Home /News /national-international /છત્તીસગઢ: નક્સલિઓએ કર્યો આઈઈડી બ્લાસ્ટ, 9 જવાન શહીદ

છત્તીસગઢ: નક્સલિઓએ કર્યો આઈઈડી બ્લાસ્ટ, 9 જવાન શહીદ

છત્તીસગઢના સુકમા જીલ્લામાં નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો હોવાની ઘટના સામે આવી છે...

છત્તીસગઢના સુકમા જીલ્લામાં નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો હોવાની ઘટના સામે આવી છે...

છત્તીસગઢના સુકમા જીલ્લામાં નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં 9 જવાન શહીદ થયા છે. બસ્તર ડીઆઈજી સુંદરરાજ પીએ ન્યૂઝ 18ને જણાવ્યું કે, સ્થિતિની સમિક્ષા કરવામાં આવી રહી છે. શહીદોની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. આ ઘટનામાં 25થી વધુ જવાન ઘાયલ થયાના પણ સમાચાર મળી રહ્યા છે.



મળતી માહિતી મુજબ, નક્સલીઓએ સીઆરપીએફનો એંટી લેંડ માઈન વ્હીકલ આઈઈડી બ્લાસ્ટ કરી દીધો છે. સુકમાના કાસરમ અને પલોદી પાસે બીડબલ્યૂ કોબરા, સીઆરપીએફ 212, એસટીએફ અને માઓવાદીઓ વચ્ચે હાલમાં મુઠભેડ ચાલુ છે. આ મુઠભેડમાં નક્સલીઓ તરફથી આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. આમાં 9 જવાન શહીદ થયાના સમાચાર મળી રહ્યા છે. આ સિવાય 25 જવાન ઘાયલ થયાની પણ માહિતી મળી રહી છે. જેમાંથી 10ની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.



આ બાજુ પોલિસ તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુઠભેડમાં કેટલાક નક્સલીઓ પણ મારવામાં આવ્યા છે. જોકે, મરનારની સંખ્યાને લઈ હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. સૂત્રોનું માનીએ તો, ઈન્ટેલિજન્સ બ્યૂરોએ બસ્તરમાં નક્સલિઓને લઈ એલર્ટ જાહેર કર્યું છે. આમાં નક્સલીઓ દ્વારા મોટી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર કરવાનું બતાવવામાં આવી રહ્યું છે.
First published:

Tags: Chhattisgarh, IED blast, Made, Martyred, Naxalites, Soldiers