પેટના કરમિયા મારવાની દવાથી કોરોનાનો થઇ શકે છે ખાત્મો: અભ્યાસ

પેટના કરમિયા મારવાની દવાથી કોરોનાનો થઇ શકે છે ખાત્મો: અભ્યાસ (પ્રતિકાત્મક તસવીર)

Coronavirus news- કોરોનાની દવા (COVID 19 medication) શોધવા માટે ઘણા દેશોમાં સંશોધન થઇ રહ્યા છે. ત્યારે તાજેતરમાં થયેલા સંશોધન સામે આવ્યું

  • Share this:
ન્યૂયોર્ક : કોરોના વાયરસ (Coronavirus)ના કારણે બીમાર થયેલા લોકોની સારવાર કરવા માટે અત્યાર સુધી કોઈ સચોટ દવા (COVID 19 medication)સામે આવી નથી. જેના કારણે સમગ્ર વિશ્વમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે. કોરોનાની દવા શોધવા માટે ઘણા દેશોમાં સંશોધન થઇ રહ્યા છે. ત્યારે તાજેતરમાં થયેલા સંશોધન સામે આવ્યું છે કે, પેટના કરમિયા (કીડા) મારવાની દવા કોરોનાની સારવારમાં કારગર નીવડી શકે છે.

કેલિફોર્નિયાના સ્ક્રિપ્સ રિસર્ચમાં વોર્મ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ એન્ડ મેડિસિન દ્વારા અભ્યાસ થયો હતો. જેમાં જાણવા મળ્યું છે કે, આ દવામાં 48 કલાકમાં જ વાયરસનો નાશ કરવાની ક્ષમતા છે.

આ બાબતે કેલિફોર્નિયાના સ્ક્રિપ્સ રિસર્ચમાં વોર્મ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ એન્ડ મેડિસિનના પ્રોફેસર કિમ જાન્ડા અને જુનિયર પ્રોફેસર એલી આર કૈલાવે કહ્યું હતું કે, ફિતા કૃમિ (ટેપવોર્મ)ની દવામાં સૈલિસિલેનિલાઈડ્સ (Salicylanilides) વર્ગનું કેમિકલ હોય છે. જે કોરોનાને રોકવામાં કારગર છે.

આ પણ વાંચો - COVID-19 Vaccine: કોવિશીલ્ડ-કોવેક્સીનનો મિક્સ ડોઝ અસરદાર છે? DCGIએ સ્ટડી માટે મંજૂરી આપી

કિમ જાન્ડાએ કહ્યું હતું કે, સૈલિસિલેનિલાઈડ્સ (Salicylanilides) વિવિધ પ્રકારના વાયરસ સામે સક્રિય રીતે કાર્ય કરતું હોવાની વાતની છેલ્લા 10થી 15 વર્ષથી ખબર હતી. પરંતુ ઉલ્લેખનીય છે કે તેની ઝેરી અસર પણ થઈ શકે છે. આ વાત સાબિત થઈ શકે તે માટે ઉંદર અને કોશિકાઓ પર અલગ-અલગ પ્રકારના ટેસ્ટ કરાયા હતા. જેને લઈને અમે પોતાની વાતની પુષ્ટિ સચોટ રીતે કરી શકીએ.

આ પણ વાંચો - Coronavirus in India: ભારતમાં 140 દિવસ બાદ એક્ટિવ કેસ સૌથી ઓછા નોંધાયા, 24 કલાકમાં 40 હજાર દર્દી સાજા થયા

ટેસ્ટમાંથી જાણવા મળ્યું કે, સૈલિસિલેનિલાઈડ્સ દવાના કારણે કોરોમાં વાયરસનો RNA 93 ટકા નબળો થઈ જાય છે. અલબત, આ દવાનો ઉપયોગ માણસો પર કરી તેના પરિણામ તારવવામાં આવ્યા ન હોવાથી તેની અસર અંગે હજી સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. બીજી તરફ બાંગ્લાદેશની ખાનગી હોસ્પિટલમાંથી સામે આવેલી જાણકારી ખૂબ રાહતરૂપ છે.

નોંધનીય છે કે, ડોક્ટરોની ટીમે કોરોના વાયરસની સારવાર માટે આવી જ દવાનો ઉપયોગ કર્યો હતો. જેનાં પરિણામો ખૂબ જ ચોંકાવનારા હતા.
First published: