Home /News /national-international /

Sudan Coup: વડાપ્રધાનની ધરપકડ, ઈન્ટરનેટ બંધ અને ઇમરજન્સી જાહેર, સુદાનમાં શું થઈ રહ્યું છે?

Sudan Coup: વડાપ્રધાનની ધરપકડ, ઈન્ટરનેટ બંધ અને ઇમરજન્સી જાહેર, સુદાનમાં શું થઈ રહ્યું છે?

સુદાનમાં તખ્તાપલટ (Sudan Coup)ની કવાયત વચ્ચે હવે અહીંના વડાપ્રધાનની જ ધરપકડ કરી લેવામાં આવી છે. (AP)

સુદાનમાં તખ્તાપલટ (Sudan Coup)ની કવાયત વચ્ચે હવે અહીંના વડાપ્રધાનની જ ધરપકડ કરી લેવામાં આવી છે અને સુદાનના પ્રમુખ જનરલે સોમવારે દેશમાં ઇમરજન્સી (emergency)ની જાહેરાત કરી.

  સુદાનમાં તખ્તાપલટ (Sudan Coup)ની કવાયત વચ્ચે હવે અહીંના વડાપ્રધાનની જ ધરપકડ કરી લેવામાં આવી છે અને સુદાનના પ્રમુખ જનરલે સોમવારે દેશમાં ઇમરજન્સીની જાહેરાત કરી. આ ઘટનાના અમુક કલાકો પહેલા તેમની સેનાએ કાર્યવાહક વડાપ્રધાન અબ્દુલ્લા હમદોકને તખ્તાપલટની કવાયતમાં કેદ કરી લીધા અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી નાખી. આ ઘટનાક્રમ એવા સમયે થયો જ્યારે દેશમાં સત્તા અસૈન્ય નેતૃત્વને સોંપવાની યોજના ચાલી રહી હતી. જનરલ અબ્દેલ ફતહ બુરહાને ટીવી પર આપેલા સંદેશમાં જાહેરાત કરી કે દેશની સત્તારૂઢ સ્વાયત્ત કાઉન્સિલ અને પ્રધાનમંત્રી અબ્દુલ્લા હમદોકના નેતૃત્વવાળી સરકારને ભંગ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે રાજકીય જૂથો વચ્ચેના સંઘર્ષને લઈને સેનાએ હસ્તક્ષેપ કરવા માટે બાધ્ય થવું પડ્યું પણ તેમણે દેશમાં લોકતાંત્રિક પ્રક્રિયા પૂર્ણ કરવાનો સંકલ્પ જણાવ્યો અને કહ્યું કે નવી ટેક્નોક્રેટ સરકાર સુદાનમાં ચૂંટણી કરાવશે.

  સત્તા પર સેનાના કબજાના વિરોધમાં હજારો લોકો રાજધાની ખાર્તૂમ અને તેની પાસેના શહેર ઓમડર્મનમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા. ઓનલાઈન પોસ્ટ થયેલા એક વિડીયોમાં પ્રદર્શનકર્તાઓને નારા લગાવતા સાંભળી શકાય છે- ‘લોકો મજબૂત છે, મજબૂત છે’ અને ‘પાછળ હટવું એ વિકલ્પ નથી.’ સોશ્યલ મીડિયા પર વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે મોટી સંખ્યામાં લોકો નીલ નદી પર બનેલા પુલને પાર કરીને રાજધાની પહોંચી રહ્યા છે. ‘સુદાનીઝ ડોક્ટર્સ કમિટી’ મુજબ ઓછામાં ઓછા 12 પ્રદર્શનકર્તાઓ ઘાયલ થઈ ચૂક્યા છે. પૂર્વ નિરંકુશ શાસક ઉમર અલ-બશિરને સત્તાથી હટાવ્યા બાદ બે વર્ષથી વધુ સમયથી લોકતાંત્રિક સરકાર બનાવવાના પ્રયત્નો વચ્ચે આ સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાક્રમ ત્યારે થયો જ્યારે બુરહાન સત્તારૂઢ અસ્થાયી પરિષદનું નેતૃત્વ અસૈન્ય સરકારને સોંપવાના હતા. અલ-બશિરના સત્તાથી હટ્યા બાદ તરત જ સ્વાયત્તશાસક કાઉન્સિલ સરકાર ચલાવી રહી હતી જેમાં સેના અને નાગરિક બંને સામેલ હતા. તેમના વચ્ચે સુદાનમાં અનેક મુદ્દા અમે લોકતાંત્રિક પ્રક્રિયાને અપનાવવાની ગતિ પર મતભેદ હતા.

  અમેરિકા અને યુરોપીય સંઘે સોમવારના ઘટનાક્રમ અંગે ચિંતા દર્શાવી. ‘હોર્ન ઓફ આફ્રિકા’ માટે અમેરિકી વિશેષ દૂત જેફરી ફેલ્ટમેનએ કહ્યું, ‘અમેરિકા આનાથી બહુ ચિંતિત છે અને તેણે સંકેત આપ્યો હતો કે સૈન્ય તખ્તાપલટથી આ ગરીબ દેશને અમેરિકી સહાયતા પર અસર પડશે.’ ‘હોર્ન ઓફ આફ્રિકા’માં જીબૂતિ, ઇરિટ્રીયા, ઈથિયોપિયા અને સોમાલિયા સામેલ છે. ‘યુએસ બ્યુરો ઓફ આફ્રિકન અફેર્સ’એ ટ્વિટર પર લખ્યું, ‘જેવું અમે વારંવાર કહ્યું છે, ટ્રાન્ઝીશનલ સરકારમાં બળપૂર્વક કોઇપણ પરિવર્તનથી અમેરિકી સહાયતા પર અસર પડી શકે છે.’ યુરોપિયન યુનિયનના એક્સટર્નલ અફેર્સના પ્રમુખ જોસેફ બોરેલની ટ્વીટ મુજબ સુદાનમાં સૈન્ય દળો દ્વારા વચગાળાના વડાપ્રધાન સહિત કેટલાય વરિષ્ઠ અધિકારીઓની ધરપકડ થવાના સમાચાર બહુ ચિંતાજનક છે અને તેઓ ઉત્તર પૂર્વીય આફ્રિકી રાષ્ટ્રમાં ઘટનાઓ પર નજર રાખી બેઠાં છે.

  બોરેલે લાંબા સમય સુધી શાસક રહેલા ઉમર અલ-બશિરના 2019માં સત્તાથી હટ્યા બાદ સુદાનના નિરંકુશતાથી લોકતંત્રની દિશામાં આગળ વધવાનો ઉલ્લેખ કરતાં કહ્યું, ‘યુરોપીય સંઘ બધા હિતધારકો અને ક્ષેત્રીય ભાગીદારોથી લોકતાંત્રિક શાસનને પરત લાવવાનું આહ્વાન કરે છે.’ સૂચના મંત્રાલયે વડાપ્રધાનની ધરપકડની પુષ્ટિ કરી હતી અને તેમને અજ્ઞાત સ્થાન તરફ લઈ જવામાં આવ્યા છે. તો મંત્રીઓને પણ ક્યાં રાખવામાં આવ્યા છે તેનો કોઈ પત્તો નથી. હમદોકના કાર્યાલયે ફેસબુક પર નિવેદન બહાર પાડ્યું છે કે તેમને અને તેમની પત્નીને સોમવારે સવારે પકડી લીધા છે અને તેમણે એને ‘સંપૂર્ણપણે તખ્તાપલટ’ જણાવ્યું છે.

  સૂચના મંત્રાલયે કહ્યું કે સત્તા પર કબજા હેઠળ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી નાખવામાં આવી અને દેશની સરકારી સમાચાર ચેનલે પરંપરાગત દેશભક્તિ સંગીત વગાડ્યું. સેનાએ ઓમડર્મનમાં સુદાનના સરકારી ટેલિવિઝન પર હુમલો કરીને કેટલાક કર્મચારીઓને પકડી લીધા. આ ધરપકડ એવા સમયે થઈ જ્યારે અસૈન્ય અને સૈન્ય નેતા વચ્ચે તણાવ વધી ગયો હતો. સપ્ટેમ્બરમાં તખ્તાપલટનો નિષ્ફળ પ્રયત્ન થયો અને અત્યંત રૂઢિવાદી ઇસ્લામ સમર્થકોને તેનાથી બળ મળ્યું જે નિરંકુશ પૂર્વ શાસક ઉમર અલ-બશિરને વ્યાપક વિરોધ પ્રદર્શનો બાદ સત્તાથી હટાવવાવાળા વિરુદ્ધ સૈન્ય સરકાર ઇચ્છતા હતા.

  વર્તમાન દિવસોમાં બંને જૂથો રસ્તાઓ પર તીવ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પરિષદનું નેતૃત્વ કરનારા બુરહાને ગયા મહિને જ ટીવી પર આપેલા સંદેશમાં કહ્યું હતું કે સેના સુદાનના લોકો દ્વારા ચૂંટાયેલી સરકારને જ સત્તા સોંપશે. બ્રિટન અને મિસ્ત્રથી 1956માં આઝાદ થયા બાદ સુદાનમાં કેટલીય વાર તખ્તાપલટ થયા. અલ-બશીરે 1989માં દેશની ચૂંટાયેલી સરકારને હટાવીને સત્તા પર કબજો કર્યો હતો. નામ જાહેર ન કરવાની શરતે બે અધિકારીઓએ પાંચ મંત્રીની ધરપકડની પુષ્ટિ કરી હતી.

  આ પણ વાંચો: અમિત શાહે કર્યો જમ્મુ કાશ્મીરનો પ્રવાસ, નવેમ્બરમાં આવશે વધુ એક વેક્સીન, વાંચો ટોપ 10 સમાચારો

  અધિકારીઓએ જણાવ્યું કે અધિકારીઓએ કહ્યું કે ધરપકડ કરાયેલા સરકારી સદસ્યોમાં ઉદ્યોગ મંત્રી ઇબ્રાહિમ અલ-શેખ, સૂચના મંત્રી હમજા બાલૌલ, અને દેશના સત્તારૂઢ ટ્રાન્ઝીશનલ બોડીના અદશ્ય મોહમ્મદ અલ-ફિકી સુલેમાન અને વડાપ્રધાન અબ્દુલ્લા હમદોકના મીડિયા સલાહકાર ફૈસલ મોહમ્મદ સાલેહ પણ સામેલ છે. હમદોકના કાર્યાલયના ઓફિશ્યલ ફેસબુક પેજ મુજબ ગવર્નર અયમાન ખાલિદની પણ ધરપકડ કરવામાં આવી છે. આફ્રિકી સંઘે હમદોક સહિત સુદાનના બધા નેતાઓને મુક્ત કરવાની અપીલ કરી છે. આફ્રિકી સંઘ પ્રમુખ મૌસ ફાકીએ કહ્યું, ‘દેશને બચાવવાનો એકમાત્ર રસ્તો સંવાદ અને સર્વસંમતિ અને લોકશાહી હસ્તાંતરણ છે.’
  Published by:Nirali Dave
  First published:

  Tags: Emergency, Sudan, World

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन