Home /News /national-international /AAPના એક મોટા નેતાને 10 કરોડ રૂપિયા આપ્યા હોવાનો ઠગ સુકેશ ચંદ્રશેખરનો દાવો

AAPના એક મોટા નેતાને 10 કરોડ રૂપિયા આપ્યા હોવાનો ઠગ સુકેશ ચંદ્રશેખરનો દાવો

ઠગ સુકેશ ચંદ્રશેખરનો મોટો ઘટસ્ફોટ

Sukesh Chandrashekhar: મની લોન્ડ્રિંગ કેસમાં જેલમાં બંધ દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે ગંભીર આરોપ લગાવ્યા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને લખેલા પત્રમાં 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરે આરોપ લગાવ્યો છે કે તેણે સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા આપ્યા હતા. એટલું જ નહીં, તેણે દાવો કર્યો છે કે તેણે તિહાડ ડીજીને પણ પૈસા આપ્યા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. મની લોન્ડ્રિંગ કેસમાં જેલમાં બંધ દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે ગંભીર આરોપ લગાવ્યા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને લખેલા પત્રમાં 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરે આરોપ લગાવ્યો છે કે તેણે સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા આપ્યા હતા. એટલું જ નહીં, તેણે દાવો કર્યો છે કે તેણે તિહાડ ડીજીને પણ પૈસા આપ્યા છે.

    દિલ્હી એલજીને સંબોધીને લખેલા પત્રમાં સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે તે સત્યેન્દ્ર જૈનને 2015થી ઓળખે છે અને તેણે આમ આદમી પાર્ટીને 50 કરોડનું યોગદાન આપ્યું હતું, જેના બદલામાં આમ આદમી પાર્ટીએ તેને દક્ષિણ ભારતમાં પાર્ટીમાં મુખ્ય પદની ઓફર કરી હતી અને રાજ્યસભામાં પણ મોકલવાનું વચન આપ્યું હતું. સુકેશે તેના પત્રમાં દાવો કર્યો છે કે તે ભ્રષ્ટાચાર અને અર્થશાસ્ત્રના ગુનાના કેટલાક મામલામાં 2017થી જેલમાં બંધ છે.

    આ પણ વાંચોઃ માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક જાહેર; PM મોદીએ આદિવાસી સમાજના કલ્યાણ માટે લીધી પ્રતિજ્ઞા

    પત્ર અનુસાર સુકેશે કહ્યું, 'જ્યારે 2017માં પાર્ટી સિંબલ કેસમાં મારી ધરપકડ કરવામાં આવી હતી અને હું તિહાડ જેલમાં હતો, ત્યારે જેલ મંત્રી સત્યેન્દ્ર જૈન આવ્યા હતા અને મને ઘણી વખત મળ્યા હતા અને મને ઘણી વાર પૂછ્યું હતું કે ધરપકડ કરનારી એજન્સીને તમે મને જે પૈસા આપ્યા છે તે વિશે કોઈને જાણકારી તો નથી આપીને. 2019 માં, હું સત્યેન્દ્ર જૈન અને તેમના સચિવ સત્યેન્દ્ર કુમાર જૈનને મળ્યો હતો. આ સાથે હું તેના ખાસ મિત્ર સુશીલને જેલમાં મળ્યો હતો અને મને જેલમાં સુરક્ષા અને બેઝિક ફેસિલિટી માટે દર મહિને 2 કરોડ રૂપિયાની પ્રોટેક્શન મની આપવાનું કહેવામાં આવ્યું હતું.

    સુકેશે આરોપ લગાવ્યો છે કે મને ડીજી તિહાડ જેલ સંદીપ ગોયલને 1.5 કરોડ રૂપિયા આપવાનું પણ કહેવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે ડીજી તેમના વફાદાર સહયોગી છે. મારા પર 2-3 મહિનામાં 10 કરોડ રૂપિયા આપવાનું દબાણ કરવામાં આવ્યું હતું. આ તમામ પૈસા કલકત્તામાં સત્યેન્દ્ર જૈનના ખાસ સહયોગી ચતુર્વેદીએ ભેગા કર્યા હતા. મેં સત્યેન્દ્ર જૈનને કુલ 10 કરોડ રૂપિયા અને ડીજી તિહાડ જેલ સંદીપ ગોયલને 12.50 કરોડ રૂપિયા આપ્યા હતા.

    તેણે વધુમાં કહ્યું કે, 'EDની તપાસ દરમિયાન, મેં DG તિહાડ દ્વારા ચલાવવામાં આવેલા રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને હાઈકોર્ટ દ્વારા આ કેસમાં CBI તપાસની માંગણી પણ કરી હતી, જેમાં કોર્ટે નોટિસ જારી કરી છે અને આવતા મહિને સુનાવણી રાખી છે. સીબીઆઈની તપાસ દરમિયાન પણ મેં સત્યેન્દ્ર જૈન અને ડીજી તિહાડને આપવામાં આવેલા પૈસાની માહિતી આપી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Aaam Aadmi Party, Satyendra Jain, Sukesh Chandrashekhar Case

    विज्ञापन
    विज्ञापन