Punjab: સુખબીર બાદલની કાર પર હુમલો, અકાલી કાર્યકર્તાઓ પર થયું ફાયરિંગ

Punjab: સુખબીર બાદલની કાર પર હુમલો, અકાલી કાર્યકર્તાઓ પર થયું ફાયરિંગ
અકાલી દળનો આરોપ છે કે કૉંગ્રેસના કાર્યકર્તાઓએ હુમલો કરાવ્યો. (Photo: ANI)

અકાલી દળનો આરોપ છે કે કૉંગ્રેસના કાર્યકર્તાઓએ હુમલો કરાવ્યો, સુખબીર બાદલ સુરક્ષિત

  • Share this:
    ચંદીગઢ. પંજાબ (Punjab)ના જલાલાબાદ (Jalalabad)માં નગર કાઉન્સિલ ચૂંટણી પહેલા તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ ગઈ છે. અહીં અકાલી દળના ઉમેદવારનું નામાંકન કરવા પહોંચેલા નેતા સુખબીર બાદલ (Sukhbir Badal)ની કાર પર હુમલો થયો છે. આ દરમિયાન તેમની કારને નુકસાન પહોંચ્યું છે. સાથોસાથ ઉપદ્રવીઓ તરફથી અકાલી દળ (Akali Dal)ના કાર્યકર્તાઓ પર ફાયરિંગ કર્યું હોવાના પણ અહેવાલ છે. આ ઘટના બાદ અકાલી દળ અને કૉંગ્રેસ (Congress) કાર્યકર્તાઓની વચ્ચે ઝઘડો થયો છે.

    જલાલાબાદમાં આજે નગર કાઉન્સિલ ચૂંટણીમાં અકાલી દળના ઉમેદવારની નામાંકન પ્રક્રિયા થવાની હતી. આ સંબંધમાં પાર્ટી પ્રમુખ સુખબીર બાદલ પણ ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની કાર પર હુમલો થયો. અકાલી દળે કૉંગ્રેસ પર આ હુમલાનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અકાલી દળ અને કૉંગ્રેસના કાર્યકર્તાઓની વચ્ચેના ઘર્ષણમાં પથ્થરમારો થયો અને ફાયરિંગ પણ થયું છે. અહેવાલ છે કે ત્રણ અકાલી કાર્યકર્તાઓને ગોળી વાગી છે.



    આ પણ વાંચો, બજેટની ઘોષણા બાદ સેલરી અને રિટાયરમેન્ટ સેવિંગ્સ પર પડશે બમણો માર, જાણો કેટલી થશે અસર

    ભીડે સુખબીર બાદલની કાર પર હુમલો કર્યો ત્યારે બાદલ કારમાં હાજર નહોતા. તેમને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન બે અકાલી દળના સભ્યો ઘાયલ થયા છે. પાર્ટીએ કૉંગ્રેસ પર નામાંકન પત્ર ભરવાથી રોકવાનો આરોપ લગાવ્યો છે. અકાલી દળનું કહેવું છે કે કૉંગ્રેસ અમને નામાંકન કરવાથી રોકવા માંગતી હતી. તેના કારણે આ હુમલો કરવામાં આવ્યો છે.

    અંગ્રેજી અખબાર ‘ધ ટ્રિબ્યૂન’ સાથેની વાતચીતમાં યૂથ અકાલી દળના પ્રમુખ પરમહંસ સિંહ રોમાનાએ જણાવ્યું કે, ગુરુવારે કથિત રીતે કૉંગ્રેસ કાર્યકર્તાઓના હુમલામાં અકાલી દળના 3 કાર્યકર્તા ફાયરિંગમાં ઘાયલ થયા છે. તેઓએ આરોપ લગાવ્યો કે હુમલાખોરોનું નેતૃત્વ કૉંગ્રેસ ધારાસભ્યાન ભાઈ કરી રહ્યા હતા. તેમના જણાવ્યા મુજબ આ હુમલો જલાલાબાદ એસડીએમ કાર્યાલયની બહાર થયો.

    આ પણ વાંચો, NASAની કાર્યકારી ચીફ તરીકે ભારતીય મૂળની ભવ્યા લાલની નિમણૂક, જાણો તેમનાં વિશે બધું જ

    મીડિયા રિપોર્ટ મુજબ, રોમાનાએ દાવો કર્યો છે કે આ હુમલો સુખબીર બાદલ પર કરવામાં આવ્યો હતો. કારણ કે તેમની એસયૂવી ઉપર પણ પથ્થરમારો થયો છે. ટ્રિબ્યૂનને તેમણે જણાવ્યું કે, સુખબીર બાદલ સુરક્ષિત છે. હુમલાખોરોએ તેમની બુલેટ પ્રુફ કાર પર ફાયરિંગ કર્યું હતું અને પથ્થર પણ ફેંક્યા હતા.
    Published by:Mrunal Bhojak
    First published:February 02, 2021, 14:51 pm