માતાએ PUBG રમવા બાબતે ઠપકો આપતાં 10માં ધોરણના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

આસામના ગુવહાટીની ઘટના; PUBG રમવા માટે વધુ સમય વેડફી રહેલા સંતાનને કથિત ઠપકો આપતા આત્મહત્યા

News18 Gujarati
Updated: June 8, 2019, 2:11 PM IST
PUBG રમવા બાબતે ઠપકો આપતાં  ધો.10ના વિદ્યાર્થીનો આપઘાત
પ્રતીકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 8, 2019, 2:11 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : સેલફોન પર રમાઈ રેહેલી ગેમ PUBGની લત્તના કારણે આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં એક તબક્કે આ ગેમ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. આસામના ગુવહાટીમાં માતાએ પુત્રને PUBG રમવા બાબતે ઠપકો આપતા પુત્રએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. પુત્ર કથિત રીતે પબજી પાછળ વધારે સમય વેડફતો હોવાના કારણે માતાએ ઠપકો આપતા માતાએ ઠપકો આપ્યો હતો.

બનાવની વિગત એવી છે કે ગુવહાટીની એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતો 10માં ધોરણનો વિદ્યાર્થી સતત ગેમ રમ્યા કરતો હતો. દરમિયાન તેમણે ગઈકાલે શાળાની યુનિટ ટેસ્ટમાં ગુલ્લી મારી હતી. માતાને આ બાબતને જાણ થતાં તેણે પુત્રની આ વર્તણૂક સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેને ઠપકો આપ્યો હતો. પુત્રને માતાનો ઠપકો લાગી આવ્યો હતો. માતા એક કામ અર્થે ઘરની બહાર ગઈ હતી. કામથી પરત ફરેલી માતા ઘરે પહોંચી ત્યારે તેના પુત્રેએ ગળેફાંસો ખાઈ લીધો હતો. પુત્રે આ સ્થિતીમાં જોઈને માતા હતપ્રભ બની ગઈ હતી. પોલીસે આ ઘટનમાં અપમૃત્યુનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  PUBGની રોજની કમાણી રૂ. 33 કરોડ, દુનિયાની સૌથી વધારે કમાણી કરનારી APP

મધ્ય પ્રદેશમાં સતત PUBG રમી આત્મહત્યા કરી હતી
અગાઉ મધ્યપ્રદેશમાં સતત છ કલાક સુધી PUBG ગેમ રમ્યા પછી તેનું મોત નિપજ્યું હતું. સુત્રોનાં જણાવ્યા અનુસાર, તેને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પામનારનું નામ ફુર્કખાન કુરેશી હતું અને તે મધ્યપ્રદેશનાં નીમુચ ટાઉનનો રહેવાસી હતો.

મૃતક તે બારમા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને બપોરે જમ્યા પછી તે સતત છ કલાક સુધી આ ગેમ રમતો રહ્યો અને પછી અચાનક બેભાન થઇ ગયો. તે ખુબ ગુસ્સે ભરાઇ ગયો હતો અને આસપાસનાં લોકો પર ચીડાતો હતો. તેના પિતાએ આ વાત કહી હતી. આ ઘટના 28 મેનાં રોજ બની હતી.
Loading...

ફુરખાનની બહેન ફિઝા કુરેશીએ જણાવ્યું કે, તેનો ભાઇ સતત છ કલાક સુધી પબ્જી ગેમ રમતો હતો. તેની સાથે તેના મિત્રો પણ હતા. આ દરમિયાન તે ચિસો પાડવા લાગ્યો. હું તારા કારણે ગેમ હારી ગયો અને વસ્તુઓ ફેંકવા લાગ્યો. આ પછી તે બેભાન થઇ ગયો. તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થયું.
First published: June 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...