Home /News /national-international /Organic Farming: આજના યુગમાં ખેડૂતો પણ ટેક્નોલોજી સાથે ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા, વાંચો એક સફળ ખેડૂતની કહાની

Organic Farming: આજના યુગમાં ખેડૂતો પણ ટેક્નોલોજી સાથે ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા, વાંચો એક સફળ ખેડૂતની કહાની

દિલી માયાએ સજીવ ખેતીની શરૂઆત કરી અને તેઓએ તેમના ચાર ખેતરોને ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી લાયક બનાવવાનું શરૂ કર્યું હતું.

Organic Farming: પોલી હાઉસ સાથે ઓર્ગેનિક ફાર્મિંગ કરીને ત્રણ ગણી કામાણી કરી રહ્યો છે આ પરિવાર. દિલી માયા જણાવે છે કે, પેહલા તેઓ પણ સામાન્ય રીતે ખેતી કરી રહ્યા હતા. પરંતુ તેમાં કમાણી ખુબજ ઓછી થઇ રહી હતી. પરંતુ હવે ઓર્ગેનિક ફાર્મિંગ એક સારો વિકલ્પ બની રહ્યું છે.

વધુ જુઓ ...
  Organic Farming Success Story: ભારતમાં કરવામાં આવતું ઓર્ગેનિક ખેત ઉત્પાદન સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઇ રહ્યુ છે. અહીં વિશ્વભરના ખેડૂતો અને નિષ્ણાતો ઓર્ગેનિક ખેતીની વિષે માહિતી મેળવવા આવે છે. જો કે ભારતના મોટાભાગના રાજ્યોએ ઓર્ગેનિક ખેતી અને કુદરતી ખેતી અપનાવી રહ્યા છે. આ સાથે સિક્કિમને વિશ્વના પ્રથમ ઓર્ગેનિક રાજ્યનો ખિતાબ મળ્યો છે. અહીંના ખેડૂતોની નવીનતા, ઓર્ગેનિક ઉત્પાદનો અને ખેતીની સાથે માર્કેટિંગની શ્રેષ્ઠ રીત તેમને બાકીના ખેડૂતોથી ખૂબ જ અલગ બનાવે છે. આ પ્રયાસો માટે રાજ્યના ઘણા ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું છે.

  સફળ મહિલા ખેડૂત


  સિક્કિમની રાજધાની ગંગટોકમાં ઓર્ગેનિક ખેતી કરતી મહિલા ખેડૂત દિલી માયા ભટ્ટરાઈનું સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. તેમજ તે મહિલા ખડુતે જૈવિક ખેતી તેમજ તેની શ્રેષ્ઠ માર્કેટિંગ પદ્ધતિ માટે વર્ષ 2021માં મેઘાલયનો પ્રોગ્રેસિવ ફાર્મર એવોર્ડ પણ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે દિલી માયા હંમેશા ઓર્ગેનિક ખેતી કરતી ન હતી અને ન તો તેની પાસે વધારે જમીન હતી, પરંતુ 8 વર્ષ પહેલા તેણે રાસાયણિક ખેતી છોડીને ઓર્ગેનિક ખેતીમાં પોતાનો હાથ અજમાવ્યો અને આજે તેના ખેતરમાંથી શાકભાજી દેશ-વિદેશમાં મોકલવામાં આવે છે.

  ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહન


  વર્ષ 2014 માં સિક્કિમના ખેડૂતોને સંપૂર્ણપણે જૈવિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા હતા. તે જ સમયે, ગંગટોકથી 20 કિમી દૂર આસામના લિંઝે ગામના ખેડૂત દિલ્લી માયા ભટ્ટરાઈ પણ આ અભિયાનમાં જોડાયા હતા. તેમની પાસે જમીનના નામે માત્ર 4 એકર જમીન હતી. જેમાં તેઓ રાસાયણિક ખેતી કરી રહ્યા હતા. ત્યારબાદ તેમણે સજીવ ખેતીની શરૂઆત કરી અને તેઓએ તેમના ચાર ખેતરોને ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી લાયક  બનાવવાનું શરૂ કર્યું.

  તે સમયે 55 વર્ષીય દિલી માયાએ તેમના પતિ સાથે મળીને માત્ર એક પ્રયોગ તરીકે જૈવિક ખેતી કરી હતી. આ માટે તે સરકાર દ્વારા આયોજિત તાલીમ કાર્યક્રમોમાં પણ જાય છે. જ્યારે રસ વધવા લાગ્યો, ત્યારે તેણે ઓર્ગેનિક ખેતી શીખવા માટે દેશના વિવિધ ભાગોમાં જવાનું શરૂ કર્યું. આ દરમિયાન દિલી માયા અને તેના પતિ ઓર્ગેનિક ખેતી તેમજ નવા પાક અને નવી ટેકનિક વિશે શીખતાં હતા.

  આ પણ વાંચો: મૂર્તિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, બંગાળમાં 7 અને રાજસ્થાનમાં 6 લોકોના મોત

  પોલીહાઉસનો ઉપયોગ


  દિલી માયા અને તેના પતિએ ઓર્ગેનિક ખેતી માટે પૂરતું જ્ઞાન મેળવી લીધું હતું. ઓછી જમીનમાં સજીવ ખેતી કરીને સારા રૂપિયા કમાવવા માટે દિલી માયાએ ભારતમાં પાકની માંગ અને ખેતીની આધુનિક તકનીકો વિશે જાણવા, સિક્કિમ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી તાલીમ પણ લીધી હતી. પછીથી વટાણા, ટામેટાં, મૂળા, ધાણા જેવા પરંપરાગત પાકોને છોડીને નવી ટેકનોલોજી વડે નવા પાક ઉગાડવા લાગ્યા. તેણીએ ચાર એકર જમીનના અમુક ભાગમાં પોલીહાઉસ બનાવીને બ્રોકોલી, ગોળ, કાકડી, પાલક જેવા વધુ માંગવાળા શાકભાજીનું ઉત્પાદન લેવાનું શરૂ કર્યું. જેનાથી તેણીને સારી આવકની થઇ.

  ખેતીની આધુનિક તકનીકો વિશે જાણવા, સિક્કિમ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી તાલીમ પણ લીધી.

  એગ્રીકલ્ચર સોસાયટીમાં ઓર્ગેનિક ઉત્પાદનું વેચાણ


  ભારતમાં ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોની માંગ વધી રહી હતી, તેથી માર્કેટિંગની કોઈ સમસ્યા ન હતી.દિલી માયાએ કેટલાક ઓર્ગેનિક શાકભાજી સ્થાનિક બજારમાં વેચ્યા. સિક્કિમ એગ્રીકલ્ચર સોસાયટીમાં પણ કેટલાક ગ્રાહકો બનાવ્યા. દિલી માયા જણાવે છે કે તેના ફાર્મમાંથી ઓર્ગેનિક બ્રોકોલી સૌથી પ્રખ્યાત છે, જે 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વહેંચાય છે. આ રીતે ઓર્ગેનિક શાકભાજી વેચીને તેણે પોતાની આવકમાં ત્રણ ગણો વધારો કર્યો છે.
  Published by:Darshit Gangadia
  First published:

  Tags: Farmers News, Motivation, Organic farming, Organic Vegetable

  विज्ञापन
  विज्ञापन