Subhas Chandra Bose Jayanti 2021 : પીએમ મોદીએ કહ્યું - નેતાજીનો ત્યાગ, ઉર્જા, આદર્શ, તપસ્યા દેશના દરેક યુવા માટે ઘણી મોટી પ્રેરણા

Subhas Chandra Bose Jayanti 2021 : પીએમ મોદીએ કહ્યું - નેતાજીનો ત્યાગ, ઉર્જા, આદર્શ, તપસ્યા દેશના દરેક યુવા માટે ઘણી મોટી પ્રેરણા
પરાક્રમ દિવસ સમારોહને સબાંધિત કરતા પીએમ મોદીએ કહ્યું - નેતાજી ના ચરણોમાં નમન

પીએમ મોદીએ કહ્યું- આજના દિવસે મા ભારતીની ગોદમાં તે વીર સપૂતે જન્મ લીધો હતો, જેમણે આઝાદ ભારતના સપનાને નવી દિશા આપી હતી

  • Share this:
    કોલકાતા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતી (Subhas Chandra Bose Jayanti 2021) પર આયોજીત પરાક્રમ દિવસ સમારોહમાં ભાગ લેવા માટે શનિવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિક્ટોરિયા મેમોરિયલમાં આયોજીત સમારોહને સંબોધિત કરતા કહ્યું હતું કે આજે કોલકાતામાં આવવું મારા માટે ઘણી ભાવુક કરનાર ક્ષણ છે. બાળપણથી જ્યારે પણ નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું નામ સાંભળ્યું, હું કોઈપણ સ્થિતિ-પરિસ્થિતિમાં રહ્યો, આ નામથી એક નવી ઉર્જાથી ભરાઇ ગયું. આટલું વિરાટ વ્યક્તિત્વ છે તેમનું, હું બંગાળની પાવન ભૂમિને નમન કરું છું

    પીએમ મોદીએ કહ્યું કે આજના દિવસે મા ભારતીની ગોદમાં તે વીર સપૂતે જન્મ લીધો હતો, જેમણે આઝાદ ભારતના સપનાને નવી દિશા આપી હતી. આજના દિવસે ગુલામીના અંધારામાં તે ચેતના ફૂટી હતી, જેણે દુનિયાની સૌથી મોટી સત્તા સામે ઉભા રહીને કહ્યું હતું કે હું તમારી પાસે આઝાદી માંગીશ નહીં, છીનવી લઇશ. હું નેતાજીની 125મી જયંતી પર કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી તેમને નમન કરું છું. હું આજે બાળક સુભાષને નેતાજી બનાવનાર, તેમના જીવનને તપ, ત્યાગ અને તિતિક્ષાથી ગઢનાર બંગાળની આ પુર્ણ્યભૂમિને નમન કરું છું. તેમની ઉર્જા, આદર્શ, તપસ્યા, ત્યાગ દેશના દરેક યુવા માટે ઘણી મોટી પ્રેરણા છે.



    આ પણ વાંચો - મમતા બેનરજીએ ચાર રાજધાનીઓની માંગણી ઉઠાવી, કહ્યું- દેશની એક જ રાજધાની કેમ હોય?

    પીએમ મોદીએ કહ્યું કે તેમના જેવા ફૌલાદી વાળા વ્યક્તિત્વ માટે અસંભવ કશું ન હતું. તેમણે વિદેશમાં જઈને દેશથી બહાર રહેનાર ભારતીયોને ચેતનાને જગાવી હતી. તેમણે આખા દેશમાંથી દરેક જાતિ, પંથ, દરેક ક્ષેત્રના લોકોને પોતાના સૈનિક બનાવ્યા. નેતાજીનો સંકલ્પ હતો કે ભારતની જમીન પર આઝાદ ભારતની આઝાદ સરકારનો પાયો રાખશે. નેતાજીએ આ વાયદો પણ પૂરો કરીને બતાવ્યો. તેમણે અંડમાનમાં પોતાના સૈનિકો સાથે આવીને તિરંગો ફરકાવ્યો હતો. 2018માં જ દેશે આઝાદ હિન્દ સરકારના 75 વર્ષને તેટલા જ ધુમધામથી મનાવ્યો હતો. નેતાજીએ દિલ્હી દૂર નહીંનો નારો આપીને લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવાનું સપનું જોયું હતું, દેશે તે સપનું પુરું કર્યું છે.

    પીએમ મોદીએ કહ્યું કે મને સંતોષ છે કે આજે દેશ પીડિત, શોષિત, વંચિતને, પોતાના કિસાનને, દેશની મહિલાઓને સશક્ત કરવા માટે દિવસ-રાત એક કરી રહ્યો છે. નેતાજીએ કહ્યું હતું કે આઝાદ ભારતના સપનામાં વિશ્વાસ મત ગુમાવીએ. દુનિયામાં એવી કોઈ તાકાત નથી જે ભારતને બાંધીને રાખી શકે. દુનિયાની કોઈ તાકાત 130 કરોડ દેશવાસીઓના ભારતને આત્મનિર્ભર બનાવાથી રોકી શકે નહીં.
    Published by:Ashish Goyal
    First published:January 23, 2021, 17:43 pm

    ટૉપ ન્યૂઝ