SULTANPURI POLICE: સુલતાનપુરીમાં પોલીસે બળજબરીથી મહિલાને તેના હાથ પકડીને ખેંચી હતી અને બે વાર થપ્પડ મારી હતી. આ સમગ્ર મામલે તપાસ કરવાની માંગ ઉઠી છે અને લોકોએ સુરક્ષા અંગે સવાલ ઉઠાવ્યા હતા.
અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના અધ્યક્ષ નેટ્ટા ડિસુઝા (All India Mahila Congress president Netta D'Souza)એ એક સીસીટીવી ફૂટેજ શેર કર્યા છે. જેમાં એક પુરુષ પોલીસ અધિકારી એક મહિલાને થપ્પડ મારતો (male police official was seen slapping a woman) જોવા મળ્યો હતો. હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર, દિલ્હીના સુલ્તાનપુરી (Sultanpuri)માં બનેલી આ શરમજનક ઘટનાથી દેશભરમાં આક્રોશ ફેલાયો હતો અને દિલ્હી પોલીસ આ કેસને લઈને તપાસ હાથ ધરી રહી છે. જોકે, મંગળવારે કોંગ્રેસે આ ઘટનાની તપાસ માટે પોલીસ (Delhi Police)ની સદ્ધરતા પર સવાલો ઉઠાવ્યા હતા. અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના અધ્યક્ષ નેટ્ટા ડિસુઝા (Netta D'souza)એ એક સીસીટીવી ફૂટેજ (CCTV Footage) શેર કર્યા છે. જેમાં એક પુરુષ પોલીસ અધિકારી એક મહિલાને થપ્પડ મારતો જોવા મળ્યો હતો. જોકે, હિન્દુસ્તાન ટાઇમ્સ આ અહેવાલની પુષ્ટિ કરતું નથી.
શું સીસીટીવી ફૂટેજમાં?
આ ક્લિપમાં પોલીસ અધિકારીઓનું એક જૂથ કથિત રીતે એક વ્યક્તિને કસ્ટડીમાં લઈ જઇ રહ્યું હતું. એક મહિલાએ આ વ્યક્તિને માર મારતા એક પોલીસ અધિકારીને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના પર ગુસ્સે ભરાયેલા અધિકારીએ બળજબરીથી મહિલાને તેના હાથ પકડીને ખેંચી હતી અને બે વાર થપ્પડ મારી હતી. ડિસોઝાએ સુલતાનપુરીની આ ઘટનાને વખોડી કાઢીને દિલ્હી પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા અને આ સમગ્ર મામલે તપાસ કરવાની માંગ કરી હતી.
.@DelhiPolice This is a slap on the face of our collective conscience.
Who gives a male cop the right to slap a woman? After this video, Will #DelhiPolice take action?
તેણીએ દિલ્હી પોલીસ પર આક્રોશ ઠાલવા ટ્વિટ કર્યું કે, "@DelhiPolice આપણા ચહેરા પર આ ઘટના એક તમાચો છે. પુરુષ પોલીસને સ્ત્રીને થપ્પડ મારવાનો અધિકાર કોણ આપે છે? આ વિડીયો બાદ શું #DelhiPolice એક્શન લેશે? જો આ પ્રકારના ગુનાઓ બનતા રહે તો #Kanjhawala કેસમાં નિષ્પક્ષ તપાસ અંગે દિલ્હી પોલીસ પર કેવી રીતે વિશ્વાસ કરી શકાય?”
અગાઉ, કોંગ્રેસ નેતાએ આરોપીઓને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટીકા કરી હતી. કારણ કે પોલીસે તેમના પર ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધ્યો ન હતો. તેણીએ અગાઉ જણાવ્યું હતું કે, "પોલીસે તેમના પર નબળા આરોપો હેઠળ કેસ નોંધ્યો છે - કલમ 304 એ (બેદરકારીથી મૃત્યુનું કારણ બનવું) - પરંતુ તેમના પર હત્યાનો આરોપ નથી મૂક્યો."
" isDesktop="true" id="1313010" >
દિલ્હીના સુલ્તાનપુરીમાં એક મહિલાનું નવા વર્ષના દિવસે મોત થયું હતું. જ્યારે તેને કારે ટક્કર મારી હતી અને ઘસડી હતી. પાંચેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ પોલીસ કસ્ટડી હેઠળ છે. મહિલાના પોસ્ટ-મોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે તેણીનું મોત ગંભીર ઇજાઓને કારણે થયું હતું અને "કોઈ પણ ઈજામાં જાતીય હુમલો થયો હોવાનું સામે આવ્યું નહોતું".
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર