નોરા ફતેહી દ્વારા જેકલિન ફર્નાન્ડિઝ પર લગાવવામાં આવેલા આરોપોને મનઘડત ગણાવ્યા
જ્યારે નોરા મને મળી ત્યારે તેની પાસે મોંઘી કાર નહોતી, પરંતુ તેણે અને મેં સાથે મળીને એક લક્ઝરી કાર પસંદ કરી, જેનો સ્ક્રીન શોટ ED પાસે છે.સુકેશે તેના પત્રમાં દાવો કર્યો હતો કે તે અને જેકલિન ફર્નાન્ડિઝ સીરિયસ રિલેશનશિપમાં હતા અને તે નોરાને ઈગ્નોર કરતો હતો. આ સાથે તેણે કહ્યું કે 'નોરા મને મોંઘી બેગ અને જ્વેલરીની તસવીરો મોકલતી હતી, જે મેં તેને ગિફ્ટ કરી છે.
નવી દિલ્હી. ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી લખેલો વધુ એક પત્ર સામે આવ્યો છે. આ પત્રમાં સુકેશ ચંદશેખરે ફિલ્મ અભિનેત્રી નોરા ફતેહી દ્વારા જેકલિન ફર્નાન્ડિઝ પર લગાવવામાં આવેલા આરોપોને મનઘડત ગણાવ્યા છે. નોરા ફતેહી પર આરોપ લગાવતા સુકેશે કહ્યું કે નોરાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW) સામે અલગ-અલગ નિવેદનો આપ્યા છે, જે સાબિત કરે છે કે તે મનઘડત વાતો જણાવી રહી છે.
સુકેશે પોતાના પત્રમાં દાવો કર્યો છે કે 'નોરા ફતેહી હંમેશાં જેકલિનથી ઈર્ષ્યા કરતી હતી અને હંમેશાં મારું બ્રેઈનવોશ કરતી હતી. નોરા આમ કરતી હતી જેથી હું જેકલિનથી અલગ થઈ શકું અને તેને ડેટ કરી શકું. સુકેશે દાવો કર્યો કે 'નોરા તેને દિવસમાં ઓછામાં ઓછા 10 વખત ફોન કરતી હતી અને જો તે ક્યારેય ફોન ન ઉપાડતો તો તે તેને સતત ફોન કરતી હતી.
સુકેશ ચંદ્રશેખરે આરોપ લગાવ્યો કે, 'નોરાએ ખોટું કહ્યું કે તે મારી પાસેથી કાર લેવા નહોતી માગતી. જ્યારે નોરા મને મળી ત્યારે તેની પાસે મોંઘી કાર નહોતી, પરંતુ તેણે અને મેં સાથે મળીને એક લક્ઝરી કાર પસંદ કરી, જેનો સ્ક્રીન શોટ ED પાસે છે.
આ મહાઠગે પોતાની ચિઠ્ઠીમાં એમ પણ કહ્યું હતું કે 'નોરાએ જૂઠું ન બોલવું જોઈએ... સત્ય એ છે કે હું તેને રેન્જ રોવર આપવા માંગતો હતો પરંતુ તે સ્ટોકમાં નહોતો. તેથી મેં તેને S સિરીઝની BMW કાર ગિફ્ટ કરી, જે તેણે લાંબા સમય સુધી પોતાની પાસે રાખી.
સુકેશે તેના પત્રમાં દાવો કર્યો હતો કે તે અને જેકલિન ફર્નાન્ડિઝ સીરિયસ રિલેશનશિપમાં હતા અને તે નોરાને ઈગ્નોર કરતો હતો. આ સાથે તેણે કહ્યું કે 'નોરા મને મોંઘી બેગ અને જ્વેલરીની તસવીરો મોકલતી હતી, જે મેં તેને ગિફ્ટ કરી છે અને તે હજુ પણ તેનો ઉપયોગ કરી રહી છે. સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે 'તેણે નોરાને લગભગ 2 કરોડ રૂપિયાની ભેટ આપી છે. તેણી ક્યારેય તેનું બિલ નહીં બતાવે, કારણ કે એ વસ્તુઓ તેને ખરીદી છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર