COVID-19: દિલ્હીના વિદ્યાર્થીએ બનાવ્યો રોબોટ, કોરોના પીડિત દર્દીને આપી શકે છે ભોજન અને દવા

News18 Gujarati
Updated: April 7, 2020, 6:37 PM IST
COVID-19: દિલ્હીના વિદ્યાર્થીએ બનાવ્યો રોબોટ, કોરોના પીડિત દર્દીને આપી શકે છે ભોજન અને દવા
COVID-19: દિલ્હીના વિદ્યાર્થીએ બનાવ્યો રોબોટ, કોરોના પીડિત દર્દીને આપી શકે છે ભોજન અને દવા

રોબોટને સ્માર્ટફોન પર ડાઉનલોડ કરેલ એપના માધ્યમથી દૂરથી જ નિયંત્રિત કરી શકાય છે

  • Share this:
નવી દિલ્હી : દિલ્હીની આઈઆઈટી વર્લ્ડ સ્કૂલ પીતમપુરાના (IIT World School Pitampura)વિદ્યાર્થીએ એક રોબોટ બનાવ્યો છે. આ રોબોટ (Robot)સ્વાસ્થ્યકર્મીઓ અને કોવિડ-19ના રોગીઓ વચ્ચે સંપર્કને ઓછો કરવામાં મદદ કરી શકે છે. વિદ્યાર્થી દ્વારા નિર્મિત આ પ્રોટોટાઇપનું (Prototype)નામ પૃથ્વી રાખવામાં આવ્યું છે. આ રોબોટ રોગીયોને ભોજન અને દવા આપી શકે છે.

વિદ્યાર્થી નિશાંતનું કહેવું છે કે દિલ્હીમાં કોરોનો વાયરસના પચાસથી વધારે મામલા ડોક્ટરના છે. જે દર્દીઓની સારવાર કરતા સમયે સંક્રમિત થયા છે. આવા સમયે અમે કશુંક એવું ડિઝાઈન કરવા માંગીએ છીએ જે આ બિમારી સામે ઝઝુમી રહેલા ફ્રંટલાઇન પર લોકોની રક્ષા કરવામાં મદદ કરે. રોબોટ દર્દીઓને ભોજન અને દવા વિતરણ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આને સ્માર્ટફોન પર ડાઉનલોડ કરેલ એપના માધ્યમથી દૂરથી જ નિયંત્રિત કરી શકાય છે. એક સ્માર્ટ ટેબ્લેટને રોબોટ સાથે જોડી શકાય છે. જેમાં ડોક્ટર અને દર્દી વચ્ચે વીડિયો કોન્ફરન્સ કરી શકાશે.

આ પણ વાંચો - Coronavirusથી લડવા માટે ભારત બનાવશે ક્લિનિકલ રિસર્સ નેટવર્ક, આવો છે આખો પ્લાન

આવા રોબોટની જરુર ફક્ત હોસ્પિટલમાં જ નહીં પણ હોમ ક્વોરન્ટાઇન (home quantien)માં રહી રહેલા દર્દીઓને પણ કામ આવશે. જેથી બાકી પરિવારના લોકોનો સંપર્ક દર્દી સાથે ના થાય અને સંક્રમણ ના ફેલાય. આ રોબોટને બનાવવા માટે વિદ્યાર્થીને 1-2 સપ્તાહનો સમય લાગે છે અને તેની કુલ કિંમત 5 થી 6 હજાર રુપિયા બતાવવામાં આવી રહી છે.
First published: April 7, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading