Success Story: આંખોની રોશની ગુમાવી પરંતુ, હિંમત ન હારી, બન્યા પહેલા દ્રષ્ટિહીન જજ

કોચિંગ સેન્ટરોએ ટ્યુશન આપવાની ના પાડી દીધી

2008માં બાર આરજેએસની પરીક્ષામાં સફળતા ન મળી. તૈયારીઓ માટે કોચિંગ સેન્ટર ગયા તો, સેન્ટરના સંચાલકોએ ટ્યુશન માટે એડમિશનની ના પાડી દીધી

  • Share this:
    ન્યૂઝ18 પર આજની સક્સેસ સ્ટોરી એક એવા દ્રષ્ટિહીન વ્યક્તિની છે. જેમણે શારીરિક વિકલાંગતાને પોતાના લક્ષ્ય વચ્ચે ન આવવા દીધુ. દ્રષ્ટિહીનતાને સપનાઓ પર હાવી ન થવા દીધી અને તે રાજસ્થાનના પહેલા દ્રષ્ટિહીન ન્યાયાધીશ બન્યા. વાંચે રાજસ્થાનના પ્રથમ નેત્રહીન જજ બ્રહ્માનંદ શર્માની કહાની. 31 વર્ષના બ્રહ્માનંદ રાજસ્થાનના ભિલવાડા જીલ્લાના મોટ્રાસ ગામના વતની છે. તે અજમેર જીલ્લાના સરવર શહેરમાં સિવિલ ન્યાયાધીશ અને ન્યાયિક મેજીસ્ટ્રેટના પદ પર છે. તેમની આંખોની રોશની 22 વર્ષની ઉંમરમાં ગ્લેકોમા બીમારીના કારણે જતી રહી હતી.

    ગ્રામીણ પરિવેશના બ્રહ્માનંદે સરકારી સ્કૂલમાં અભ્યાસ કર્યો. તેમના પિતા રિટાયર્ડ શિક્ષક છે. બ્રહ્માનંદ બાળપણથી જ જજ બનવા માંગતા હતા. પરંતુ, આર્થિક તંગીના ચાલતા જે નોકરી મળી તે તેમણે કરી લીધી. ઈચ્છા ન હોવા છતા તેમણે 1996માં ભિલવાડામાં સાર્વજનિક નિર્માણ વિભાગની ઓફિસમાં એલડીસીના પદ પર નોકરી કરી. આ નોકરી દરમિયાન જ જજ બનવાના પોતાના સપનાને પુરા કરવા માટે મહેનત કરવા લાગ્યા. નોકરીની સાથે જ રાજસ્થાન જુડિશિયલ સર્વિસની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી.

    કોચિંગ સેન્ટરોએ ટ્યુશન આપવાની ના પાડી દીધી
    2008માં બાર આરજેએસની પરીક્ષામાં સફળતા ન મળી. તૈયારીઓ માટે કોચિંગ સેન્ટર ગયા તો, સેન્ટરના સંચાલકોએ ટ્યુશન માટે એડમિશનની ના પાડી દીધી. પરંતુ, તે હાર્યા નહી. તૈયારીમાં પત્ની અને ભત્રીજાએ મદદ કરી. તૈયારી માટે પત્ની અને ભત્રીજાના અવાજમાં પુસ્તકોને દિવસભર રેકોર્ડ કરાવતો અને રાત્રે સાંભળીને યાદ રાખતો. મહેનતનું ફળ 2013માં મળ્યું. રાજસ્થાન જ્યૂડિશિયલ સર્વિસ (આરજેએસ)ની પરીક્ષામાં 83મો રેન્ક મેળવ્યો.

    મામલો હાઈકોર્ટ પહોંચ્યો
    2013માં 20 નવેમ્બર આરજેએસમાં પસંદગીના 114માંથી 112 ઉમેદવારને પોસ્ટિંગ આપવામાં આવી. દ્રષ્ટીહીન હોવાના કારણે તેમની નિયુક્તિ અટકી ગઈ. મામલો હાઈકોર્ટ પહોંચ્યો. હાઈકોર્ટે નિયુક્તિની ભલામણ કરી અને તે રાજસ્થાનના પહેલા નેત્રહીન જજ બન્યા. 1 વર્ષની ટ્રેનિંગ મળી. જાન્યુઆરી 2016માં ચિત્તોડગઢના ન્યાયિક મેજીસ્ટ્રેટ તરીકે જોઈન કર્યું. હવે ટ્રાન્સફર સરવર કરવામાં આવ્યું.

    વકીલને અવાજથી જ ઓળખી કાઢે છે. હજારો વકીલોમાં પણ તે કોઈને ઓળખવામાં ભૂલ નથી કરતા. દરેક પક્ષની વાત સાંભળવા માટે ઈ-સ્પીક ડિવાઈસનો ઉપયોગ કરે છે. આ ડિવાઈસ કોઈ પણ નોટ્સને વાંચી સંભળાવે છે.
    Published by:kiran mehta
    First published: