વિદ્યાર્થિનીને શિક્ષક સાથે થયો પ્રેમ, વીડિયો વાયરલ કરી કહ્યું - હું મારા પ્રિય શિક્ષક સાથે ભાગી ગઇ છું
વિદ્યાર્થિનીને શિક્ષક સાથે થયો પ્રેમ, વીડિયો વાયરલ કરી કહ્યું - હું મારા પ્રિય શિક્ષક સાથે ભાગી ગઇ છું
બિહારના (Bihar)પશ્ચિમ ચંપારણમાં એક અનોખી પ્રેમ કહાની (Love Story)સામે આવી છે (પ્રતિકાત્મક તસવીર)
viral video - વીડિયોમાં વિદ્યાર્થિનીએ જણાવ્યું - પરિવારના સભ્યોનું વલણ જોઈને હું મારા પ્રિય શિક્ષક બંધુ ચૌધરી સાથે ભાગી ગઈ છું. જો હું હવે જીવીશ તો પણ બંધુ ચૌધરી સાથે અને મરીશ તો પણ બંધુ ચૌધરી સાથે જ
ચંપારણ : બિહારના (Bihar)પશ્ચિમ ચંપારણમાં એક અનોખી પ્રેમ કહાની (Love Story)સામે આવી છે, કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે અને તમને આ સ્ટોરી વાંચીને પણ આ કહેવત યાદ આવી જશે. જ્યાં વિદ્યાર્થિની શિક્ષકને લઇને ભાગી ગઇ છે. વર્તમાન સમયમાં બેતિયામાં એક વિદ્યાર્થિનીનો વીડિયો વાયરલ (viral video)થઈ રહ્યો છે. જેમા સ્ટુડન્ટ કાજલ તેના લગ્ન વિશે વાત કરી રહી છે. વીડિયોમાં તે કહી રહી છે કે, પરિવારના સભ્યો મારી નાખવાની ધમકી આપતા હતા, તેથી હું મારા પ્રિય શિક્ષક સાથે ભાગી ગઇ છું.
છાત્રાએ વીડિયોમાં કહ્યું કે, મારી માતા, પિતા અને ભાઈ આ લગ્નની વિરુદ્ધ હતા. મારા શિક્ષક અને મારા વચ્ચે પ્રેમસંબંધ ઘણા સમયથી ચાલતો હતો. હું તેમની પાસેથી ક્લાસ પણ લેતી હતી, પછી અમે બંને પ્રેમમાં કરવા લાગ્યા હતા. ત્રણ મહિના પહેલા કોચિંગ છોડી દીધું હતું. જ્યારે વિદ્યાર્થી ટીચર સાથે વાત કરતી હતી તો તેના પરિવારના સભ્યો વિરોધ કરતા અને મારપીટ પણ કરતા હતા.
વીડિયોમાં વિદ્યાર્થિનીએ જણાવ્યું કે પરિવારના સભ્યોનું વલણ જોઈને હું મારા પ્રિય શિક્ષક બંધુ ચૌધરી સાથે ભાગી ગઈ છું. જો હું હવે જીવીશ તો પણ બંધુ ચૌધરી સાથે અને મરીશ તો પણ બંધુ ચૌધરી સાથે જ. મારા પરિવારના સભ્યો મને મારવાનો પ્રયાસ કરતા હતા તો મારે શું કરવું ? યુવતીએ વધુમાં જણાવ્યું કે મારા પરિવારજનોએ નવલપુર પોલીસ સ્ટેશનમાં ખોટો કેસ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે લોકો અનેક પ્રકારના તર્ક વિતર્ક કરી રહ્યા છે.
યુવતીના પિતાએ નોંધાવ્યો પોલીસ કેસ
ઉલ્લેખનીય છે કે, શિક્ષકે વિદ્યાર્થિનીને ભગાડી હોવાના કિસ્સા ઘણી વખત સામે આવતા હોય છે, પરંતુ આ કિસ્સામાં છાત્રાનું કહેવું છે કે તે શિક્ષકને લઈને ફરાર થઈ ગઈ છે. આ સમગ્ર મામલો બેતિયાના નવલપુર ઓપી પોલીસ સ્ટેશન વિસ્તારના નવલપુર ગામનો છે. જ્યાં સ્ટુડન્ટ કાજલ કુમારી અને ટીચર બંધુ ચૌધરી પ્રેમ પ્રકરણમાં ઘરેથી ભાગી ગયા હતા. છાત્રાના પિતા રામનાથ સાહે નવલપુર પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાવ્યો છે. આ વાતની ભાળ મળતા જ યુવતીએ પોતાના લગ્નનો વીડિયો વાયરલ કર્યો છે. ત્યારબાદ સમજાયું કે, આ આખો મામલો પ્રેમ પ્રકરણ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર