Home /News /national-international /

Success Story: નાના ગામડાની યુવતી બની મોટર મિકેનિક, ભાઈના પેશનને બનાવી દીધું પોતાનું પ્રોફેશન

Success Story: નાના ગામડાની યુવતી બની મોટર મિકેનિક, ભાઈના પેશનને બનાવી દીધું પોતાનું પ્રોફેશન

મધ્ય પ્રદેશની યુવતીની આત્મનિર્ભરતાની સ્ટોરી

Success Story : ઈન્દ્રાવતી (indravati) કહ્યું - શરૂઆતમાં પરિવારને આ કામ પસંદ ન હતું. મારો નિર્ણય સાચો છે કે ખોટો તે મારા પિતા નક્કી કરી શક્યા નહીં. પરંતુ, માતાએ ટેકો આપ્યો અને ઇન્દ્રવતી આગળ વધી શકી

  Success Story : મિકેનિક કે બાઇક મિકેનિક (Bike Mechanic) જેવા શબ્દો કાને પડતા જ આપણા મનમાં પુરુષ મિકેનિક છબી તરી આવે છે. કોઈ સ્ત્રી મેકેનિક (Female Mechanic) હોય તે વાતની કલ્પના કરવી મુશ્કેલ છે. જોકે, મધ્યપ્રદેશ (Madhya Pradesh)ની એક યુવતીએ માત્ર પુરુષો જ મેકેનિકનું કામ કરી શકે તે ભ્રમણાને તોડી નાખી છે. આ યુવતીએ ભાઈના અવસાન પછી તેનો વ્યવસાય સ્વીકારી લીધો છે. લોકો આ મહિલા બાઇક મિકેનિકના કામની પ્રશંસા કરે છે અને તે આ વિસ્તારમાં તેના કામ માટે ખૂબ પ્રખ્યાત છે.

  આ યુવતીનું નામ ઇન્દ્રવતી વરકડે છે. તે મધ્યપ્રદેશના મંડલા જિલ્લાની છે. તે નાની હતી ત્યારે તેનો ભાઈ મનોજ તેને ગાડી પર ફેરવતો હતો. તેને ગાડીઓનો ખૂબ શોખ હતો, તેથી ઇન્દ્રવતીને પણ ગાડીઓ અંગે જ્ઞાન થવા લાગ્યું હતું. જોકે, રોડ અકસ્માતમાં મનોજનું મોત નીપજ્યું હતું. ભાઈના મૃત્યુ બાદ પરિવારની જવાબદારી ઈન્દ્રવતી પર આવી ગઈ હતી. માતા-પિતા મજૂર છે અને ઘરે નાનો ભાઈ છે. આવી સ્થિતિમાં ઇન્દ્રવતીએ કંઈક કરવાનું નક્કી કર્યું હતું.

  આઘાતમાંથી બહાર આવતા 4 વર્ષથી વધુ સમય લાગ્યો

  ઇન્દ્રવતી પાસે વિજ્ઞાન વિષય સાથેની સ્નાતકની પદવી હતી. ગામમાં ખૂબ ઓછી વિદ્યાર્થીનીઓએ વિજ્ઞાન વિષય સાથે અભ્યાસ કર્યો હતો. તેમાંથી એક ઇન્દ્રવતી છે. તેને વિજ્ઞાનમાં રસ હતો અને તે શરૂઆતથી જ ટેક્નો-સેવી પણ રહી છે. ખાસ કરીને પોતાના ભાઈના કારણે તેને કારમાં પણ ખૂબ રસ પડ્યો હતો. તેના ભાઈના મૃત્યુ પછી તેને આઘાતમાંથી બહાર આવતા 4 વર્ષથી વધુ સમય લાગ્યો હતો.

  NGOની મદદ લીધી

  ઇન્દ્રવતી કહે છે કે, આ સમય દરમિયાન પ્રદાન નામના એનજીઓ વિશે ખબર પડી હતી. સંસ્થાના યુથ આર્મ્સ પ્રોગ્રામમાં ગ્રામીણ યુવાનોને તેમની રુચિ અનુસાર કુશળતા વિકસાવવા અને વાંચવા માટે મદદ કરવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ બજાર અનુસાર તેમના માટે શું વધુ સારું રહેશે તેના માટે તૈયાર પણ કરવામાં આવે છે.

  ઇન્દ્રવતી વધુમાં કહે છે કે, હું મારા પરિવારનું ધ્યાન રાખવા માગતી હતી. ભાઈના મૃત્યુ બાદ પરિવારને દરેક રીતે સાથ-સહકારની જરૂર હતી. આવી સ્થિતિમાં મોટર મિકેનિક બનવું મારા મગજમાં સૌથી પહેલાં આવ્યું હતું. હું એનજીઓના સંપર્કમાં આવી અને તાલીમ લીધી હતી.

  માતાએ ટેકો આપ્યો

  તેનું કહેવું છે કે, શરૂઆતમાં પરિવારને આ કામ પસંદ ન હતું. મારો નિર્ણય સાચો છે કે ખોટો તે મારા પિતા નક્કી કરી શક્યા નહીં. પરંતુ, માતાએ ટેકો આપ્યો અને ઇન્દ્રવતી આગળ વધી શકી. છ મહિનાની ટ્રેનિંગ બાદ ઇન્દ્રવતીને જબલપુરના ટુ-વ્હીલર સર્વિસ સેન્ટરમાં નોકરી મળી ગઈ હતી. ત્યાં તે એક મોટર બાઈક મિકેનિકની પ્રોફાઈલ પર હતી અને તેને મહિને 8 હજાર રૂપિયા મળવા લાગ્યા હતા.

  અન્ય મહિલાઓને નોકરી આપીશ

  તે કહે છે કે, તે ટુ-વ્હીલર વર્કશોપ ખોલવા માંગે છે અને અન્ય મહિલાઓને પ્રોત્સાહિત કરવા માંગે છે. તેનું માનવું છે કે બાઇકિંગ અને મિકેનિક્સના ક્ષેત્રમાં જેટલી વધુ મહિલાઓ આવશે, તેટલું સારું રહેશે. એક જ વર્કશોપ પર વધુ સમય કામ કરવું એ લાંબા સમય સુધી ઠીક નથી. હું અત્યારે શીખી રહી છું. બાદમાં હું મારું કામ કરીશ અને અન્ય મહિલાઓને પણ નોકરી આપીશ.

  આ પણ વાંચોSidhu Moose Wala Murder: 2018માં સલમાન ખાન પણ હતો લોરેન્સ બિશ્નોઈના નિશાના પર - શું તમે જાણો છો?

  પ્રદાનનું કહેવું છે કે, ઈન્દ્રવતીને તેના ભાઈએ મોટરસાઈકલ શીખવાડ્યું હતી. હવે મોટરસાઇકલ મિકેનિક બનીનેતે તમામ સ્ટીરિયોટાઇપ્સને તોડી રહી છે. તે અમારી સાથે સંપર્કમાં આવી અને અમે તેને અમારા ટ્રેનિંગ પ્રોગ્રામ વિશે સમજાવ્યું. ઇન્દ્રવતી જેવી યુવતીઓને અમુક એડિશનલ સપોર્ટની જરૂર હોય છે, જો તેમને સપોર્ટ મળે તો તેઓ સારું કામ કરે છે.
  First published:

  Tags: Madhya pradesh, Madhya pradesh news, મધ્ય પ્રદેશ, મધ્ય પ્રદેશ સમાચાર

  આગામી સમાચાર