story of the struggle : સફળતા સંસાધનો પર આધારિત નથી (Success Story). તેને માત્ર સખત મહેનતની જરૂર છે. અંકિતાએ તે સાબિત કર્યું છે. તેના માતા-પિતા શાકભાજી વેચે છે અને તેનો ભાઈ મજૂરી કરે છે. ઘણી વખત અંકિતા પણ જાતે લારી પર શાકભાજી વેચતી હતી. અંકિતા હવે આર્થિક સંકડામણ વચ્ચે સખત મહેનત કરીને સિવિલ જજ બની છે. ઈન્દોરના મુસાખેડીમાં રહેતી અંકિતા નાગર (Ankita Nagar) હવે 25 વર્ષની થઈ ગઈ છે. તેણે સિવિલ જજની પરીક્ષા (Civil Judge Exam) માં તેના SC ક્વોટામાં 5મું સ્થાન મેળવ્યું છે.
ખાસ વાત એ છે કે, જે પરીક્ષા પાસ કરી અંકિતા સિવિલ જજ બની છે, તેનું ફોર્મ ભરવા માટે પણ તેની પાસે પૈસા નહોતા. 800 રૂપિયાનું ફોર્મ હતું અને તેની પાસે માત્ર 500 રૂપિયા હતા. પછી માતાએ દિવસભર એક હાથલારી મૂકી અને ત્રણસો રૂપિયા ઉમેરી દીકરીને આપ્યા. હવે દીકરીની આ સિદ્ધિથી પરિવાર ખૂબ જ ખુશ છે. આજે અંકિતા સહિત સમગ્ર પરિવારનું સપનું સાકાર થયું છે. અંકિતાએ જણાવ્યું કે, તેણે બાળપણથી જ જીવનમાં સંઘર્ષ જોયો છે. કારણ કે, તેની આંખ ખુલતાની સાથે જ જોયું કે માતા-પિતાએ જીવન ચલાવવા માટે શાકભાજીની લારી ગોઠવી છે. માતા ઘરનાં બધાં કામો કરીને પિતા પાસે જતી અને સાથ આપતી.
આખો પરિવાર અભ્યાસમાં ધ્યાન આપતો હતો
અંકિતાએ કહ્યું કે જો સાંજે વધુ ગ્રાહકો હોય તો હું પણ લારી પર જઈને શાકભાજી વેચતી અને માતા-પિતાને મદદ કરતી. ક્યારેક હું ગ્રાહકોને શાકભાજી તોલીને આપતી તો ક્યારેક ગ્રાહકો પાસે પૈસા કલેક્ટ કરતી. મારા પરિવારે મને ભણવા માટે પ્રેરણા આપી. તેના કારણે તેની સિવિલ જજમાં પસંદગી થઈ છે. આખો પરિવાર એક થયો અને મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પરિવારના સંઘર્ષ વચ્ચે મારી પસંદગી થઈ છે. મને અને મારા પરિવારને આ વાતની જાણ થતાં જ પરિવારના તમામ સભ્યોની ખુશીનો પાર ન રહ્યો.
અંકિતાના સંઘર્ષની આ વાર્તા છે
અંકિતાનો સંઘર્ષ એ વાત પરથી સમજી શકાય છે કે, ઘણી વખત તેને અભ્યાસ માટે પૈસા લેવા પડતા હતા. અંકિતા તેના નાનકડા ઘરમાં રહીને અભ્યાસ કરતી હતી. ઘણી વખત આ ઘરને હવામાનનો માર સહન કરવો પડ્યો હતો. પરંતુ, આ અભાવ અંકિતા અને તેના પરિવારની ભાવના સામે વામન સાબિત થયો. તમને જણાવી દઈએ કે, અંકિતાએ વર્ષ 2017માં ઈન્દોરની એક પ્રાઈવેટ કોલેજમાંથી એલએલબી કર્યું હતું અને ત્યારબાદ 2021માં એલએલએમ પાસ કર્યું હતું. આ અભ્યાસની સાથે સાથે તેણે સિવિલ જજની તૈયારીમાં પણ સતત વ્યસ્ત રહેતી હતી. બે વખત પસંદ ન થયા પછી પણ માતા-પિતાએ સાથ આપ્યો અને ઉત્સાહ જાળવી રાખ્યો. અંકિતાએ પોતે હિંમત ન હારી અને પરીક્ષા આપવાનું ચાલુ રાખ્યું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર