Home /News /national-international /

Hijab Row: કર્ણાટકની એક સ્કૂલમાં વિદ્યાર્થીઓએ ક્લાસમાં નમાઝ અદા કરતા હંગામો

Hijab Row: કર્ણાટકની એક સ્કૂલમાં વિદ્યાર્થીઓએ ક્લાસમાં નમાઝ અદા કરતા હંગામો

વાયરલ વીડિયોની સ્ક્રીનશોટ, જેમાં ક્લાસમાં નમાઝ પઢવામાં આવી છે.

કર્ણાટક (Karnataka)માં ચાલી રહેલા હિજાબ વિવાદ (hijab row))વચ્ચે સમગ્ર રાજ્યમાં તણાવની સ્થિતિ છે ત્યાં જ મુસ્લિમ સમુદાયના કેટલાક વિદ્યાર્થીઓ કથિત રીતે દક્ષિણ કન્નડ જિલ્લાના કદબા તાલુકાના અંકથાડાકામાં આવેલી સરકારી પ્રાથમિક શાળા (School)ના એક વર્ગખંડમાં નમાજ (Namaz) અદા કરી રહ્યા છે.

વધુ જુઓ ...
    કર્ણાટક (Karnataka)માં ચાલી રહેલા હિજાબ વિવાદ (hijab row))વચ્ચે સમગ્ર રાજ્યમાં તણાવની સ્થિતિ છે ત્યાં જ મુસ્લિમ સમુદાયના કેટલાક વિદ્યાર્થીઓ કથિત રીતે દક્ષિણ કન્નડ જિલ્લાના કદબા તાલુકાના અંકથાડાકામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના એક વર્ગખંડમાં નમાજ અદા કરી રહ્યા છે. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ ( Social Media Viral) થઈ રહ્યો છે. ખબરો અનુસાર આ વીડિયો 4 ફેબ્રુઆરીએ શૂટ કરવામાં આવ્યો હતો અને હવે તે વાયરલ થઈ રહ્યો છે. જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે.

    વાયરલ વીડિયોમાં કેટલાક યુવકો કથિત રીતે શાળાના વિદ્યાર્થીઓ નમાઝ પઢતી વખતે ઘૂંટણિયે પડીને જમીન પર માથું નમાવતા જોઈ શકાય છે. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસમાં ફરિયાદ કરી છે. અનેક ફરિયાદો બાદ અધિકારીઓએ શુક્રવારે શાળાની મુલાકાત લીધી હતી અને મામલાની પૂછપરછ કરી હતી. અહીં સ્કૂલના શિક્ષકોનું કહેવું છે કે વીડિયો વિશે જાણકારી મળ્યા બાદ તમામ વિદ્યાર્થીઓને ક્લાસની અંદર આવી ધાર્મિક પ્રવૃત્તિઓમાં સામેલ ન થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

    આ પણ વાંચો- Hijab row: હિજાબ વિવાદ મામલે બહારના દેશોની ટિપ્પણીઓને લઇ ભારતીય વિદેશ મંત્રાલયે ચોખ્ખું પરખાવ્યું

    આ મામલામાં બ્લોક ટીચર ઓફિસર સી લોકેશે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે આ મામલે તપાસ માટે કહેવામાં આવ્યું છે અને સંબંધિતો આ મામલે સ્કૂલની મુલાકાત લેશે અને ઘટના અંગે રિપોર્ટ સબમિટ કરશે. નોંધનીય છે કે કર્ણાટકના ઉડુપી જિલ્લામાં સરકારી ગર્લ્સ પીયુ કોલેજમાં કેટલીક મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને ક્લાસમાં પ્રવેશ અ આપવાના વિવાદે આગ પકડી અને સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગઈ. રાજ્યભરની મુસ્લિમ વિદ્યાર્થિનીઓ સાથે વિદ્યાર્થીઓએ રસ્તાઓ પર દેખાવો શરૂ કર્યા અને આ હંગામામાં રાજકીય પક્ષોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી અને તેને દેશભરમાં પહોંચાડી દીધો.

    આ પણ વાંચો- Uttarakhand: ઉત્તરાખંડમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસ પહેલા વચનો આપશે પછી કૌભાંડ કરશે

    ત્યાં જ ઘણા વિદ્યાર્થીઓ હિજાબના વિરોધમાં કેસરી શાલ પહેરીને રસ્તા પર ચાલતા જોવા મળ્યા હતા. આ મામલે કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી છે. ધર્મની સ્વતંત્રતાનો અધિકાર "ઉચિત પ્રતિબંધો માટે સંવેદનશીલ" હોવાનું અવલોકન કરતી વખતે કર્ણાટક હાઈકોર્ટે રાજ્યમાં ડ્રેસ કોડ ધરાવતી શૈક્ષણિક સંસ્થાના તમામ વિદ્યાર્થીઓને વર્ગખંડના પરિસરમાં કોઈપણ પ્રકારનો ધાર્મિક પોશાક પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું છે કે અનંત આંદોલન અને શૈક્ષણિક સંસ્થાઓને અનિશ્ચિત સમય માટે બંધ કરવી યોગ્ય બાબત નથી. જો કે દેશના કેટલાક ભાગોમાં હિજાબ પરના પ્રતિબંધનો વિરોધ વધી રહ્યો છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Hijab row, Karnataka news, Namaz

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन