સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ- ભાજપનું વધતું કદ લોકતંત્ર માટે ખતરો

News18 Gujarati
Updated: July 12, 2019, 10:40 AM IST
સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ- ભાજપનું વધતું કદ લોકતંત્ર માટે ખતરો
સ્વામીએ કહ્યું કે, લોકતંત્રની રક્ષા માટે મમતા બેનર્જી કોંગ્રેસની અધ્યક્ષ બને અને એનસીપીનું કોંગ્રેસમાં વિલય થાય

સ્વામીએ કહ્યું કે, લોકતંત્રની રક્ષા માટે મમતા બેનર્જી કોંગ્રેસની અધ્યક્ષ બને અને એનસીપીનું કોંગ્રેસમાં વિલય થાય

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ભાજપના સિનિયર નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પાર્ટીના વધતા જનાધારને લોકતંત્ર માટે ખતરો કરાર કર્યો છે. તેઓએ ભાજપના વધતા કદને લઈને કોંગ્રેસ, ટીએમસી અને એનસીપીને ચેતવ્યા છે. પોતાની જ પાર્ટી પર સવાલ કરતાં તેઓએ ટ્વિટ પર લખ્યું કે, ગોવા અને કાશ્મીરને જોયા બાદ મને લાગે છે કે જો અમે એક જ પાર્ટીના રૂપમાં ભાજપની સાથે રહી ગયા તો દેશનું લોકતંત્ર નબળું થઈ જશે.

સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના ટ્વિટ દ્વારા, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને સલાહ આપતાં કહ્યું કે, વિપક્ષ, ઇટાલિયન્સ અને સંતાનને પાર્ટીથી હટાવવા માટે કહો. મમતા ત્યારબાદ એકજૂથ કોંગ્રેસની અધ્યક્ષ બને. એનસીપીનો પણ કોંગ્રેસમાં વિલય કરવો જોઈએ.

સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કર્ણાટકમાં કુમારસ્વામીની જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધન પર ખતરો ઊભો થયો છે અને ભાજપ કર્ણાટકમાં સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો, નેશનલ હાઈવે પર ટ્રકમાંથી ઉડવા લાગી નોટો, લોકોએ લૂંટ્યા 68 લાખ

ઉલ્લેખનીય છે કે, ગોવામાં કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં સોમલ થયા બાદ કોંગ્રેસની પાસે માત્ર પાંચ ધારાસભ્ય બચ્યા છે. એવી જ રીતે કર્ણાટકમાં કોંગ્રેસના 13 અને જેડીએસના 3 ધારાસભ્યોના રાજીનામા બાદ કુમારસ્વામી સરકાર પર સંકટના વાદળ છવાયેલા છે. કર્ણાટકમાં જો વિધાનસભા સ્પીકરે આ તમામ ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર કરી લીધા તો ભાજપની પાસે કર્ણાટકમાં સત્તા મેળવવાની તક મળશે.

કર્ણાટક અને ગોવામાં જે પ્રકારે રાજકીય સમીકરણ બદલાયા છે, ત્યારબાદ કોંગ્રેસે ભાજપને તેના માટે જવાબદાર ઠેરવ્યું છે. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલાબ નબી આઝાદે ભાજપ અને તેના નેતાઓ પર બંધારણની ચિંતા ન કરવાનો આરોપ લગાવ્યો છે.

ગુલાબ નબી આઝાદે કહ્યું છે કે ભાજપની કાર્યપ્રણાલીને જોઈને લાગે છે કે ભાજપ સત્તામાં માત્ર ધર્મનિરપેક્ષતા, લોકતંત્ર અને વિપક્ષને ખતમ કરવા માટે જ સત્તામાં આવી છે. ભાજપનું એક જ લક્ષ્ય છે કે તે એક રાજકીય પાર્ટી તરીકે સત્તામાં કાયમ રહે. તે ક્યાંયથી પણ લોકતંત્ર અને બંધારણના અનુરુપ નથી.

આ પણ વાંચો, મહેણાંથી કંટાળી સમલૈંગિકનો આપઘાત, લખ્યુ- ભગવાન ભારતમાં કોઈને 'ગે' ન બનાવીશ
First published: July 12, 2019, 10:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading