Home /News /national-international /success story: એક સમયે ભણવા માટે પૈસા પણ નહોતા, ઘર ચલાવવા માટે બીડીના કારખાનામાં કામ કરતો, આજે અમેરિકામાં બન્યા જજ

success story: એક સમયે ભણવા માટે પૈસા પણ નહોતા, ઘર ચલાવવા માટે બીડીના કારખાનામાં કામ કરતો, આજે અમેરિકામાં બન્યા જજ

surendran patel

આપને જણાવી દઈએ કે, સુરેન્દ્ર પટેલનો જન્મ કેરલના કાસરગોડમાં એક ગરીબ પરિવારમાં થયો હતો. પરિવારની આવક દરરોજની મજૂરીમાંથી થતી હતી. ત્યારે આવા સમયે સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ દરમિયાન પોતાના ખર્ચ માટે મજૂરી કરવી પડી.

  આપણે ત્યાં એવું કહેવાય છે કે, મન હોય તો, માળવે જવાય...જો તમારામાં કંઈ કરવાની ઈચ્છા અને ધગશ હોય તો, રસ્તો આપો આપ થઈ જાય છે. ભારતના દીકરાએ અમેરિકાના ટેક્સાસમાં જઈને જજ બનીને સાબિત કરી દીધું છે. તેનું નામ સુરેન્દ્ર પટેલ છે, જે ભારતમાં કેરલમાં રહે છે. આ પદ પર પહોંચવા માટે સુરેન્દ્ર પટેલે લાંબો સંઘર્ષ કરવો પડ્યો છે. સુરેન્દ્ર પટેલના જીવનની કહાની એટલી સંઘર્ષ ભરેલી છે કે, તેને દરેક ભારતીયે જાણવી જોઈએ. સુરેન્દ્ર પટેલે એક જાન્યુઆરીએ ટેક્સાસના ફોર્ટ બેન્ડ કાઉન્ટીમાં 240માં જિલ્લા જજના શપથ લીધા હતા.

  આપને જણાવી દઈએ કે, સુરેન્દ્ર પટેલનો જન્મ કેરલના કાસરગોડમાં એક ગરીબ પરિવારમાં થયો હતો. પરિવારની આવક દરરોજની મજૂરીમાંથી થતી હતી. ત્યારે આવા સમયે સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ દરમિયાન પોતાના ખર્ચ માટે મજૂરી કરવી પડી. પૈસા કમાવવા માટે તેણે બીડી બનાવાની ફેક્ટરીમાં કામ કરવાનું શરુ કરી દીધું. બીડીમાં તંબાકૂ ભરવા અને ફરી તેને પેક કરવાનું કામ સુરેન્દ્રનની બહેન પણ મદદ કરતી. તેનાથી પરિવારને ઠીક ઠાક આવક થઈ જતી હતી.

  આ પણ વાંચો: અમેરિકામાં રેપર ફ્રેન્ચ મોન્ટાનાના વીડિયો શૂટિંગ દરમિયાન ગોળીબાર, અનેક લોકો ગંભીર રીતે ઘાયલ

  10માં ભણવાનું છોડી દીધું


  સુરેન્દ્રનના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો, જ્યારે તેને 10માં ધોરણનો અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો હતો. પણ તેને ફટાફટ તેણે પાછુ એડમિશન લઈ લધું અને કાયદાના ક્ષેત્રમાં કરિયર બનાવાનું સપનું જોવા લાગ્યો. નોકરીના કારણે ઘણી વાર તે ઘણી વાર કોલેજે જઈ શકતો નહોતો., તેના મિત્રો તેને સતત નોટ્સ બનાવામાં મદદ કરતા હતા.

  કોલેજમાં પરીક્ષા આપતા અટકાવ્યો


  કોલેજમાં હાજરી ઓછી હોવાના કારણે સુરેન્દ્રનને પરીક્ષા આપતા પણ રોકવામાં આવ્યો હતો. જે બાદ સુરેન્દ્રને પોતાના પ્રોફેસરને અનુરોધ કર્યો કે, પરીક્ષામાં બેસવા દે. જો માર્ક્સ સારા ન આવે તો, મને કોલેજમાં આગળ વધતા અટકાવી દેશો. ત્યાર બાદ પ્રોફેસેરે તેને પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી દીધી અને સુરેન્દ્રને કોલેજમાં ટોપ કર્યું.

  ઉધારના પૈસાથી લો યૂનિવર્સિટીમાં એડમિશન


  કોલેજનો અભ્યાસ પુરો કર્યા બાદ સુરેન્દ્રને લો યૂનિવર્સિટીમાં એડમિશન લેવા માગતો હતો. પણ તેની પાસે એટલા પૈસા નહોતા. ત્યાર બાદ તેણે પોતાના મિત્રો પાસેથી ઉધાર પૈસા લઈને લો યૂનિવર્સિટીમાં એડમિશન લીધું. વર્ષ 1995માં સુરેન્દ્રન પટેલે પોતાની કાયદાની ડિગ્રી પુરી કરી અને કેરલના હોસદુર્ગમાં પ્રેક્ટિસ શરુ કરી દીધી. બાદમાં તેણે દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં કામ કરવાનું શરુ કર્યું.

  પત્નીના કારણે અમેરિકા જવું પડ્યું


  સુરેન્દ્રની અમેરિકાની યાત્રા ખૂબ જ રસપ્રદ રહી છે. હકીકતમાં જોઈએ તો, સુરેન્દ્રની પત્ની નર્સ છએ. વર્ષ 2007માં અમેરિકાની પ્રખ્યાત હોસ્પિટલમાં નોકરી કરવાનો મોકો મળ્યો. જે બાદ સુરેન્દ્રન પોતાની પત્ની અને બાળકો સાથે હ્યૂસ્ટન જતો રહ્યો. અહીં તેણે ફરીથી અમેરિકામાં વકીલાત કરવાનું શરુ કર્યું. નવેસરથી અભ્યાસ શરુ કર્યો અને 2011માં સ્નાતકની ડિગ્રી લીધી.

  2017માં મળી નાગરિકતા, 2022માં બન્યા જજ


  સુરેન્દ્ર કે પટેલે 2017માં અમેરિકાની નાગરિકતા લીધી. ત્યાર બાદ 2020માં જિલ્લા જજ બનવાનો પ્રથમ પ્રયાસ કર્યો, પણ બની શક્યો નહીં. ત્યાર બાદ વર્ષ 2022માં ફરીથી જિલ્લા જજ બનવાનો પ્રયાસ કર્યો અને સફળ રહ્યો.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Judge, United states of america

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन