SpaceXએ રચ્યો ઈતિહાસ, રોકેટથી ચાર અંતરિક્ષ યાત્રિકોને ISS માટે મોકલ્યા

SpaceXએ રચ્યો ઈતિહાસ, રોકેટથી ચાર અંતરિક્ષ યાત્રિકોને ISS માટે મોકલ્યા
ફોલ્કન રોકેટ 27 કલાકની યાત્રા પૂરી કર્યા બાદ મંગળવારે લગભગ સવારે 9.30 વાગ્યે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચશે

ફોલ્કન રોકેટ 27 કલાકની યાત્રા પૂરી કર્યા બાદ મંગળવારે લગભગ સવારે 9.30 વાગ્યે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચશે

  • Share this:
    વોશિંગટનઃ સ્પેસએક્સ (SpaceX) રોકેટ ચાર અમેરિકન અંતરિક્ષ યાત્રિકોને લઈ ફ્લોરિડા સ્પેસ સેન્ટર (Florida Space Station)થી રવિવારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (International Space Station-ISS) રવાના થઈ ગયું. ફોલ્કન રોકેટ 27 કલાકની યાત્રા પૂરી કર્યા બાદ મંગળવારે લગભગ સવારે 9.30 વાગ્યે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચશે. આ મિશનની ખાસ વાત એ છે કે આ રોકેટને એલોન મસ્કની કંપની સ્પેસએક્સે લૉન્ચ કર્યું છે.

    આ પહેલા નાસા (NASA)ને અંતરિક્ષ યાત્રિકોને ISS પર મોકલવા માટે રશિયાના સોયુજ રોકેટ પર નિર્ભર રહેવું પડતું હતું. રશિયા લગભગ એક દશકથી નાસાની મદદ કરી રહ્યું હતું. નોંધનીય છે કે નાસાએ આ મિશનને ‘ક્રૂ-1 મિશન’ નામ આપ્યું છે.



    આ પણ વાંચો, 14 કરોડ રૂપિયામાં વેચાયું ‘ન્યૂ કિમ’, બની ગયું દુનિયાનું સૌથી મોંઘું કબૂતર

    નોંધનીય છે કે, લગભગ 18 વર્ષ પહેલા અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ એલન મસ્કની કંપનીને અંતરિક્ષમાં રોકેટ મોકલવનું કામ આપવામાં આવ્યું હતું. નાસા એલન મસ્કની કંપનીની મદદથી એવા ગ્રહો પર મનુષ્યને મોકલવા માંગે છે જ્યાં જીવનની શક્યતા છે. સ્પેસએક્સ રોકેટમાં ચાર અંતરિક્ષ યાત્રી છે. આ યાત્રિકોમાં ત્રણ અમેરિકન છે અને એક જાપાનનો અંતરિક્ષ યાત્રી છે. નાસા તરફથી મે મહિનામાં પ્રયોગ તરીકે બે અંતરિક્ષ યાત્રિકોને ISS પર મોકલવાનું કામ કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો, ભાઈ બીજે પોતાની વ્હાલી બહેનને આપો બજેટ કિંમતવાળા આ શાનદાર Gadgets

    ત્યારબાદ ઓગસ્ટમાં સ્પેસએક્સનું આ રોકેટ બે અન્ય અંતરિક્ષ યાત્રિકોને લઈને પૃથ્વી પર પરત આવ્યું હતું. સ્પેસએક્સની આ સફળતા બાદ ફરી એકવાર તેને ‘ક્રૂ-1 મિશન’ માટે મોકલવામાં આવ્યું છે.
    Published by:Mrunal Bhojak
    First published:November 16, 2020, 12:05 IST

    ટૉપ ન્યૂઝ