Sudan Coup: સુદાનમાં તખ્તાપલટની આશંકા, મંત્રીઓ અને સરકારી અધિકારીઓ કેદ, ઈન્ટરનેટ બંધ

સુદાનની સેનાએ મંત્રીમંડળના મોટાભાગના સભ્યો અને મોટી સંખ્યામાં સરકાર સમર્થક પાર્ટીના નેતાઓની ધરપકડ કરી લીધી છે. (AP)

સુદાનની સેનાએ મંત્રીમંડળના મોટાભાગના સભ્યો અને મોટી સંખ્યામાં સરકાર સમર્થક પાર્ટીના નેતાઓની ધરપકડ કરી લીધી છે. તો દેશના મુખ્ય લોકતંત્ર સમર્થક સમૂહ સુદાનીઝ પ્રોફેશનલ્સ એસોસિએશને સૈન્ય તખ્તાપલટનો મુકાબલો કરવા માટે લોકોને રસ્તાઓ પર ઉતરવાનું આહ્વાન કર્યું છે.

  • Share this:
    કાહિરા, એજેન્સી. સેના અને નાગરિક સરકાર વચ્ચે કેટલાય અઠવાડિયાથી ચાલી રહેલા તણાવ વચ્ચે દેશ તખ્તાપલટ (Sudan Coup) તરફ આગળ વધી રહ્યો છે. રોઇટર મુજબ સુદાનની સેનાએ મંત્રીમંડળના મોટાભાગના સભ્યો અને મોટી સંખ્યામાં સરકાર સમર્થક પાર્ટીના નેતાઓની ધરપકડ કરી લીધી છે. તો દેશના મુખ્ય લોકતંત્ર સમર્થક સમૂહ સુદાનીઝ પ્રોફેશનલ્સ એસોસિએશને સૈન્ય તખ્તાપલટનો મુકાબલો કરવા માટે લોકોને રસ્તાઓ પર ઉતરવાનું આહ્વાન કર્યું છે. સમૂહે કહ્યું છે કે દેશમાં ઈન્ટરનેટ અને ફોનના સિગ્નલ કામ નથી કરી રહ્યા.

    રોઇટરને એક સાક્ષીએ જણાવ્યું કે સુદાની સૈન્ય અને અર્ધસૈનિક દળોએ રાજધાની ખાર્તૂમમાં નાગરિકોના આવનજાવન પર પ્રતિબંધ મૂકી દીધો છે. દુબઈ સ્થિત અલ-અરબિયા ટીવી ચેનલ મુજબ, સેનાએ ખાર્તૂમ એરપોર્ટ બંધ કરી નાખ્યો છે અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને સ્થગિત કરી દેવામાં આવી છે. તો ફોન કામ ન કરવાને કારણે દેશમાં સૂચનાઓ નથી મળી શકતી. અત્યારે કોઈને એ ખબર નથી પડી રહી કે દેશમાં આખરે થઈ શું રહ્યું છે. લોકોને વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવવો મુશ્કેલ થઈ રહ્યો છે. દેશમાં પરિસ્થિતિ બહુ ઝડપથી બદલી રહી છે અને કહેવાય છે કે રસ્તાઓ અને મહત્વપૂર્ણ લોકોના ઘરની આગળ સેના તૈનાત છે.

    પીએમ અબ્દુલ્લા હમદોક નજરકેદમાં
    સોમવારની ધરપકડ સુદાનના અસૈન્ય અને સૈન્ય નેતાઓ વચ્ચે સપ્તાહોથી વધી રહેલા તણાવ બાદ થઈ છે. હાલના દિવસોમાં બંને જૂથો માર્ગો પર તીવ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

    સપ્ટેમ્બરમાં તખ્તાપલટનો નિષ્ફળ પ્રયત્ન થયો અને અત્યંત રૂઢિચુસ્ત ઇસ્લામ સમર્થકોને આનાથી બળ મળ્યું જે નિરંકુશ પૂર્વ શાસક ઉમર અલ-બશીરને વ્યાપક વિરોધ પ્રદર્શનો બાદ સત્તાથી હટાવવા વાળા વિરુદ્ધ સૈન્ય સરકાર ઈચ્છે છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ વડાપ્રધાન અબ્દુલ્લા હમદોકને તેમના ઘરે નજરકેદમાં રાખવામાં આવ્યા છે.

    નામ ન છાપવાની શરતે અધિકારીઓએ પાંચ સરકારી હસ્તીઓની ધરપકડની પુષ્ટિ કરી છે. અધિકારીઓએ કહ્યું કે ધરપકડ કરાયેલા સરકારી સદસ્યોમાં ઉદ્યોગ મંત્રી ઇબ્રાહિમ અલ-શેખ, સૂચના મંત્રી હમજા બાલૌલ, અને દેશના સત્તારૂઢ ટ્રાન્ઝીશનલ બોડીના અદશ્ય મોહમ્મદ અલ-ફિકી સુલેમાન અને વડાપ્રધાન અબ્દુલ્લા હમદોકના મીડિયા સલાહકાર ફૈસલ મોહમ્મદ સાલેહ પણ સામેલ છે.
    Published by:Nirali Dave
    First published: