નદીમાં ન્હાવા પડેલી એક જ ગામની 5 યુવતીઓના ડૂબી જવાથી મોત, સમગ્ર પંથકમાં શોકનો માહોલ
નદીમાં ન્હાવા પડેલી તરૂણીઓના મોત
નદીમાં પાંચ છોકરીઓ ડૂબી જવાથી સનસનાટી મચી ગઈ છે. ગ્રામજનોએ 4 છોકરીઓના મૃતદેહને બહાર કાઢ્યા છે, જ્યારે એક છોકરીની શોધ ચાલુ છે. મળતી માહિતી મુજબ નદીમાં ન્હાતી વખતે આ ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 4 છોકરીઓના મોત થઈ ગયા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર પાંચ છોકરીઓ ઘરની બહાર નદીમાં ન્હાવા માટે નીકળી હતી. નદીમાં ન્હાતી વખતે પાંચ છોકરીઓ ડૂબી ગઈ. ચારેયના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક છોકરીની શોધ ચાલુ છે.
યુપીના સુલ્તાનપુરમાં મજુઈ નદીમાં પાંચ છોકરીઓ ડૂબી જવાથી સનસનાટી મચી ગઈ છે. ગ્રામજનોએ 4 છોકરીઓના મૃતદેહને બહાર કાઢ્યા છે, જ્યારે એક છોકરીની શોધ ચાલુ છે. મળતી માહિતી મુજબ નદીમાં ન્હાતી વખતે આ ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 4 છોકરીઓના મોત થઈ ગયા છે. તમામ છોકરીઓ મોતીગરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પેમાપુર ગામની રહેવાસી હતી.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર પાંચ છોકરીઓ ઘરની બહાર નદીમાં ન્હાવા માટે નીકળી હતી. નદીમાં ન્હાતી વખતે પાંચ છોકરીઓ ડૂબી ગઈ. ચારેયના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક છોકરીની શોધ ચાલુ છે. ઘટનાથી આખા ગામમાં સન્નાટો ફેલાયો ગયો છે.
પેમાપર ખજુરી ગામની રહેવાસી અસમીન, આશિયા, નંદિની, અંજન અને ખુશી મજુઈ નદીમાં ન્હાવા ગઈ હતી. આ દરમિયાન આ તમામ છોકરીઓ નદીમાં લપસીને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જ્યારે ત્યાં હાજર અન્ય બાળકો અવાજ કરવા લાગ્યા ત્યારે આસપાસના લોકો એકઠા થઈ ગયા.મિથુન નામના વ્યક્તિએ નદીમાં કૂદીને ત્રણ છોકરીઓને બહાર કાઢી હતી, જ્યારે મેરાજ નામના યુવકે એક છોકરીને ડૂબતી બચાવી હતી. પરંતુ ત્યાં સુધીમાં બધાના મોત થઈ ચૂક્યા હતા. 13 વર્ષની ખુશીનો કોઈ પત્તો નથી.
ઘટનાની જાણ થતાં જ આખા ગામમાં અફરા-તફરી મચી ગઈ હતી. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ખુશીની શોધખોળ શરૂ કરી હતી.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર