Home /News /national-international /અજીત ડોભાલને પદ પરથી હટાવો, જો આવું નહીં થાય તો પીએમ મોદીને પણ હટવું પડશે: સ્વામીએ ટ્વિટ કરી ગંભીર આક્ષેપ કર્યા
અજીત ડોભાલને પદ પરથી હટાવો, જો આવું નહીં થાય તો પીએમ મોદીને પણ હટવું પડશે: સ્વામીએ ટ્વિટ કરી ગંભીર આક્ષેપ કર્યા
સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ મોદીને કરી આ અપીલ
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરતા મંગળવારે અજીત ડોભાલને લઈને આ વાતો કહી. સુબ્રમણ્યમ સ્વામીએ ન ફક્ત ડોભાલને હટાવાની વાત કરી, પણ ત્યાં સુધી કહી દીધું કે, જો આવું નહીં થાય તો, પીએમ મોદીને પણ પદ છોડવું પડશે.
નવી દિલ્હી: ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ NSA અજીત ડોભાલને પદ પરથી હટાવાની માગ કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીને ડોભાલને એનએસે પદ પરથી હટાવવા જોઈએ. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરતા લખ્યું કે, તેમણે પેગાસસ ટેલીફોન ટેપીંગ જેવી ગરબડ કેટલીય વાર કરી છે. સ્વામીએ એવું પણ કહ્યું કે, જો આવું નહીં થાય તો, 2023ની વચ્ચે પીએમ મોદીને પણ પદ છોડવું પડશે.
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરતા મંગળવારે અજીત ડોભાલને લઈને આ વાતો કહી. સુબ્રમણ્યમ સ્વામીએ ન ફક્ત ડોભાલને હટાવાની વાત કરી, પણ ત્યાં સુધી કહી દીધું કે, જો આવું નહીં થાય તો, પીએમ મોદીને પણ પદ છોડવું પડશે.
Modi must sack Doval from his NSA post. He has goofed too many times such as Pegasus telephone tapping and including one more horrible one to come from Washington DC. Otherwise by mid 2023, Modi too may have to quit.
હાલમાં જ અદાણી ગ્રુપ પર આવેલ હિંડનબર્ગના રિપોર્ટ બાદ ઉઠેલા વિવાદ પર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, અદાણી ગ્રુપની સંપત્તિનું રાષ્ટ્રીયકરણ કરી દેવું જોઈએ. શું કોંગ્રેસે અદાણી સાથે કોઈ ડીલ જ નથી કરી. આ સવાલના જવાબમાં સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, હું તેમાંથી કેટલાય લોકોને જાણુ છું, જેને અદાણી સાથે ખૂબ સારા સંબંધો છે. પણ મને કોંગ્રેસની ચિંતા નથી. હું ઈચ્છું છું કે, ભાજપની પવિત્રતા બની રહે.
સ્વામીએ કહ્યું હતું કે, અદાણી ગ્રુપના નાણાકીય કરાર સંબંધિત એક રિપોર્ટ સામે આવ્યા બાદ તેના શેરમાં ઘટાડાની વચ્ચે વિવાદોનો સામનો કરવો પડી રહ્યો છે અને સંસદમાં પણ વિપક્ષી પાર્ટીઓ દ્વારા આ મુદ્દા પર હોબાળો કરવામાં આવ્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ આ વર્ષના બજેટ પર પ્રહાર કરતા કહ્યું કે, તેમાં ઉદ્દેશ્યો અને રણનીતિઓની કમી છે. ત્યારે આવા સમયે રક્ષા ક્ષેત્ર માટે ઓછુ બજેટ ફાળવવામાં આવ્યું છે. જ્યારે સરહદના મુદ્દે ચીનનું વલણ આક્રમક છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર