Home /News /national-international /ઉત્તર પ્રદેશ: અંધવિશ્વાસમાં ડૂબેલી માતાએ પોતાના 6 મહિનાના બાળકને પાવડો મારીને હત્યા કરી નાખી
ઉત્તર પ્રદેશ: અંધવિશ્વાસમાં ડૂબેલી માતાએ પોતાના 6 મહિનાના બાળકને પાવડો મારીને હત્યા કરી નાખી
હત્યારી માતા
હકીકતમાં જોઈએ તો, આ સમગ્ર મામલો ગોસાઈગંજ પોલીસ ચોકી વિસ્તાર ઘનઉડીહ કુટિયા ગામનો છે. આ ગામના શિવકુમારની પત્ની મંજૂ ઉર્ફ રાધાએ પોતાના 6 મહિનાના બાળકને લઈને ગામની બહાર આવેલા મંદિરે પહોંચી અને મંજૂરી પોતાના બાળકને પાવડા મારીને કાપી નાખ્યો.
સુલ્તાનપુર: ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરમાં રવિવારે એક માએ પોતાના જ 6 મહિનાના બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. શંકા છે કે, અંધવિશ્વાસમાં ડૂબેલી મહિલાએ આ ઘટનાને અંજામ આપ્યો છે. હત્યાની સૂચના મળતા જ પોલીસે આરોપી મહિલાની અટકાયત કરી છે અને આ મામલે આગળની તપાસ કરી રહી છે.
હકીકતમાં જોઈએ તો, આ સમગ્ર મામલો ગોસાઈગંજ પોલીસ ચોકી વિસ્તાર ઘનઉડીહ કુટિયા ગામનો છે. આ ગામના શિવકુમારની પત્ની મંજૂ ઉર્ફ રાધાએ પોતાના 6 મહિનાના બાળકને લઈને ગામની બહાર આવેલા મંદિરે પહોંચી અને મંજૂરી પોતાના બાળકને પાવડા મારીને કાપી નાખ્યો. આ ઘટનાની જાણ તતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. શંકા છે કે, અંધવિશ્વાસના કારણે મંજૂએ આ ઘટનાને અંજામ આપ્યો છે.
તો વળી સૂચના મળતા પોલીસે આરોપી માતા મંજૂની ધરપકડ કરી લીધી છે. સાથે જ આ મામલામાં તપાસ શરુ કરી દીધી છે. પ્રથમ દ્રષ્ટિએ પોલીસને આ મામલો અંધવિશ્વાસનો હોવાનું કહી રહી છે. પોલીસ અધિકારી સોમેન વર્માએ જણાવ્યું છે કે, આજે ગોસાઈગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા દ્વારા પોતાના જ બાળકને પાવડાથી કાપી નાખીને તેની હત્યા કરી દીધી હતી. જે બાદ પોલીસે આ મામલામાં કેસ નોંધીને આગળની કાર્યવાહીમાં લાગી ગઈ છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર