સ્વામીએ LG પાસે માંગી કેજરીવાલ અને સિસોદિયા પર કેસ ચલાવવાની મંજૂરી

નવી દિલ્હી# ભારતીય જનતા પાર્ટીના નેતા સુભ્રમણ્યમ સ્વામીએ ઉપરાજ્યપાલ નઝીબ જંગ પાસેથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ડે. સીએમ મનીષ સિસોદિયા પર કેસ ચલાવવાની મંજૂરી માંગી છે.

નવી દિલ્હી# ભારતીય જનતા પાર્ટીના નેતા સુભ્રમણ્યમ સ્વામીએ ઉપરાજ્યપાલ નઝીબ જંગ પાસેથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ડે. સીએમ મનીષ સિસોદિયા પર કેસ ચલાવવાની મંજૂરી માંગી છે.

  • IBN7
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી# ભારતીય જનતા પાર્ટીના નેતા સુભ્રમણ્યમ સ્વામીએ ઉપરાજ્યપાલ નઝીબ જંગ પાસેથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ડે. સીએમ મનીષ સિસોદિયા પર કેસ ચલાવવાની મંજૂરી માંગી છે. સ્વામીનો આરોપ છે કે, 49 દિવસના સરકારના દરમિયાન કેજરીવાલ અને સિસોદિયાએ કંપની એસકેએન એસોશિયેટ્સને ખોટી રીતે ફાયદો પહોંચાડ્યો છે.

એસકેએન એસોશિયેટ્સની ચાર સહાયક કંપનીઓને આમ આદમી પાર્ટીને કુલ 2 કરોડનું ડોનેશન આપ્યું હતુ. સ્વામીએ નઝીબ જંગને એક પત્રમાં કહ્યું છે કે, આ કંપની વેટની ડિફોલ્ડર છે અને તેને દિલ્હી સરકાર તરફથી ઇલે્કટ્રિકલ, એર કંડીશનિંગ, એલપીજી, સીએનજી પ્રોડક્સના સપ્લાઇ કરવાના ઘણા કોન્ટ્રાક મળ્યા છે.

સ્વામીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, એસકેએન એસોશિયેટ્સ લિમિટેડની ચાર સહાયક કંપનીઓ ગોલ્ડમાઇન બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ, સ્કાઇલાઇન મેટલ્સ એન્ડ એલોય પ્રાઇવેટ લિમિટેડ, ઇંફોલેંસ સોફ્ટવેર સોલ્યૂશન લિમિટેડ, સનવિઝન એજન્સીસ પ્રાઇવેટ લિમિટેડે આમ આદમી પાર્ટીને 5 એપ્રિલ 2014માં 50-50 લાખ રૂપિયા આપ્યા હતા.

પત્રમાં સ્વામીએ લખ્યું છે કે, મજાની વાત એ છે કે, તે સમય સુધી આ કંપનીઓનું એટલું ટર્નઓવર ન હતુ કે, તેઓ આટલી મોટી રકમ તે પાર્ટીને આપી શકે, જે સમગ્ર રીતથી કેજરીવાલ અને સિસોદિયાના નિયંત્રણમાં છે.
First published: