Sulli Deals mastermind Aumkareshwar Thakur arrested: સુલ્લી ડીલ્સ એપ ક્રિએટર અને માસ્ટરમાઈન્ડ ઓમકારેશ્વર ઠાકુરની ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી છે. ઓમકારેશ્વર ઠાકુર મુસ્લિમ મહિલાને ટ્રોલ કરવા માટે ટ્વિટર પર બનાવવામાં આવેલા ટ્રેડ-ગ્રુપનો સભ્ય હતો.
નવી દિલ્હી. સુલ્લી ડીલ્સ એપ (Sulli Deals App) ક્રિએટર અને માસ્ટરમાઈન્ડ ઓમકારેશ્વર ઠાકુર (Aumkareshwar Thakur)ની ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે (Delhi Police) આ વાતની જાણકારી આપી છે. ઓમકારેશ્વર ઠાકુર મુસ્લિમ મહિલાને ટ્રોલ કરવા માટે ટ્વિટર પર બનાવવામાં આવેલા ટ્રેડ-ગ્રુપનો સભ્ય હતો. દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલમાં ઈન્ટેલીજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશનના ડીસીપી કેપીએસ મલ્હોત્રા (DCP KPS Malhotra)એ જણાવ્યું કે સુલ્લી ડીલ્સના એપ ક્રિએટર ઓમકારેશ્વર ઠાકુરને ઇન્દોરથી પકડી લેવામાં આવ્યો છે. આરોપી ઓમકારેશ્વર ઠાકુર ન્યુયોર્ક સિટી ટાઉનશિપ, ઇન્દોરનો રહેવાસી છે. આરોપીએ ઇન્દોરની એક મોટી સંસ્થા આઈપીએસ એકેડમીથી બીસીએ કર્યું છે.
આરોપીની પૂછપરછ ચાલુ
રિપોર્ટ મુજબ પ્રારંભિક પૂછપરછ દરમ્યાન આરોપીએ સ્વીકાર્યું હતું કે તે ટ્વિટર પર એક ટ્રેડ-ગ્રુપનો સભ્ય હતો અને એક ધર્મ વિશેષની મહિલાઓને બદનામ કરવા અને ટ્રોલ કરવાનો ઇરાદો ધરાવતો હતો. આ જ હેતુથી તેણે GitHub પર એક કોડ ડેવલપ કર્યો હતો. GitHubની પહોંચ ગ્રુપના તમામ સભ્યો પાસે હતી. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એપની લિંક શેર કરી હતી. ગ્રુપના સભ્યો દ્વારા મુસ્લિમ મહિલાઓની તસવીરો અપલોડ કરીને તેમને બદનામ કરવાની યોજના બનાવવામાં આવી હતી. આરોપીની પૂછપરછ ચાલુ છે.
વધુ આરોપીના નામ સામે આવી શકે છે
દિલ્હી પોલીસ આરોપી ઓમકારેશ્વરને પોતાની સાથે દિલ્હી લઈ આવી છે. માનવામાં આવે છે કે સુલ્લી ડીલ્સના એપ ક્રિએટર અને માસ્ટરમાઇન્ડ ઓમકારેશ્વર ઠાકુરની પૂછપરછ બાદ વધુ નામો સામે આવી શકે છે. 25 વર્ષીય ઓમકારેશ્વર ઠાકુરે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે જુલાઈ 2021માં ગિટહબ પર સુલ્લી ડીલ્સ એપ બનાવી હતી. એપના માધ્યમથી અનેક મુસ્લિમ મહિલાઓના ફોટા તેમની સંમતિ વિના હરાજી માટે અપલોડ કરવામાં આવ્યા હતા.
ઓમકારેશ્વર ઠાકુરે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે જાન્યુઆરી 2020 માં ટ્વિટર હેન્ડલ @gangescion નો ઉપયોગ કરીને ટ્વિટર પર ટ્રેડ મહાસભા નામના એક ગ્રુપમાં જોડાયો હતો. આ પછી સભ્યોએ ચર્ચા કરી અને મુસ્લિમ મહિલાઓને ટ્રોલ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. હંગામા બાદ તમામ લોકોએ પોતાના તમામ સોશિયલ મીડિયા ફૂટપ્રિન્ટ્સ ડિલીટ કરી દીધા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર