Home /News /national-international /કાબુલમાં ચીનની હોટેલ પર હુમલો, અંદર અનેક ચીની નાગરિકો ફસાયા, બે પોલીસ અધિકારી સહિત 5ના મોત

કાબુલમાં ચીનની હોટેલ પર હુમલો, અંદર અનેક ચીની નાગરિકો ફસાયા, બે પોલીસ અધિકારી સહિત 5ના મોત

તાલિબાને આતંકી હુમલા પાછળ પાકિસ્તાન સમર્થિત ISISનો હાથ હોવાનું જણાવ્યું છે.

અફઘાનિસ્તાનના કાબુલમાં એક હોટલ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે. આ હોટેલમાં ચીનના નાગરિકો રોકાયા હતા. આ હુમલામાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. મૃતકોમાં બે પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આગલા દિવસે જ ચીનના રાજદૂત વાંગ યુએ કાબુલમાં અફઘાનિસ્તાનના નાયબ વિદેશ મંત્રી શેર મોહમ્મદ સ્ટાંકઝાઈ સાથે ચીની નાગરિકોની સુરક્ષાને લઈને મુલાકાત કરી હતી.

વધુ જુઓ ...
સોમવારે (12 ડિસેમ્બર) અફઘાનિસ્તાનના કાબુલમાં એક હોટલ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે. આ હોટેલમાં ચીનના નાગરિકો રોકાયા હતા. આ હુમલામાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. મૃતકોમાં બે પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આગલા દિવસે જ ચીનના રાજદૂત વાંગ યુએ કાબુલમાં અફઘાનિસ્તાનના નાયબ વિદેશ મંત્રી શેર મોહમ્મદ સ્ટાંકઝાઈ સાથે ચીની નાગરિકોની સુરક્ષાને લઈને મુલાકાત કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર હોટેલમાં અનેક ચીની નાગરિકો હાજર છે. ઓટોમેટિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓ દ્વારા હોટેલ પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરોએ આત્મઘાતી જેકેટ પણ પહેર્યા છે. હોટેલમાં જોરદાર વિસ્ફોટ પણ થયો છે. ચીન અને અન્ય દેશોના આંતરરાષ્ટ્રીય મહેમાનો આ "ચીની હોટેલ" માં રોકાય છે. ચીનના નાગરિકોમાં આ હોટેલ ખૂબ જ લોકપ્રિય છે. હોટેલમાં ગોળીબાર ચાલુ છે. આ હોટેલ કાબુલના શહર-એ-નૌ વિસ્તારમાં આવેલી છે.



આ પણ વાંચોઃ વોટ આપશો તો કામ થશે, નહીંતર કોઈના કામ નહીં કરુ: આ ધારાસભ્યએ મુસ્લિમ મતદારોને આપી ધમકી

અફઘાનિસ્તાનના ટોલો ન્યૂઝ અનુસાર, શહર-એ-નૌ વિસ્તારના રહેવાસીઓએ પુષ્ટિ કરી કે તેઓએ વિસ્ફોટ અને ગોળીબારનો અવાજ સાંભળ્યો. સુરક્ષા અધિકારીઓએ હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.

અફઘાનિસ્તાનમાં પોતાના દૂતાવાસ અને નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતાં ચીને આગલા દિવસે જ નક્કર વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી. ગયા અઠવાડિયે કાબુલમાં પાકિસ્તાનના દૂતાવાસને નિશાન બનાવીને હુમલો થયો હતો.
First published:

Tags: Afghanistan News, Attacks, Hotel

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો