Home /News /national-international /વિદ્યાર્થીએ શિક્ષકની પીટાઇ કરી, ક્લાસમાં મોબાઇલ લાવવાની મનાઇ કરી હતી, જુઓ VIDEO

વિદ્યાર્થીએ શિક્ષકની પીટાઇ કરી, ક્લાસમાં મોબાઇલ લાવવાની મનાઇ કરી હતી, જુઓ VIDEO

વિદ્યાર્થીએ શિક્ષકની પીટાઇ કરી

video viral - શિક્ષકે વિદ્યાર્થીને ક્લાસમાં મોબાઇલ લાવવા માટે ઠપકો આપ્યો હતો અને મોબાઇલ લાવવાની મનાઇ કરી હતી. જેનાથી નારાજ વિદ્યાર્થીએ પોતાના બે મિત્રો સાથે મળીને શિક્ષક પર હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું

ગોરખપુર : યૂપીના (uttar pradesh)ગોરખપુર (Gorakhpur)જિલ્લામાં એક ચકિત કરનારો મામલો સામે આવ્યો છે. નવમાં ધોરણના વિદ્યાર્થીને ક્લાસમાં મોબાઇલ ફોન (Mobile phone)ચલાવવાથી મનાઇ કરી તો તેણે બીજા દિવસે પોતાના મિત્રો સાથે શિક્ષક સૈયદ વાસિક અલી પર હુમલો કર્યો હતો. જુબલી ઇન્ટર કોલેજમાં થયેલી ઘટના સીસીટીવી કેમેરામાં (CCTV camera)કેદ થઇ ગઈ છે. સ્થળ પર પહોંચેલી પોલીસે (Police)ત્રણ અજાણ્યા લોકો પર હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. પોલીસે એક વિદ્યાર્થીને પકડી કોર્ટમાં રજુ કર્યો છે. જ્યાંથી તેને બાળ સુધાર ગૃહ મોકલી દીધો છે. બીજી તરફ પ્રિન્સિપાલે આરોપી વિદ્યાર્થીને સસ્પેન્ડ કરી દીધો છે.

જાણકારી પ્રમાણે તિવારીપુર વિસ્તારનો રહેવાસી એક કિશોર જુબલી ઇન્ટર કોલેજમાં ધોરણ-9નો વિદ્યાર્થી છે. મંગળવારે તે ક્લાસમાં મોબાઈલ ફોન ચલાવી રહ્યો હતો. કમ્પ્યુટના શિક્ષક સૈયદ વાસિક અલીએ વિદ્યાર્થીને ક્લાસમાં મોબાઇલ લાવવા માટે ઠપકો આપ્યો હતો અને મોબાઇલ લાવવાની મનાઇ કરી હતી. જેનાથી નારાજ વિદ્યાર્થીએ પોતાના બે મિત્રો સાથે મળીને શિક્ષક પર હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું હતું. સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે જેવા શિક્ષક અંદર દાખલ થયા કે એક વિદ્યાર્થીએ કાળા કપડાથી તેમનું મો ઢાંકી દીધું હતું અને પિટાઇ કરવા લાગ્યા હતા. બીજા દરવાજેથી બીજા બે વિદ્યાર્થી આવ્યા હતા અને શિક્ષકની પીટાઇ કરવા લાગ્યા હતા.

આ પણ વાંચો - યુવકમાંથી યુવતી બનવા માંગતો હતો, સેક્સ ચેન્જ કરાવવાની સર્જરી માટે પૈસા ન હતા તો કરી આત્મહત્યા

રૂમમાં રહેલા અન્ય વિદ્યાર્થી દોડીને આવ્યા અને ઘટનાની જાણકારી અન્ય શિક્ષકોને આપી હતી. જ્યાં સુધી બીજા શિક્ષકો પહોંચે ત્યાં સુધી પીટાઇ કરી રહેલા વિદ્યાર્થી ભાગી ગયા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી આરોપી વિદ્યાર્થીની ઓળખ કરી લીધી હતી. તપાસ દરમિયાન પોલીસે આરોપી વિદ્યાર્થીને કોલેજ પાસેથી પકડી લીધો છે. હુમલો કરનાર અન્ય બે વિદ્યાર્થીની ઓળખ કરવામાં આવી રહી છે. જુબલી ઇન્ટર કોલેજના પ્રિન્સિપાલ નંદ પ્રસાદ યાદવે કહ્યું કે નવમાં ધોરણના વિદ્યાર્થીએ કેટલાક યુવકો સાથે મળીને કમ્પ્યુટર શિક્ષક સાથે મારપીટ અને અભદ્રતા કરી છે.
" isDesktop="true" id="1146907" >

આ પણ વાંચો - સરકારી ઓફિસમાં કર્મચારીઓએ દારૂની મહેફીલ સજાવી, ગીતના તાલે મસ્તીમાં ઝૂમ્યા, જુઓ VIDEO

અનુશાસનહીનતા કોઇપણ કિંમતે સહન નહીં- પ્રિન્સિપલ

સીસીટીવી ફૂટેજમાં આ ઘટના કેદ થઇ ગઈ છે. પોલીસને સૂચના આપવાની સાથે આરોપી વિદ્યાર્થીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. સહયોગીયોની ઓળખ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ઓળખ થશે પછી ઉચિત કાર્યવાહી કરવામાં આવશે. અનુશાસનહીનતા કોઇપણ કિંમતે બર્દાસ્ત કરવામાં આવશે નહીં. કોતવાલી ઇન્સપેક્ટર કલ્યાણ સિંહ સાગરે કહ્યું કે સીસીટીવી કેમેરામાં ઘટના કેદ છે. આરોપી વિદ્યાર્થીને બાલ સુધાર ગૃહ મોકલવામાં આવ્યો છે.
First published:

Tags: Cctv camera, Gorakhpur, ઉત્તર પ્રદેશ