NEET ટોપર નલીનની સફળતાનો મંત્ર: સ્માર્ટ ફોન નહી, ફેસબૂકથી દૂર

નલીન ખંડેલવાલનાં માતા-પિતા ડોક્ટર છે. તેને પરિવાર રાજસ્થાનનાં સીકર જિલ્લામાં રહે છે.

News18 Gujarati
Updated: June 6, 2019, 2:29 PM IST
NEET ટોપર નલીનની સફળતાનો મંત્ર: સ્માર્ટ ફોન નહી, ફેસબૂકથી દૂર
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 6, 2019, 2:29 PM IST
NEET 2019નું પરિણામ આવી ચુક્યુ છે. આ પરીક્ષામાં રાજસ્થાનનાં સીકરનાં ડોક્ટર માતા-પિતાનીં દિકરા નલીન ખંડેલવાલને આ પરીક્ષામાં 720માંથી 701 ગુણ મળ્યા છે અને સમગ્ર ભારતમાં ટોપ પર આવ્યા છે.

નલીનની ઇચ્છા છે કે, દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટુટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં અભ્યાસ કરવા માંગે છે. નલીને એઇમ્સની પરીક્ષા પણ આપી છે અને ટૂંક સમયમાં તેનું પરિણામ આવશે. નલીને જયુપર ખાતે આવેલી એલેન કરિયર ઇન્સ્ટિટ્યૂટમાં કોચિંગ લીધુ હતું.

કોચિંગ સેન્ટરનાં હેડ ઓશીષ અરોરાએ જણાવ્યું કે, નલીન ખુબ સાધારણ અને શરમાળ વ્યક્તિ છે. નલીન છેલ્લા બે વર્ષથી નીટની તૈયારી કરી રહ્યો હતો. નલીને બારમા ધોરણમાં 95.8 ટકા મેળવ્યા હતા.

નલીનનાં માતા-પિતા ડોક્ટર છે

નલીન ખંડેલવાલનાં માતા-પિતા ડોક્ટર છે. તેને પરિવાર રાજસ્થાનનાં સીકર જિલ્લામાં રહે છે. તેના પિતા રાકેશ બાળકોનાં ડોક્ટર છે અને સીકરમાં જ પ્રાઇવેટ હોસ્પિટલ ધરાવે છે. તેની માતા વનિતા સ્ત્રી રોગનાં નિષ્ણાત છે. તેનો મોટો ભાઇ એમબીબીએસનો અભ્યાસ કરે છે. તે જોધપુરની એસએનએમસી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે.

NEETમાં સફળતાનો મંત્ર
Loading...

નલીન છ કલાક કોચિંગમાં અભ્યાસ કર્યા પછી દિવસમાં સાત કલાક વાંચતો હતો. તેનું સોશિયલ મીડિયા પર કોઇ એકાઉન્ટ નથી. તેની પાસે કોઇ સ્માર્ટફોન પણ નથી.

નલીને જણાવ્યું કે, જે કોઇ ઉમેદવાર આ પરીક્ષા આપે છે તેમની કોઇ બેદરકારી હોવી જોઇએ નહીં. ખુબ મહેનત કરવી જોઇએ.

નલીને વધુમાં જણાવ્યુ કે, નીટની પરીક્ષામાં સફળતા મેળવવા માટે એનસીઆરટીનાં પુસ્તકો અને તેનો અભ્યાસક્રમ મહત્વપૂર્ણ છે. દરેક વિષયની પરીક્ષા માટે નલીને એનસીઆરટીનાં પુસ્તકો વાંચ્યા હતા અને તેમાંથી તેની નોંધો તૈયાર કરી હતી.
First published: June 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...