Home /News /national-international /કોંગ્રેસની નવી રાજનીતિ: હિમાચલમાં 'પરિવારવાદ'ને જાકારો આપી કોમેનમેનના માથે તાજ પહેરાવ્યો

કોંગ્રેસની નવી રાજનીતિ: હિમાચલમાં 'પરિવારવાદ'ને જાકારો આપી કોમેનમેનના માથે તાજ પહેરાવ્યો

himachal congress

હિમાચલમાં લાંબી ખેંચતાણ બાદ કોંગ્રેસે મુખ્યમંત્રી પદ માટે સુખવિંદર સિંહ સુક્ખૂના નામ પર મહોર લગાવી દીધી છે. સુક્ખૂ રાજ્યના 15માં મુખ્યમંત્રી બનશે.

નવી દિલ્હી: હિમાચલમાં લાંબી ખેંચતાણ બાદ કોંગ્રેસે મુખ્યમંત્રી પદ માટે સુખવિંદર સિંહ સુક્ખૂના નામ પર મહોર લગાવી દીધી છે. સુક્ખૂ રાજ્યના 15માં મુખ્યમંત્રી બનશે. તો વળી ડેપ્યુટી સીએમ મુકેશ અગ્નિહોત્રીને બનાવાનો નિર્ણય કર્યો છે, તેની સાથે જ દેશની સૌથી જૂની પાર્ટીએ રાજકારણમાંથી પરિવારવાદને જાકારો આપવાનો સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. પહેલા પાર્ટીમાં બિન ગાંધી પરિવારના અધ્યક્ષ અને હવે ક્ષેત્રિય સમીકરણોને ફગાવી દેવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસે હિમાચલમાં છ વાર મુખ્યમંત્રી રહેલા દિવંગત વીરભદ્ર સિંહના પરિવારની જગ્યાએ એક કોમનમેન સુક્ખૂ પર વિશ્વાસ મુક્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મોદીના કારણે જીત્યા, હિમાચલમાં નસીબના કારણે હાર્યા: નીતિન ગડકરી

આ અગાઉ વીરભદ્રની પત્ની અને મંડીથી સાંસદ પ્રતિભા સિંહને નવા સીએમની રેસમાં ખુદને જબરદસ્ત રીતે આગળ મુકી રહ્યા હતા, પણ કોઈ ફાયદો થયો નહીં. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પ્રતિભાના દીકરા વિક્રમાદિત્યની સીટ છોડવાની રજૂઆત પણ કામ ન આવી.

પરિવારવાદને કોંગ્રેસ આપ્યો જાકારો


એવું લાગે છે કે, અત્યાર સુધી પરિવારવાદના નામ પર ઘેરાતી રહેતી કોંગ્રેસ હવે આ કલંકથી દૂર ભાગતી દેખાઈ રહી છે અને તેના માટેની તૈયારી પણ કરી લીધી છે. આ જ કારણ છે કે, હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા ખેંચતાણ અને વાડાબંધીની વચ્ચે પાર્ટીએ પહાડ અને હોલી લોજને નજરઅંદાજ કરી દીધું છે. અહીં એ ચહેરા પર દાવ લગાવ્ય છે, જેની છબી કોમનમેનની રહેલી છે. તેની સાથે જ ગઠબંધનમાં કામ કરવાનો લાંભો અનુભવ પણ છે. પાંચ વાર ધારાસભ્ય અને નગર નિગમમાં બે વાર કાઉન્સિલર પણ રહ્યા છે. સીએમ અને ડેપ્યુટી સીએમ રવિવારે બપોરે 1.30 કલાકે રિજ મેદાનમાં શપથ લેશે.

પ્રતિભાને સંગઠને મનાવી લીધા


હિમાચલમાં બે દિવસથી સીએમના નામ પર મંથન થયા. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહે ખુદને સીએમ તરીકે પ્રમોટ કરીને જબરદસ્ત લોબિંગ કર્યું. સંગઠન પર પ્રેશર બનાવાની કોશિશ કરી. પણ વાત જામી નહીં તો સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા. અને બીજા જ દિવસે સુક્ખૂનું નામ ફાઈનલ થઈ ગયું. ત્યારે પ્રતિભા સિંહની સામે સમાધાન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. સંગઠને પ્રતિભા કેમ્પને ડેપ્યુટી સીએમની ઓફર આપી, તેની સાથે જ કેબિનેટમાં મહત્વના મંત્રાલય આપવાનો વિશ્વાસ પણ આપી દીધો. જેને લઈને પ્રતિભા ખુશ થઈ ગયા અને મામલો થાળે પડી ગયો.
First published:

Tags: Congress Himachal

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો