Home /News /national-international /સુલતાનપુરી મામલો: સ્થાનિક લોકોનું વિરોધ પ્રદર્શન, રોષે ભરાયેલા લોકોએ કહ્યું- આરોપીઓને અમને સોંપો, અમે જાતે જ ન્યાય કરીશું

સુલતાનપુરી મામલો: સ્થાનિક લોકોનું વિરોધ પ્રદર્શન, રોષે ભરાયેલા લોકોએ કહ્યું- આરોપીઓને અમને સોંપો, અમે જાતે જ ન્યાય કરીશું

પોલીસ સ્ટેશનની બહાર લોકોનું પ્રદર્શન

સોમવારે મૃતકના પરિજનો અને સ્થાનિક લોકોએ સુલતાનપુરી પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પોલીસ-પ્રશાસન સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનની બહાર એક વાહન પર હુમલો કર્યો અને તોડફોડ કરી.

    નવી દિલ્હી. દેશની રાજધાની દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં એક યુવતીને ટક્કર મારવાની અને તેને કેટલાય કિલોમીટર સુધી ઢસેડવાની ઘટનાએ જોર પકડ્યું છે. યુવતીના મોત બાદ પરિવારજનોની સાથે સાથે સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સોમવારે મૃતકના પરિજનો અને સ્થાનિક લોકોએ સુલતાનપુરી પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પોલીસ-પ્રશાસન સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનની બહાર એક વાહન પર હુમલો કર્યો અને તોડફોડ કરી. ત્યાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટના પર ખૂબ જ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આવા લોકોને મોતની સજા મળવી જોઈએ.

    1 જાન્યુઆરી, 2023ના રોજ વહેલી સવારે એક હાઇ સ્પીડ કારે સ્કૂટીને ટક્કર મારી હતી. સ્કૂટી પર સવાર યુવતી કારમાં ફસાઈ ગઈ હતી અને તેને ઘણા કિલોમીટર સુધી ઢસેડવામાં આવી હતી. કહેવાય છે કે કારમાં કુલ 5 લોકો હતા અને તેઓ નશામાં હતા. આ અકસ્માતમાં યુવતીનું મોત થયું હતું. તેની લાશ નગ્ન અવસ્થામાં મળી આવી હતી. આ ઘટના બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ઘટનાના વિરોધમાં મૃતકના પરિજનો અને સ્થાનિક લોકોએ સુલતાનપુરી પોલીસ સ્ટેશનની બહાર દેખાવો કર્યા હતા. ઉશ્કેરાયેલા લોકોએ એક કાર પર પણ હુમલો કર્યો હતો, જેમાં કારના કાચ તૂટી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ કાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાખી બિડલાનની હતી.

    આ પણ વાંચોઃ રાજ્યમાં રેકોર્ડબ્રેક દારૂનું વેચાણ થયું, નવા વર્ષ પર બે દિવસમાં 111 કરોડો રૂપિયાનો દારૂ પીધો

    એક એક મિનિટની જાણકારી લઈ રહ્યા છે LG


    એલજી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના સુલતાનપુરીની ઘટના પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે, મિનિટ-દર-મિનિટ માહિતી લઈ રહ્યા છે . તે દિલ્હીના પોલીસ કમિશનર પાસેથી દરેક ક્ષણની માહિતી લઈ રહ્યા છે. લેફ્ટનન્ટ ગવર્નરે સવારે પોલીસ કમિશનરને ઉપરાજ્યપાલ નિવાસમાં બોલાવ્યા જ્યાં લગભગ દોઢ કલાક સુધી બેઠક ચાલી. આ દરમિયાન પોલીસ કમિશનરે લેફ્ટનન્ટ ગવર્નરને કાંઝાવાલા કેસ સાથે જોડાયેલ દરેક બાબતની જાણકારી આપી છે. લેફ્ટનન્ટ ગવર્નરને પણ આ મામલે અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી આપવામાં આવી હતી.


    સીએમ કેજરીવાલ ગુસ્સામાં


    સુલતાનપુરીના કાંઝાવાલા વિસ્તારમાં બનેલી ઘટના બાદ ચારે બાજુથી આકરી પ્રતિક્રિયાઓ આવી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટના પર કહ્યું કે આવા લોકોને ફાંસી આપવી જોઈએ. સીએમ કેજરીવાલે કહ્યું, 'આ ખૂબ જ શરમજનક ઘટના છે. આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે એ મને સમજાતું નથી. કેટલાક છોકરાઓ એક છોકરીને તેમની કારમાં કેટલાય કિલોમીટર સુધી ખેંચ ઢસેડી. આમાં તેનું દુઃખદ મૃત્યુ થયું. હું આશા રાખું છું કે આરોપીઓ ગમે તેટલા પ્રભાવશાળી હોય, તેમને સખતમાં સખત સજા મળવી જોઈએ. પત્રકારની ધરપકડની વાત ખોટી છે. અવાજ ઉઠાવનારની ધરપકડ કરી શકાતી નથી.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Delhi Crime, Protest, Woman death

    विज्ञापन
    विज्ञापन