નેતાજીની જયંતી પર પશ્ચિમ બંગાળની રાજનીતિમાં 'પરાક્રમ', PM મોદી કોલકાતાના કાર્યક્રમમાં રહેશે હાજર

ફાઇલ તસવીર

બંગાળની ચૂંટણી(West Bengal Election 2021)ને ધ્યાનમાં રાખીને 23 જાન્યુઆરીના રોજ સુભાષ ચંદ્ર બોઝની જયંતી પર યોજાઈ રહેલો કાર્યક્રમનું રાજકીય ખૂબ મહત્ત્વ રહેલું છે.

 • Share this:
  નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ (West Bengal)માં આગામી વિધાનસભાની ચૂંટણી (Assembly election 2021)ને લઈને પ્રતીક અને વિચારોની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન નેતાજી સુભાષ ચંદ્ર બોઝ (Subhash Chandra Bose)ની 125મી જયંતી પ્રસંગે ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કૉંગ્રેસ (TMC) વચ્ચે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. એક બાજુ પીએમ મોદી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતીના રોજ કોલકાતામાં આયોજિત 'પરાક્રમ દિવસ' (Parakram Diwas) સમારંભમાં ભાગ લેશે તો બીજી તરફ સીએમ મમતા બેનરજી (Mamata Banerjee) આઠ કિલોમીટર લાંબી પદયાત્રા કરશે.

  વડાપ્રધાન મોદી કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલમાં પરાક્રમ દિવસ સમારંભના ઉદ્ઘાટન કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. આ કાર્યક્રમમાં સીએમ મમતા બેનરજીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, એવું સ્પષ્ટ નથી થયું કે તેઓ કાર્યક્રમમાં શામેલ થશે કે નહીં. જો મમતા બેનરજી આ કાર્યક્રમમાં શામેલ થશે તો ચૂંટણી પહેલાની રાજનીતિની એક મોટી તસવીર સામે આવશે, જેમાં સીએમ મમતા બેનરજી અને પીએમ મોદી એક સાથે એક કાર્યક્રમમાં નજરે આવશે.

  આ પણ વાંચો: ભારતે રસી મોકલ્યા બાદ બ્રાઝીલે ભારતની સરખામણી સંજીવની લઈ જતા હનુમાન સાથે કરી

  આજનો કાર્યક્રમ ખૂબ મહત્ત્વનો

  બંગાળની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 23 જાન્યુઆરીના રોજ સુભાષ ચંદ્ર બોઝની જયંતી પર યોજાઈ રહેલો કાર્યક્રમ રાજકીય દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનો છે. બંગાળમાં એક બાજુ ભારતીય જનતા પાર્ટી બંગાળી અસ્મિતા સાથે જોડાવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે બીજી તરફ ટીએમસી પોતાને બંગાળની સંસ્કૃતિની રક્ષક કહે છે. મળતી માહિતી પ્રમાણે મમતા બેનરજી શનિવારે બપોરે 12.15 વાગ્યાના શંખનાદ સાથે પદયાત્રા શરૂ કરશે. બેનરજીના આ કાર્યક્રમમાં મોટા નેતાઓ શામેલ થશે.

  આ પણ વાંચો: કોરોના અપડેટ: દેશમાં 24 કલાકમાં 15 રાજ્ય-UTમાં એક પણ મોત નહીં, ફક્ત બે રાજ્યમાં 10થી વધુ મોત

  પરાક્રમ દિવસની ટીકા

  તાજેતરમાં કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતીને પરાક્રમ દિવસ તરીકે મનાવવામાં આવશે. આ અંગે પશ્ચિમ બંગાળની સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટી અને ફૉરવર્ડ બ્લૉકે કેન્દ્ર સરકારના નિર્મયની ટીકા કરેી છે. ટીએમસી નેતા સોગત રાયે કહ્યુ કે, આ દિવસને ફક્ત પરાક્રમ દિવસ તરીકે જ મનાવવો પૂરતું નથી.
  Published by:Vinod Zankhaliya
  First published: