Home /News /national-international /

સ્ટડી : શું કપડાનું માસ્ક કોવિડ-19 સામે સુરક્ષા નથી આપતું? જાણો

સ્ટડી : શું કપડાનું માસ્ક કોવિડ-19 સામે સુરક્ષા નથી આપતું? જાણો

કોરોનાથી બચવા માટે કપડાનું માસ્ક પહેરવું જોઈએ કે N95 માસ્ક (N95 masks)તેના પર ચર્ચાઓ થઈ રહી છે (Photo: PTI)

coronavirus Cases - અનેક લોકો કોરોનાથી બચવા માટે કપડાના માસ્ક (cloth masks) નો ઉપયોગ કરી રહ્યા છે. કેટલાક લોકો સર્જિકલ માસ્ક અને N95 માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે

સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસમાં (coronavirus Cases)ઝડપથી વધારો થઈ રહ્યો છે. કોરોનાથી બચવા માટે કપડાનું માસ્ક પહેરવું જોઈએ કે N95 માસ્ક (N95 masks)તેના પર ચર્ચાઓ થઈ રહી છે. અનેક લોકો કોરોનાથી (coronavirus)બચવા માટે કપડાના માસ્ક (cloth masks) નો ઉપયોગ કરી રહ્યા છે. કેટલાક લોકો સર્જિકલ માસ્ક અને N95 માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. તાજેતરમાં થયેલ સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, કપડાના માસ્કનો ઉપયોગ કરવાથી તમે 20 મિનિટમાં વાયરસથી સંક્રમિત થઈ શકો છો.

નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકો જણાવે છે કે, N95 માસ્ક કોરોના (Covid-19) સામે વધુ સુરક્ષા પ્રદાન કરે છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ આ અંગે કેટલીક માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે 6 ફૂટ સુધીના અંતરે રહેલ માસ્ક વગરની કોરોનાથી સંક્રમિત વ્યક્તિ 15 મિનિટમાં અન્ય વ્યક્તિને સંક્રમિત કરી શકે છે. કોરોનાથી સંક્રમિત વ્યક્તિ તથા અન્ય વ્યક્તિએ કપડાનું માસ્ક પહેર્યું છે તો, સંક્રમણ ફેલાવવામાં 27 મિનિટનો સમય લાગી શકે છે. જો કોઈ વ્યક્તિએ કપડાનું માસ્ક પહેર્યું છે અને સંક્રમિત વ્યક્તિએ માસ્ક નથી પહેર્યું તો 20 મિનિટમાં સંક્રમણ ફેલાઈ શકે છે. જો કોઈ વ્યક્તિએ સર્જિકલ માસ્ક પહેર્યું છે અને સંક્રમિત વ્યક્તિએ માસ્ક નથી પહેર્યું તો 30 મિનિટમાં સંક્રમણ ફેલાઈ શકે છે. જો કોરોનાથી સંક્રમિત વ્યક્તિ અને અન્ય વ્યક્તિ બંનેએ N95 માસ્ક પહેર્યું છે તો સંક્રમણ ફેલાવવામાં 25 કલાક લાગી શકે છે.

આ પણ વાંચો - Assembly Election 2022 : પાંચ રાજ્યોમાં સાત ફેઝમાં થશે ચૂંટણી, જાણો કયા રાજ્યમાં ક્યારે થશે મતદાન, 10 માર્ચે ગણતરી

અમેરિકન કોન્ફરન્સ ઓફ ગવર્નમેન્ટલ ઈન્ડસ્ટ્રીયલ હાઈજિનિસ્ટ્સ (ACGIH) માં જણાવવામાં આવ્યું છે કે, કોરોનાથી સંક્રમિત વ્યક્તિએ સર્જિકલ માસ્ક પહેરવું જોઈએ. આ માસ્કથી પર્યાપ્ત સુરક્ષા પ્રાપ્ત થશે તેવું કહી ના શકાય પરંતુ, કોરોનાને એક નિશ્ચિત સ્તર સુધી ફેલાતો રોકી શકાય છે.

ACGIH અનુસાર ઈન્ડોર સ્પેસમાં સમય પસાર કરો છો તો, કપડાના માસ્કનો ઉપયોગ કરી શકાય છે. જો તમે N95 માસ્ક પહેર્યું છે પરંતુ અન્ય વ્યક્તિએ નથી પહેર્યું ત્યારે શું કરવું. નિષ્ણાંતો જણાવે છે કે, જો કોઈ એક વ્યક્તિએ માસ્ક નથી પહેર્યું તો એક વ્યક્તિથી અન્ય વ્યક્તિ સુધી સંક્રમણ ફેલાવવામાં 2.5 કલાકનો લાગે છે.

આ પણ વાંચો - યૂકેમાં હવે જલ્દી ડિસ્ચાર્જ થઈ રહ્યા છે કોરોના દર્દીઓ, શું કોરોનાના અંતની શરૂઆત છે ઓમિક્રોન?

કોરોના સામે સુરક્ષા પ્રદાન કરવામાં N95 માસ્ક બાદ સર્જીકલ માસ્કનો નંબર આવે છે. વૈજ્ઞાનિક અને નિષ્ણાંતો જણાવે છે કે, જો તમે કપડાના માસ્કનો ઉપયોગ કરો છો તો તેની જગ્યાએ સર્જીકલ માસ્કનો ઉપયોગ કરી શકો છો. કપડાના માસ્કથી કોવિડ-19 ના વાયરસને ફેલાતો રોકી શકાતો નથી. આ કારણોસર N95 માસ્કનો ઉપયોગ કરવો વધુ યોગ્ય છે.

SARs-CoV-2 ના ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. વેક્સીનના બે ડોઝ લીધા બાદ પણ અનેક લોકો વાયરસનો ભોગ બની રહ્યા છે. આ કારણોસર જે માસ્ક સૌથી વધુ સુરક્ષા પ્રદાન કરે તે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.
First published:

Tags: Coronavirus, Masks

આગામી સમાચાર