Home /News /national-international /કન્હૈયા કુમારે પોતાને ગણાવ્યો 'બેરોજગાર', પુસ્તક અને ભાષણથી કરી 8.58 લાખની કમાણી

કન્હૈયા કુમારે પોતાને ગણાવ્યો 'બેરોજગાર', પુસ્તક અને ભાષણથી કરી 8.58 લાખની કમાણી

જવાહર લાલ નેહરુ વિશ્વવિદ્યાલય સ્ટુડન્ટના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારે બેગુસરાય લોકસભા સીટ પરથી ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર તરીકે મંગળવારે ચૂંટણી ફોર્મ ભર્યું. આ દરમિયાન તેમની સાથે બોલીવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર, માનવાધિકાર કાર્યકર્તા તીસ્તા સીતલવાડ, ગુજરાતના ધારાસભ્ય તથા દલિત નેતા જિજ્ઞેશ મેવાણી તથા જેએનયુના પૂર્વ વિદ્યાર્થી શેહલા રાશિદ હાજર હતા. આ સીટ પર ભાજપે કેન્દ્રીય મંત્રી તથા ગિરિરાજ સિંહને ટિકિટ આપી છે.

પોતાના ઉમેદવારી ફોર્મમાં કન્હૈયા કુમારે પોતાની માહિતી દર્શાવી જેમાં કન્હૈયા કુમારે જણાવ્યું કે વર્ષ 2018-19માં પોતાની કુલ આવક 2,28,290 રૂપિયા હતી. જ્યારે 2017-18માં 6,30,360 હતી. છેલ્લા પાંચ વર્ષના નાણાંકીય વ્યવહારોની પણ માહિતી કન્હૈયા કુમારે આપી હતી. જેમાં તેણે જણાવ્યું કે હાલ તેની પાસે 24,000 કેસ છે. જ્યારે બેંક એકાઉન્ટમાં 16,3647 અને અન્ય એકાઉન્ટમાં 50 રૂપિયા છે. તેઓએ પોતાની આવકનો સ્ત્રોત પુસ્તકો અને ભાષણની રોયલ્ટી ગણાવી. ધંધાની કોલમમાં તેણે પોતાને બેરોજગાર અને સ્વતંત્ર લેખન ગણાવ્યો. સાથે જ તેણે જણાવ્યું કે તેની સાથએ પાંચ ગુનાઓના કેસ ચાલી રહ્યાં છે.

અહીં ક્લિક કરી વાંચોઃ માત્ર એકવાર 50 હજારનું કરો રોકાણ, 10 વર્ષ સુધી થશે લાખોની કમાણી

કન્હૈયા કુમાર મંગળવારે ગાવ બીહટમાં સ્થિત પોતાના ઘરેથી નીકળતી વખતે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી જેમાં તે પોતાની માતા મીના દેવી અને જેએનયુથી ગુમ થયાલે વિદ્યાર્થી નજીબ અહમદની મા ફાતિમા નફીસાના આશિર્વાદ લેતા દેખાયા હતા.





કુમાર મોટી રેલી સાથે ક્લેક્ટર ઓફિસ પહોંચ્યા અને રસ્તામાં તેઓએ બેગુસરાય જિલ્લાની રહેવાસી જાણીતા હિન્દી કવિ રામધારી સિંહ દિવકરને શ્રદ્ધાંજલિ આપી. ફોર્મ ભરવાની કાર્યવાહી દરમિયાન કન્હૈયા કુમારની રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન લેક રહેંગે આઝાદી સહિતના નારા લાગ્યા હતા.
First published:

Tags: Begusarai, Lok sabha election 2019, Nomination, કન્હૈયા કુમાર