Home /News /national-international /જેલમાં રહેલો આરોપી અધિકારીઓને દર મહિને આપતો હતો 1 કરોડ 15 લાખ, ફાઇવ સ્ટાર હોટલથી ખાવાનું આવતું
જેલમાં રહેલો આરોપી અધિકારીઓને દર મહિને આપતો હતો 1 કરોડ 15 લાખ, ફાઇવ સ્ટાર હોટલથી ખાવાનું આવતું
200 કરોડ રૂપિયાની વસુલી મામલામાં ઘણો મોટો ખુલાસો થયો
લગભગ 40 કેદીઓની ક્ષમતા વાળી તિહાડની એક બેરકમાં સુકેશ ચંદ્રેશેખર એકલો રહેતો હતો, લની આરામવાળી બેરકમાંથી એક સૌથી લેટેસ્ટ આઈફોન અને એક અન્ય ફોનની મદદથી વસુલીનું રેકેટ ચલાવી રહ્યો હતો
નવી દિલ્હી : તિહાડ જેલમાં (Tihar Jail)બંધ સુકેશ ચંદ્રેશેખર (Sukesh Chandrashekhar) દ્વારા 200 કરોડ રૂપિયાની વસુલી મામલામાં ઘણો મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (Economic Offence Wing) એટલે કે ઇઓડબલ્યૂએ ઘણી તપાસ પછી ખુલાસો કર્યો છે. EOWના મતે સુકેશ ચંદ્રેશેખરને તિહાડની રોહણી જેલમાં (Rohini Jail)આરામ માટે આખો એક બેરક આપવામાં આવી હતી. લગભગ 40 કેદીઓની ક્ષમતા વાળી તિહાડની આ બેરકમાં સુકેશ ચંદ્રેશેખર એકલો રહેતો હતો. ખાસ વાત એ છે કે આ બેરકમાં સુકેશની ગતિવિધિઓને તિહાડ પ્રશાસનની નજરથી બચવા માટે બેરક સાથે જોડાયેલા બધા જ સીસીટીવી પર પડદા ઢાંકી દીધા હતા.
EOWના મતે સુકેશ જેલની આરામવાળી બેરકમાંથી એક સૌથી લેટેસ્ટ આઈફોન અને એક અન્ય ફોનની મદદથી વસુલીનું રેકેટ ચલાવી રહ્યો હતો. સુકેશના લાખો રૂપિયાની કિંમતના આ આઇફોનમાં ઇઝરાયેલનું એક સિમ હતું. જેના દ્વારા કોલ સ્પૂફિંગ કરીને 200 કરોડની વસુલી કરી હતી. ખાસ વાત એ છે કે તિહાડના અધિકારી જે આ મામલામાં પકડાયા છે તેણે સુરેશને ઇઝરાયેલનું સિમ ઉપલબ્ધ કરાવ્યું હતું.
આ આરામદાયક બેરેકમાંથી સુકેશ તિહાડ પ્રશાસનના અધિકારીઓને દર મહિને 1 કરોડ 15 લાખ રૂપિયા રિશ્વત આપતો હતો. રિશ્વતની આ રકમ લગભગ 10 મહિના સુધી સુકેશે તિહાડ પ્રશાસનના અધિકારીઓને આપી હતી. જેમાં તિહાડના બે અધિકારી DS બત્રા અને ધર્મવીર મીના આ પૈસા કલેક્ટ કરવા જતા હતા.
આ પૈસા સુકેશ દર 15 દિવસના ગાળામા બે ભાગમાં કેશ આપતો હતો. તિહાડ પ્રશાસનને આ પૈસા સુકેશનો મિડલ મેન અને આ મામલાનો આરોપી રમનાની ભાઇ તિહાડ અધિકારીઓને જેલની બહાર મિટિંગ કરીને આપતો હતો. સુકેશ તિહાડ જેલનું ખાવાનું ખાતો ન હતો. તેના માટે રોજ દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલથી ખાવાનું આવતું હતું. તિહાડના નિયમોને નેવે મુકીને સુકેશે આ આરામદાયક બેરેકમાંથી બોલિવૂડના ઘણા મોટો નામોને અલગ-અલગ અવાજ કાઢીને ફોન પણ કરતો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર