કેરળમાં NIAએ પકડ્યો ISIS સંદિગ્ધ, શ્રીલંકા જેવા હુમલાનું હતું પ્લાનિંગ

ધરપકડ કરાયેલા વ્યક્તિની ઓળખ રિયાસ એ ઉર્ફે રિયાસ અબૂબકર ઉર્ફે રિયાસ અબૂ દુજાના તરીકે થઈ છે

ધરપકડ કરાયેલા વ્યક્તિની ઓળખ રિયાસ એ ઉર્ફે રિયાસ અબૂબકર ઉર્ફે રિયાસ અબૂ દુજાના તરીકે થઈ છે

 • Share this:
  રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ કેરળના પલક્કડના રહેવાસી 29 વર્ષીય એક યુવકની કથિત રીતે આતંકવાદી હુમલાનું કાવતરું રચવાના આરોપમાં ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ તે આ કૃત્ય કાસરગોડના આઈએસઆઈએસ મોડ્યૂલની મદદથી કરવાનો હતો.

  ધરપકડ કરાયેલી યુવકની ઓળખ રિયાસ એ ઉર્ફે રિયાસ અબૂબકર ઉર્ફે રિયાસ અબૂ દુજાના તરીકે થઈ છે. રિપોર્ટ મુજબ તેણે સ્વીકાર્યું છે કે તે શ્રીલંકા સિરિયલ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ જહરાન હાશિમથી પ્રેરિત હતો. તે હાશિમના ભાષણો અને વીડિયોને છેલ્લા લગભગ એક વર્ષથી સાંભળતો અને જોતો હતો. આ ઉપરાંત તે વિવાદિત ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઇકના પણ ભાષણ સાંભળતો હતો.

  આ પણ વાંચો, શું જીવતો છે ISIS ચીફ બગદાદી? પાંચ વર્ષ પછી આવ્યો વીડિયો

  તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તે કેરળમાં આત્મઘાતી હુમલો કરવા માંગતો હતો. શ્રીલંકામાં સિરિઅલ બ્લાસ્ટ બાદ એક મામલો સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે લગભગ 15 લોકો ઇસ્લામિક સ્ટેટ ગ્રુપમાં જોડાવા માટે ભારતની બહાર ગયો છે. તે સંબંધમાં એનઆઈએએ રવિવારે ત્રણ સંદિગ્ધોના ઘરે દરોડા પાડ્યા હતા. આ લોકો પર ઇસ્લામિક ગ્રુપમાં જોડાવા માટે દેશ છોડનારા આરોપીથી સંબંધ હોવાની આશંકા છે.
  Published by:Mrunal Bhojak
  First published: