નેપાળ નક્શા વિવાદ પર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, વિદેશ નીતિને Reset કરવાની જરૂર

નેપાળની સાથે ભારતના વિવાદ પર BJP નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આકરી ટીપ્પણી કરી

નેપાળની સાથે ભારતના વિવાદ પર BJP નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આકરી ટીપ્પણી કરી

 • Share this:
  નવી દિલ્હીઃ નેપાળ (Nepal) અને ભારત (India)ની વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા વિવાદની વચ્ચે અંતે શનિવાર બપોરે નેપાળની સંસદમાં બંધારણીય સંશોધન બિલ (Constitution Amendment Bill) પાસ કરી દેવામાં આવ્યું. બંધારણીય સંશોધન બાદ હિમાલયમાં વસેલા આ રાષ્ટ્રનો નક્શો બદલાઈ ગયો છે. નેપાળની સાથે ભારતના વિવાદ પર હવે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy)એ આકરી ટીપ્પણી કરી છે. સ્વામીએ કહ્યું કે બંને દેશોની વચ્ચે જે રીતના હાલાત છે, તેને જોતાં વિદેશ નીતિને બદલવાની જરૂર છે. તેઓએ સરકારને સવાલ પૂછતાં કહ્યું કે એવું શું છે જેણે નેપાળને ભારતની સાથે સંબંધ તોડવા પર મજબૂર કર્યું છે.

  બીજેપીના રાજ્યસભા સાંસદ તથા પૂર્વ કેન્રી જય મંત્રી ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને કહ્યું છે કે ભારતીય વિસ્તારો વિશે નેપાળ કેવી રીતે વિચારી શકે છે? તેમની ભાવનાઓને આ હદે ઠેસ પહોંચી કે તેઓ ભારતની સાથે સંબંધો તોડવા માંગે છે? શું આ આપણી નિષ્ફળતા નથી? વિદેશ નીતિને ફરીથી સ્થાપિત કરવાની જરૂર છે.


  આ પણ વાંચો, ઘરે જ કોરોનાને આપી શકો છો મ્હાત, એક્સપર્ટ ડૉક્ટરે આપ્યો દરેક સવાલનો જવાબ

  ઉલ્લેખનીય છે કે, નેપાળની પ્રતિનિધિ સભામાં આ નક્શો બે તૃતીયાંશ બહુમતથી પાસ થયો છે. નેપાળની સંસદમાં પાસ થયેલો આ નક્શો વિવાદિત છે જેમાં ભારતના ત્રણ વિસ્તાર લિપિયાધુરા, કાલાપાની અને લિપુલેખ પણ સામેલ કરવામાં આવ્યા છે. ભારતે 20 મેના રોજ આ નક્શાને ફગાવતાં તેને અયોગ્ય માનચિત્ર સંબંધી દાવો ગણાવ્યો હતો.

  આ પણ વાંચો, પરિજનોએ કોરોનાનો ભોગ બનેલી મહિલાના કર્યા અંતિમ સંસ્કાર, 19 લોકો થયા સંક્રમિત
  Published by:Mrunal Bhojak
  First published: