Home /News /national-international /

Ukraine Crisis: ભારતની ચેતવણી બાદ યુક્રેનમાં રહેતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા, ફ્લાઇટ ટિકિટના ભાવ બમણા થયા

Ukraine Crisis: ભારતની ચેતવણી બાદ યુક્રેનમાં રહેતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા, ફ્લાઇટ ટિકિટના ભાવ બમણા થયા

20,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો સરહદી વિસ્તારો સહિત યુક્રેનના વિવિધ ભાગોમાં રહે છે. (AP Photo/Vadim Ghirda)

Ukraine-Russia Tensions: ઓડેસા યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થી રાગીબ રહેમાને ન્યૂઝ18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમની યુનિવર્સિટીમાં લગભગ 500 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ભારતીય દૂતાવાસની સલાહ બાદ તમામ વિદ્યાર્થીઓએ દેશ છોડવાનું નક્કી કર્યું છે. પરંતુ આ વિદ્યાર્થીઓ માટે દેશમાં પરત ફરવું સરળ નથી. જો કે યુક્રેનમાં અત્યારે ફ્લાઈટ પર કોઈ સંકટ નથી, પરંતુ છેલ્લા બે દિવસમાં ફ્લાઈટની ટિકિટો બમણા ભાવે વેચાઈ રહી છે.

વધુ જુઓ ...
  યુક્રેનમાં રશિયાના યુદ્ધ (Ukraine-Russia Tensions)ના ભણકરા વચ્ચે ત્યાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થી (Indian Student)ઓ મૂંઝવણમાંમ મૂકાયા છે. કિવમાં ભારતીય દૂતાવાસે (Indian Embassy in Ukraine)મંગળવારે સવારે એક એડવાઈઝરી જાહેર કરીને ભારતીય વિદ્યાર્થીઓને અસ્થાયી રૂપે દેશ છોડવાની સૂચન આપી છે. આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું હતું કે જે વિદ્યાર્થીઓને યુક્રેનમાં રહેવાની જરૂર નથી, તેઓએ આ સંજોગોમાં યુક્રેન છોડવાનું વિચારવું જોઈએ. 20,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો સરહદી વિસ્તારો સહિત યુક્રેનના વિવિધ ભાગોમાં રહે છે.

  ઓડેસા યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થી રાગીબ રહેમાને ન્યૂઝ18 ને જણાવ્યું કે લગભગ 500 ભારતીય વિદ્યાર્થીઓ તેમની યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે, અને તમામ વિદ્યાર્થીઓએ ભારતીય દૂતાવાસની સલાહ બાદ દેશ છોડવાનું મન બનાવી લીધું છે. પરંતુ આ વિદ્યાર્થીઓ માટે દેશમાં પરત ફરવું સરળ નથી. જો કે યુક્રેનમાં અત્યારે ફ્લાઈટ પર કોઈ સંકટ નથી પરંતુ છેલ્લા બે દિવસમાં ફ્લાઈટની ટિકિટો બમણા ભાવે વેચાઈ રહી છે.

  રાગીબ રહેમાને કહ્યું કે ભારતની ફ્લાઈટ જે બે દિવસ પહેલા 360 ડોલર એટલે કે લગભગ 27 હજારમાં મળતી હતી, તે હવે 52 હજારમાં મળી રહી છે અને કેટલીક ફ્લાઈટ્સ લગભગ લાખ રૂપિયામાં મળી રહી છે. રહેમાને કહ્યું કે લોકડાઉન સમયે પણ ભારતીય દૂતાવાસે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, તેથી દૂતાવાસે ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે પગલાં લેવા જોઈએ.

  આ પણ વાંચો- સુરત : ગ્રીષ્માનો હત્યારો ફેનિલ હવે પોલીસના સકંજામાં, સ્ટ્રેચર પર લઈ ગયા, નસ કાપી ન હોવાની વિગતો ખૂલી

  ભારતીય દૂતાવાસે 25 જાન્યુઆરીએ રજીસ્ટ્રેશન ફોર્મ જાહેર કરીને ભારતીય નાગરિકોની માહિતી 31 જાન્યુઆરી સુધીમાં આપવાનું કહ્યું હતું.

  મૂંઝવણમાં મૂકાયા વિદ્યાર્થીઓ

  કેરળની એક અન્ય વિદ્યાર્થિની ક્રિસ્ટીનાએ ન્યૂઝ18 ને જણાવ્યું કે ઘણા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે, તેણે ઉમેર્યું કે તેના પરિવારના સભ્યો તેને ભારત આવવા માટે કહી રહ્યા છે, પરંતુ તેના અભ્યાસનું શું થશે. તેણે કહ્યું કે તેની યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને લઈને કોઈ આદેશ જારી કર્યો નથી, અને વર્ગો હજુ પણ ચાલુ છે.

  આ પણ વાંચો- ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો, આજે 1000થી પણ ઓછા કેસ નોંધાયા

  રાગીબ રહેમાને કહ્યું કે ત્રીજા અને છઠ્ઠા વર્ષના મેડિકલ વિદ્યાર્થીઓ માટે યુક્રેન છોડવું શક્ય નથી, કારણ કે આ વિદ્યાર્થીઓએ ક્રોક નામની પરીક્ષા આપવાની હોય છે, જેના વિના તેમની મુદત પૂરી થશે નહીં. આવી સ્થિતિમાં જો તે દેશ છોડીને જાય છે તો તેના અભ્યાસ પર અસર પડી શકે છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Indian Student, Russia, Ukraine

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन