સરહદ પારથી ઘૂષણખોરીનો પ્રયાસ! સુખોઈએ તોડી પાડ્યું પાકિસ્તાની ડ્રોન

News18 Gujarati
Updated: March 5, 2019, 7:40 AM IST
સરહદ પારથી ઘૂષણખોરીનો પ્રયાસ! સુખોઈએ તોડી પાડ્યું પાકિસ્તાની ડ્રોન
ભારતીય વાયુસેનાના ફાઇટર પ્લેન સુખોન MKI-30ની ફાઇલ તસવીર

રાજસ્થાનના શ્રીગંગાનગરથી મોટા સમાચાર મળી રહ્યાં છે. અહીંયા એરફોર્સે સવારે આંતરાષ્ટ્રીય સરહદે એક ડ્રોનને તોડી પાડ્યું હતું.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: રાજસ્થાનના શ્રીગંગાનગરથી એક મોટા સમાચાર મળી રહ્યાં છે. અહીંયા ભારતીય વાયુ સેના દ્વારા સવારે ભારત-પાકિસ્તાન ઇન્ટરનેશલ બોર્ડર પર સરહદની પેલે પાર એક અજાણ્યા ડ્રોનને તોડી પાડ્યું છે. સ્થાનિકોનો દાવો છે કે સવારે 11.30 વાગ્યે એક જોરદાર ધડાકો સાંભળવામાં આવ્યો હતો. જોકે, એરફોર્સ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સવારે 11.30 વાગ્યે પાકિસ્તાન તરફથી એક ડ્રોન બીકાનેર પાસે ભારતની હવાઈ સીમાનું ઉલ્લંઘન કરી પ્રવેશ્યું હતું. એરફોર્સના જેટ વિમાનોએ હવામાં મિસાઇલ તાકી અને ડ્રોન ઉડાડી દીધું હતું, જેનો કાટમાળ ફોર્ટ અબ્બાસની બીજી બાજુ પડ્યો હતો.

આ પણ વાંચો: હું વધુ રાહ નથી જોઈ શકતો, વીણી-વીણી હિસાબ લઈશ, ઘરમાં ઘુસીને મારીશુ: મોદી

ધડકાાનો એક વીડિયો પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો દ્વારા જોઈ શકાય છે કે રણમાં કાટમાળ પડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના 10થી 12 ફાઇટ જેટ્સે રાજસ્થાનના અનૂપગઢ વિસ્તારમાં હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યુ હતું તેથી આ વખતે એરફોર્સ દ્વારા સતર્કતા વર્તવામાં આવી છે.

આ પણ વાંચો: એર સ્ટ્રાઇક પર સિદ્ધુનો સવાલ, 300 આતંકવાદી માર્યા કે ઝાડ ઉજાડ્યા?અગાઉ કચ્છ બોર્ડર પર પણ ભારતની એર સ્ટ્રાઇક બાદ એક ડ્રોને ઘૂષણખોરીનો પ્રયાસ કરતા તેને એરફોર્સ દ્વારા તોડી પડાચું હતું. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા ફિદાયીન હુમલા બાદ પાકિસ્તાનની ધરતી પર જઈને ભારતીય એરફોર્સે એર સ્ટ્રાઇક કરી હતી. ત્યારબાદ ભારતની હવાઈ સીમામાં પાકિસ્તાનના જેટ વિમાન ઘૂસી આવ્યા હતા. આ વિમાનોને પરત ધકેલતા સમયે ભારતના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદને મિગ-21 બાઇસનથી એક એફ-16ને તોડી પાડ્યું હતું.

આ પણ વાંચો: ભારત વિરુદ્ધ પાકિસ્તાને F-16 નહીં આ ચાઇનીઝ જેટ વાપર્યુ હતું: રિપોર્ટ

આ ડૉગ ફાઇટ દરમિયાન વિંગ કમાન્ડરનું પ્લેન ક્રેશ થતા તેઓ પેરાશૂટની મદદથી પાકિસ્તાની ધરતી પર ઊતર્યા હતા જ્યાં તેમને આર્મીએ પકડી લીધા હતા. ભારતની કૂટનીતિના કારણે કેપ્ટન અભિનંદનને 60 કલાકથી ઓછા સમયમાં પાકિસ્તાને પરત છોડ્યા હતા. આ ઘટનાક્રમોના લીધે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થયો નથી, એવામાં ફરી એક વાર ડ્રોનની ઘટના બનતા તણાવપૂર્તક સ્થિતિ પ્રવર્તી છે.
First published: March 4, 2019, 8:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading