પોલીસે કાંઝાવાલા કેસમાં કલમ 304 પણ ઉમેરી, આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે
પાંચેય આરોપીઓ પોલીસ કસ્ટડીમાં
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ કેસમાં આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી છે. સીએમ કેજરીવાલે કહ્યું છે કે આ ખૂબ જ શરમજનક ઘટના છે. આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે એ મને સમજાતું નથી.
નવા વર્ષની ઉજવણી વચ્ચે રાજધાની દિલ્હીમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દિલ્હીના કાંઝાવાલા વિસ્તારમાં કારમાં સવાર કેટલાક યુવકોએ એક યુવતીને ટક્કર મારી હતી. અકસ્માત સર્જાયા બાદ યુવકો કાર લઈને નાસી રહ્યા હતા. અકસ્માતમાં યુવતી કારની નીચે ફસાઈ ગઈ હતી અને લગભગ 4 કિલોમીટર સુધી રસ્તા પર ઢસડાતી રહી હતી. તેનાં કપડાં પણ ફાટી ગયાં હતાં. લોહીલુહાણ હાલતમાં યુવતી રોડ પર પડી રહી હતી અને તેનું મોત નીપજ્યું હતું.
દિલ્હીના ડીસીપી હરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે શનિવાર-રવિવારની વચ્ચેની રાત્રે લગભગ 3 વાગે પોલીસને માહિતી મળી કે કાંઝાવાલા વિસ્તારમાં એક યુવતી રસ્તા પર નગ્ન અવસ્થામાં પડી છે. સમાચાર મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી તો ત્યાં યુવતીની લાશ પડી હતી. પોલીસે આ કેસમાં 5 યુવકની ધરપકડ કરી છે. કાર પણ જપ્ત કરવામાં આવી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ કેસમાં આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી છે. સીએમ કેજરીવાલે કહ્યું છે કે આ ખૂબ જ શરમજનક ઘટના છે. આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે એ મને સમજાતું નથી. છોકરાઓએ આ બધું કેવી રીતે કર્યું? આ એક શરમજનક ઘટના છે. આરોપીઓ ગમે તેટલા પ્રભાવશાળી હોય, તેમને કડકમાં કડક સજા થવી જોઈએ, તેમને ફાંસીની સજા થવી જોઈએ.
Delhi | I had a conversation with her at around 9pm, she said she'll return by 3-4am. She used to work as event planner for weddings. In morning,I got a call from police & was informed about the accident. I was taken to police station & was made to wait: Deceased's mother https://t.co/yGrjnk3sKOpic.twitter.com/8KPld7ERjC
Delhi | As per our investigation, it was a fatal accident. All 5 persons who were present in the car were arrested. They will be produced before the court today. The postmortem of the deceased girl will be conducted through a board of doctors: Harendra K Singh, DCP Outer District https://t.co/yGrjnk3sKOpic.twitter.com/P5BjWVo5AG
ડીસીપી આઉટર દિલ્હી હરેન્દ્ર સિંહે જણાવ્યું કે આ મામલામાં આરોપી વિરુદ્ધ IPC કલમ 304 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં સરળતાથી જામીન મળતા નથી. આજે અમે તેને કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડની માંગણી કરીશું. મૃતકનું પોસ્ટમોર્ટમ ડોકટરોના બોર્ડ દ્વારા કરવામાં આવશે.
દિલ્હી આઉટરના ડીસીપી હરેન્દ્ર સિંહનું કહેવું છે કે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, આરોપીઓએ દારૂ પીધો હતો કે નહીં તેની પુષ્ટિ કરવા માટે તેમના લોહીના નમૂના લેવામાં આવ્યા છે, પોસ્ટમોર્ટમ માટે બોર્ડ બનાવવાની વિનંતી કરવામાં આવી છે. ત્રણ ડોક્ટરોની ટીમ પોસ્ટમોર્ટમ કરશે.
પાંચેય આરોપીઓની ધરપકડ
છોકરી સાથે દુષ્કર્મ કરનારા પાંચ છોકરાઓ દિલ્હીના છે. તેમાંથી કેટલાક હેર ડ્રેસર છે અને કેટલાક રાશન ડીલર છે. પોલીસે કારમાં સવાર પાંચ લોકોને ઝડપી લીધા છે. તેમાંથી 26 વર્ષીય દીપક ખન્નાના પુત્ર રાજેશ ખન્ના ગ્રામીણ સેવામાં ડ્રાઈવરની પોસ્ટ પર છે. આ સિવાય 25 વર્ષીય અમિત ખન્ના ઉત્તમ નગરમાં SBI કાર્ડ્સ માટે કામ કરે છે. દીપક ખન્ના કાર ચલાવી રહ્યો હતો.
ગુનેગારોને કડક સજા મળવી જોઈએ - કેજરીવાલ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટનાની નિંદા કરી, તેને 'શરમજનક' ગણાવી અને કહ્યું કે દોષિતોને 'સૌથી કડકમાં કડક સજા' મળવી જોઈએ. તેમણે ટ્વીટ કર્યું, કાંઝાવાલામાં અમારી બહેન સાથે જે થયું તે અત્યંત શરમજનક છે. હું આશા રાખું છું કે ગુનેગારોને સખત સજા કરવામાં આવશે.
પોલીસ ફરી ક્રાઈમ સીનનું નિરીક્ષણ કરશે
ડીસીપી હરેન્દ્ર સિંહે જણાવ્યું કે ધરપકડ કરાયેલા પાંચેય છોકરાઓએ કહ્યું કે છોકરી કારની નીચે ફસાઈ ગઈ હતી, એટલા માટે ખબર ન પડી. હાલમાં, તે વાતની પુષ્ટિ થઈ છે કે છોકરીને 4-5 કિલોમીટર સુધી ઢસેડવામાં આવી હતી, પરંતુ દિલ્હી પોલીસ ફરીથી ક્રાઈમ સીનનું નિરીક્ષણ કરશે. દિલ્હી પોલીસ તેની કાનૂની ટીમના સંપર્કમાં છે જેથી આરોપીને જામીન ન આપી શકાય.
પોલીસનો દાવો - સ્કૂટીને પેટ્રોલિંગ પાર્ટીએ જોઈ હતી
ડીસીપી હરેન્દ્ર સિંહનો દાવો છે કે દિલ્હી પોલીસની પેટ્રોલિંગ પાર્ટીએ સ્કૂટીને સૌથી પહેલા જોઈ હતી પરંતુ પીડિતા સ્થળ પર મળી ન હતી. બીજી તરફ દિલ્હી પોલીસનો આરોપ છે કે પીસીઆર વાનમાં હાજર પોલીસ હોશમાં ન હતી અને પોલીસે ઘટના અંગે પ્રત્યક્ષદર્શીની વાત સાંભળવામાં કોઈ રસ દાખવ્યો ન હતો.
દીપકે કહ્યું કે, જ્યાં સુધી મૃતદેહ કારમાં ફસાઈ ગયો ત્યાં સુધી તે અહીં-તહીં કાર ચલાવતો રહ્યો. મૃતદેહ પડી જતાં તેઓ તેને છોડીને સ્થળ પરથી ભાગી ગયા હતા. પ્રત્યક્ષદર્શી દીપકનું કહેવું છે કે, કાર સામાન્ય સ્પીડમાં હતી અને એવું લાગી રહ્યું હતું કે, તેને ચલાવનાર વ્યક્તિ સામાન્ય છે. સવારે લગભગ 3:15 વાગ્યે દીપક દૂધની ડિલિવરી માટે રાહ જોઈ રહ્યો હતો, ત્યારે તેણે એક કાર આવતી જોઈ. તે કારના પાછળના પૈડામાંથી જોરદાર અવાજ આવી રહ્યો હતો.
કારમાં બેસેલા પાંચ આરોપીઓ કોણ કોણ ?
પોલીસે કારમાં સવાર પાંચ લોકોને ઝડપી લીધા છે. તેમાંથી 26 વર્ષીય દીપક ખન્ના પુત્ર રાજેશ ખન્ના ગ્રામીણ સેવામાં ડ્રાઈવરની પોસ્ટ પર છે. આ ઉપરાંત 25 વર્ષીય અમિત ખન્ના પુત્ર રાજ કુમાર ખન્ના ઉત્તમ નગરમાં SBI કાર્ડ માટે કામ કરે છે. આ સાથે, ત્રીજા 27 વર્ષીય કૃષ્ણ પુત્ર કાશીનાથ સીપી નવી દિલ્હીમાં સ્પેનિશ કલ્ચર સેન્ટરમાં કામ કરે છે. ચોથો યુવક 26 વર્ષીય મિથુન પુત્ર શિવકુમાર નારાયણમાં હેર ડ્રેસર છે. અને પાંચમો 27 વર્ષીય મનોજ મિત્તલ પુત્ર સુરેન્દ્ર મિત્તલ પી બ્લોક સુલ્તાનપુરીમાં રાશન ડીલર છે.
દીકરી મળી પણ શરીર પર એક પણ કપડું નહોતું
માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. બાળકીની લાશ રોડ પર પડી હતી. શરીર પર એક પણ કપડું નહોતું. રસ્તા પર ખેંચી જવાને કારણે બાળકીના પગ ગાયબ થઈ ગયા હતા. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે SGM હોસ્પિટલ મંગોલપુરીમાં મોકલી આપ્યો, મૃતદેહને મોર્ચરીમાં રાખવામાં આવ્યો છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર