આનંદીબેન પટેલ CM બને તો ગુજરાતમાં કોરોનાથી મોતની સંખ્યા સ્થિર થશે : સુબ્રમણ્યમ સ્વામી

News18 Gujarati
Updated: May 8, 2020, 11:14 PM IST
આનંદીબેન પટેલ CM બને તો ગુજરાતમાં કોરોનાથી મોતની સંખ્યા સ્થિર થશે : સુબ્રમણ્યમ સ્વામી
આનંદીબેન પટેલ CM બને તો ગુજરાતમાં કોરોનાથી મોતની સંખ્યા સ્થિર થશે : સુબ્રમણ્યમ સ્વામી

સુબ્રમણ્યન સ્વામીના આ ટ્વિટથી ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે

  • Share this:
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus)ના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં (Gujarat)પણ સ્થિતિ ઘણી ખરાબ છે. આ દરમિયાન બીજેપી નેતા સુબ્રમણ્યન સ્વામીએ (Subramanian Swamy)ગુજરાતમાં સતત કોરોના વાયરસ સંક્રમણ (Covid 19 deaths)ના કારણે થઈ રહેલા મોત પર નિવેદન આપ્યું છે. સ્વામીએ શુક્રવારે ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણથી થઈ રહેલા મોતની સંખ્યા ત્યારે સ્થિર થઈ શકે છે, જો આનંદીબેન પટેલને (Anandiben patel)ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવે. સુબ્રમણ્યન સ્વામીના આ ટ્વિટથી ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે.

ઉલ્લેખનીય છે કે આનંદીબેન ગુજરાતના સીએમ રહી ચૂક્યા છે. જોકે પાટીદાર આંદોલન સમયે તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી વિજય રુપાણીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો - અમદાવાદ : શાહપુરમાં પોલીસ પર પથ્થરમારો, પોલીસે ટીયરગેસના સેલ છોડ્યારાજ્યમાં નવા 390 પોઝિટિવ કેસ નોંધાયા

ગજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 390 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7403 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 163 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા 1872 લોકો સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 24 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મોતનો આંકડો 449 પર પહોંચ્યો છે.
First published: May 8, 2020, 11:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading