શું આ છે ન્યૂ ઇન્ડિયા? રખડતી ગાયોને લોકો શાળામાં મૂકી ગયા; બાળકો બહાર ભણે

પ્રતિકાત્મક તસવીર

ગાયો શાળમાં રહેતા ક્લાસ શાળાની બહાર ચલાવવા પડ્યા હતા. ગામ લોકોએ શાળાનાં શિક્ષણ કાર્યને બગાડી નાંખ્યું.

 • Share this:
  ઉત્તર પ્રદેશમાં એક ગામનાં લોકોએ ગામની શાળામાં ભણતા બાળકો અને શિક્ષકોને બહાર કાઢી અને શાળા કેમ્પસમાં ગાયો રાખી દીધી હતી. બાળકોને શાળાની બહાર ભણવાની ફરજ પડી હતી. આ વાત ધ્યાનમાં આવતા સ્થાનિક 24 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રખડતી ગાયોને ગામ લોકોએ શાળામાં પુરી દીધી હતી. આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, કુદાના ગામનાં લોકો રખડતી ગાયોને શાળાનાં કેમ્પસમાં લઇ આવ્યા હતા અને તેની અંદર પુરી દીધી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્થાનિક વહીવટીતંત્રને આદેશ કર્યો હતો કે, રખડતી ગાયોની બરોબર સંભાળ રાખે.

  તેમણે એવો પણ આદેશ કર્યો હતો કે, ગાયો માટે 750 જેટલી પાંજરાપોળની વ્યવસ્થા કરવામાં આવે અને ગાયો માટે ઘાંસચારા અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે.

  સ્થાનિક અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે, ગામનાં લોકોએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શાળામાંથી બહાર કાઢી મુક્યા હતા અને ત્યારબાદ ગામમાં રખડતી ગાયોને શાળાનાં કેમ્પસમાં હાંકી લાવ્યા હતા.”

  ગાયો શાળમાં રહેતા ક્લાસ શાળાની બહાર ચલાવવા પડ્યા હતા. ગામ લોકોએ શાળાનાં શિક્ષણ કાર્યને બગાડી નાંખ્યું.

  વાત એમ છે કે, આ રખડતી ગાયોને કારણે સ્થાનિક ખેડૂતો ત્રાસી ગયા છે. કેમ કે, આ ગાયો તેમનો ઉભો પાક ખાઇ જાય છે. આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે ખેડૂતો સરકારને અરજ કરી રહ્યા છે.
  Published by:Vijaysinh Parmar
  First published: