમી હોઈ શકે છે. જ્યારે રાજસ્થાનના ચૂરૂ, બીકાનેર, અને જોધપુર, બાડમેર અને જેસલમેરમાં પણ સતત ગરમી પડી રહી છે.
Loading...

ધોલપુરમાં મુખ્ય માર્ગો પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો.


રવિવારે બપોરે રાજસ્થાનના કોટમાં 2.30 વાગ્યે તાપમાનનો પારો 48.00 ડિગ્રીએ પહોંચ્યો હતો. અહેવાલો મુજબ રાજસ્થાનમાં ગરમીના કારણે અત્યાર સુધીમાં 18થી વધુ મોત થઈ ગયા છે.
First published: June 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...